પળેપળ

OLYMPUS DIGITAL CAMERA
( સોના ઇંઢોણી, રૂપા બેડલું રે નાગર…     …ખાવડા, કચ્છ, ઓક્ટો ‘૦૯)

*

તારી યાદમાં
હું
પળેપળ
તૂટી રહ્યો છું
ને
તારો પ્રેમ
મને
પળેપળ
સાંધી રહ્યો છે…

– વિવેક મનહર ટેલર
(૨૮-૦૪-૨૦૧૦)

41 thoughts on “પળેપળ

 1. સુન્દર
  તારી યાદમાં
  હું
  પળેપળ
  તૂટી રહ્યો છું
  વાહ
  યાદ
  યાદમાં મળીએ પળેપળ, ક્યાંક તું ને ક્યાંક હું,
  કાપીએ ચૂપચાપ અંજળ, ક્યાંક તું ને ક્યાંક હું
  તારો પ્રેમ
  મને
  પળેપળ
  સાંધી રહ્યો છે…
  પ્રેમ કંઈ નથી. એટલે કે તેનું કોઈ અસ્તિત્વ જ નથી હોતું. તેનું અસ્તિત્વ પેદા કરવું પડે છે. જેવી રીતે આપણે ઈશ્વરના અસ્તિત્વને આપણી વચ્ચે પેદા કરીએ છીએ. આપણા ઘરના કોઈ ખુણાના ગોખલામાં જેમ ઈશ્વરના અદ્ર્શ્યમાન અંશને પેદા કરી છીએ તેમ પ્રેમનું પણ એવું જ છે. માત્ર નિશ્વાર્થભાવે ભક્તિ કરતા જાવ તમારો ઈશ્વર એટલે કે તમારો પ્રેમ જરૂર મળે છે.

  તારણ એ કે પ્રેમ બરાબર ઈશ્વર.

 2. એકદમ સરસ … ! અને પ્રજ્ઞા બહેન સાથે પણ સહમત છું ..!!

 3. પ્રેમ અટુટ – યાદ- વિરહ તોડે પણ ના ટુટે.
  બહુજ સરસ.

 4. સરસ

  તારી યાદમાં હું લીલાછમ ઘાસમાં આળોટી રહ્યો છું … અને તું આવતી હશે ….

 5. તૂટતો તુજ યાદમાં, પ્રેમ સાંધે છે મને,
  સ્નેહનો કો’ તાંતણો,આમ બાંધે છે મને.

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 6. અદભુત શેર લખી નાંખ્યો, ચેતનભાઈ…
  હવે આખી ગઝલ પૂરી કરો, દોસ્ત!

 7. પળેપળ સાધતો રહુ છુ શ્વાસની આ દોર
  પળૅ પળ તૂટ્તો રહીને બસ યાદમાઁ તારી.
  સુઁદર
  વિવેકભાઈ, બ્લોગ બનાવવા અને પોતાની રચના મુકવા વિશે માહિતી આપશો.

 8. પ્રિય રાજેશ્રીજી,

  બ્લૉગ બનાવવા માટે wordpress.com પર જઈ સૂચનાઓ અનુસરો… કામ થઈ જશે. ગુજરાતીમાં કઈ રીતે લખવું એની જાણકારી http://layastaro.com/?page_id=5 પરથી મળી જશે… શુભેચ્છાઓ!!

 9. પ્રિય જયશ્રી,

  કવિતા અને પ્રણય એ મનુષ્યની અંગતતમ અનુભૂતિ છે.. કવિતાના સ્તરે આ રચના કદાચ ન પણ પહોંચતી હોય પણ મને આ લખતી વખતે કંઈક અજબ શાતા મળી હતી…

  પ્રામાણિક અભિપ્રાય મને હંમેશા વધુ ગમે છે… આભાર!

 10. ***

  કવિતા એટલે શું ? ની શોધની દિશામાં ડગ ભરતાં – જયશ્રી અને વિવેકના પ્રતિભાવ/ખુલાસા આ પોસ્ટની મૂળ અભિવ્યક્તિ / કવિતા સંદર્ભે ઉપકારક લાગ્યા.

 11. કોઈ ક્ષણ વર્તમાન બનીને જ શ્વાસ લે એવી આ રચના.

 12. સાચુ, યાદમા ટૂટી તો જવાય પણ એ યાદ નુ કારણ- મુળ પ્રેમ આપણને સાન્ધિ દે! ન ટૂટવા માટૅ ય કારણ આપે. સુન્દર!

 13. ખૂબ સરસ્. ટૂટ્વું અને પછી સંધાવું એ બન્ને ક્રિયાની શક્તિ છે
  પ્રેમ. પ્રેમ એ એવી અભિવ્યક્તિ છે કે જે વર્ણવવી અકલ્પ્ય છે.
  તેની શક્તિ અમાપ છે. તેનો સ્પર્શ સુંદર છે. જેમાં ડૂબીને તરાય છે.

 14. પ્રેમિકાની યાદ અને પ્રેમ વચ્ચે તૂટવા –સંધાઈ જવાની પરસ્પર અનુભૂતિની વાત સરસ રીતે સરળતાથી કરી શક્યા છો.

 15. સુંદર રચના… ખાસ્સી હળવી પણ મજાની!

 16. નવી અભિવ્યક્તિવાળું પ્ર્ણય કાવ્ય

 17. ખબર નહિ કેમ પણ હુ તો ઉલટુ પણ કહુ કે…

  તારા પ્રેમ મા પળેપળ તુટી રહી છુ
  તારી યાદ પળેપળ મને સાંધી રહી છે..

  આ હા!! નાજુક શબ્દો મા નક્કર નિરુપણ.

 18. શ્રી વિવેકભાઇ,
  જય જ્લારામ.જય શ્રી કૃષ્ણ,
  પળપળને પકડવાની ખુબ જ સુંદર રજુઆત છે.
  આભાર સહિત
  પ્રદીપ બ્રહ્મભટ્ટ

 19. રાષ્ટ્રસંઘ કે ‘ઇન્ટરનેશનલ એલર્ટ’ તો પાણી માટેના યુદ્ધની આગાહી કરે છે પણ ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડમાં તો વર્ષોથી સ્ત્રીઓ હાંડે હાંડે પાણી માટે લડાઈ કરે છે. પાણી માટે લડાઈ જ નહીં આજે ચારેકોર પાણી માટે ડાકુગીરી થાય છે, વોટર માફિયા ઊભા થયા છે તેમાં પાણીના લુટારા-ડાકુ હોય તો કોલાનાં પીણાંવાળા છે. જો હું તમને કહું કે તમે કોલાની એક બાટલી પીઓ છો તે પાપ કરો છો અને ભારતના ૧૦ તરસ્યા લોકોનું પાણી ઝૂંટવીને કોલાનું રંગીન ગયું પાણી દસ ગણા ભાવ આપીને તમારા પાપી પેટમાં પધરાવો છો તો જરૂર શરમાજો. આજે કોલાના કે બોટલ્ડ-પીણાં પીવાં તે પાપ છે તેવું કથાકારોએ તેમના ભકતોને ગાંગરીને કહેવું જોઈએ.

 20. એક બોટલ્ડ વોટર (લિટર) તૈયાર કરવા માટે સાત લિટર સાદું પાણી વેડફાય છે. અને તે કૂવાના સાદા પાણીને પ્લાસ્ટિકની બોટલમાં ભરવા ૧૬૨ ગ્રામ ક્રૂડતેલનું બળતણ બળે છે. રાજસ્થાનમાં જયાં અવારનવાર દુષ્કાળ પડે છે ત્યાં કોલાની કંપની જયપુરની સરકારને ભ્રષ્ટ કરી દુર્લભ પાણીના સ્રોત જમીનમાંથી દરરોજ ૫૦ લાખ લિટરના દરે ખેંચે છે. તે માટે ૧૦૦૦ લિટર પાણીના ફક્ત ૧૪ પૈસા આપે છે એ પાણી પછી રૂ. ૧૦માં બ્રાન્ડવાળું પાણી વેચાય છે. એ પાણી પીવું કે વેચવું એ ખરેખર પાપ છે કારણ કે તમે બોટલનું પાણી પીધું એટલે જ કોટા-રાજસ્થાનની મહિલાઓએ ૨૮-૪-૨૦૧૦ના રોજ પાણીનો પોકાર કર્યો ત્યારે પોલીસની લાઠી ખાઈ ઘરે છોકરાને રડતા મૂકી હોસ્પિટલમાં દાખલ થવું પડેલું.

 21. તારી યાદમાં
  હું
  પળેપળ
  તૂટી રહ્યો છું
  it is so nice sir just like me (tamara call mate)

 22. ભલે આ એક લઘુકાવ્ય છે પરંતુ ભીતરનું સત્ય અત્યંત દીર્ઘ છે. પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ ! પ્રેમનું રહસ્ય હજી અકબંધ છે અને સદા રહેશે જ…કાવ્યની સરળતામાં ઘણું બધું ઊંડાણ છે ખરેખર તો…! જાણે તે માણે…

 23. તા.ક. ઉપરોક્ત કમેંટ્સ મારી છે. મારી અટક નહિ છપાતાં ઓળખ માટે મને ખુલાસો કરવાનું યોગ્ય લાગ્યું છે. આભાર + આનંદ…!
  –દિલીપ મોદી

 24. સુંદર લઘુકાવ્ય!
  સુધીર પટેલ.

 25. વીતેલી યાદોના તાણાવાણાને વણી લઈ તૈયાર કરેલી એ વાટને સમયના કોડિયામાં પધરાવી જ્યોતિર્મય રાખવામાં પ્રેમનું દિવેલ સહાયભૂત બને છે.

 26. ગમ્યુ તેથી
  every moment
  in your memory
  i am
  falling apart

  and
  every second
  your love
  keeps me
  in one piece

  translation:_ himanshu patel.5-9-2010

Comments are closed.