ખુદની બાદબાકી થઈ ગઈ

P2074646
(તીડ…                                      ….પંપા સરોવર, ડાંગ, ૦૭-૦૨-૨૦૧૦)

*

સહુ મિત્રોને હોળી તથા ધૂળેટીની રંબેરંગી શુભકામનાઓ…

*

નશામાં ખાતરી પ્રીતિની પાકી થઈ ગઈ,
નજર થઈ ગઈ શરાબી, આંખ સાકી થઈ ગઈ.

તમારી યાદ આવ્યા બાદની મારી દશા –
ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.

તમે પાછાં ફરી જોયું જરી મારી તરફ..
હતી કહેવાની લાખો વાત બાકી, થઈ ગઈ !

શું શબ્દો, સ્પર્શ કે શ્વાસો ? ગુમાવ્યો મેં મને,
બચી જે લાગણીઓ એ અકાકી થઈ ગઈ.

શું બોલે ભરવસંતે વૃક્ષથી ખરનારું પર્ણ ?
હૃદયની ઝંખના સૌ આજ ખાકી થઈ ગઈ…

– વિવેક મનહર ટેલર
(૨૫-૦૩-૧૯૮૯)

 1. Himanshu’s avatar

  Vivek – you have stated an eternal truth here. Ghazal seems to be from your ‘bird watching’ days 😉

  તમારી યાદ આવ્યા બાદની મારી દશા –
  ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.

  Enjoyed!

  Reply

 2. Hemant’s avatar

  bahuj saras vivek bhai,…

  શું બોલે ભરવસંતે વૃક્ષથી ખરનારું પર્ણ ?
  હૃદયની ઝંખના સૌ આજ ખાકી થઈ ગઈ……..kharekhar…aavu j chhe life ma..

  Reply

 3. અતુલ જાની (આગંતુક)’s avatar

  રચના સુંદર છે. પણ આવી ભર વસંતે અચાનક આવી રચના કેમ રજુ કરવી પડી? ફાગણીયો લહેરાય છે અને રંગોત્સવ માથા પર આવીને ઉભો છે તેવા વખતે આ બાદબાકી આકરી લાગી.

  Reply

 4. Harikrishna’s avatar

  Vivekbhai,
  I read this when I was having a glass of wine and you put words in my mouth !! Keep it up.

  Reply

 5. મીના છેડા’s avatar

  …………..

  Reply

 6. Dhaval Navneet’s avatar

  પ્રેમ જ્યારે હૃદયમાં અંકુરિત પામે ત્યારે આ બાહ્ય મૌસમી પરિવર્તનો ગૌણ બને છે ,એ નશાનો તો માત્ર અનુભવે જ રસાસ્વાદ થાય તેમ છે
  વિવેકભાઈ ખુબ સુંદર !! નવસો નવ્વાણું ઈન્દ્રીઓ જયારે એક સાથે ભાવુક થઈને હર્ષગેલી પામી હતી તે ક્ષણ આજે આપે પછી આપી !! અત્યંત સુંદર

  Reply

 7. RAMESH SARVAIA’s avatar

  ઘણા સમય પહેલા તમારી આ ગઝલ વાચી હતી આજે ફરી જુની યાદ તાજી થઈ
  શું બોલે ભરવસંતે વૃક્ષથી ખરનારું પર્ણ ?
  જીવન નુ પણ કાઇક આવુ જ છૅ. કયારેક ભરવસંતે પણ વિદાય લેવી પાડતી હોય છે.
  રમેશ સરવૈયા {સુરત }

  Reply

 8. Pancham Shukla’s avatar

  સરસ ગઝલ. વિન્ટેજ ફિઝઝ્…!

  અકાકી = એકાકી છે? એ પછી એ ની સ્વરપુનરોક્તિ હિસાબે આમ રાખ્યું છે?
  મેં એકાકી રાખીને પઠન કરી જોયું – ખટકો લાગ્યો નથી.

  Reply

 9. કાલ્પેશ ડી. સોની’s avatar

  નશો ચઢ્યો રે મને નશો ચઢ્યો,
  આજ ત્રણ-ત્રણ વાતનો નશો ચઢ્યો.

  પહેલો નશો રે મને ચાખીને ચઢ્યો.
  જામ ભરેલો પડ્યો રહ્યો રે
  મને આજ ત્રણ વાતનો નશો ચઢ્યો.

  બીજો નશો મને ગણીને ચઢ્યો.
  નાણાં ગણતાં નિંદ ચૂકી ગયો રે
  મને આજ ત્રણ વાતનો નશો ચઢ્યો.

  ત્રીજો નશો મને જોતામાં ચઢ્યો.
  વ્હાલીનો અરમાં અધૂરો રહ્યો રે
  મને આજ ત્રણ વાતનો નશો ચઢ્યો.

  Reply

 10. vishwadeep’s avatar

  શું બોલે ભરવસંતે વૃક્ષથી ખરનારું પર્ણ ?
  હૃદયની ઝંખના સૌ આજ ખાકી થઈ ગઈ… સુંદર

  Reply

 11. Sangita’s avatar

  સરસ ગઝલ.

  Reply

 12. indravadan g vyas’s avatar

  વગર પીધે નશો ચડે તેવું થયું..ગમ્યું.

  Reply

 13. Dhaval’s avatar

  તમારી યાદ આવ્યા બાદની મારી દશા –
  ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.

  – સરસ !

  Reply

 14. ડૉ.મહેશ રાવલ’s avatar

  વાહ વિવેકભાઈ…
  ફરીથી જુના પટારામાંથી મળી એક જે તે સમયની સંવેદના અને અભિવ્યક્તિની અસરને ઉજાગર કરતી રચના.
  ગમ્યું.

  Reply

 15. Devika Dhruva’s avatar

  તમારી યાદ આવ્યા બાદની મારી દશા –
  ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.
  મદમસ્ત ગઝલ !
  અને છેલ્લી બેમાં તો જીંદગીનું કેટલું મોટું તત્વદર્શન ! બેહદ સુંદર,વિવેકભાઈ..

  Reply

 16. Dr.Nilesh Rana’s avatar

  સુદઁર ગઝલ હ્ર્દયસ્પર્શી ,અભિનન્દન

  નીલેશ રાણા

  Reply

 17. ઊર્મિ’s avatar

  મજાની ગઝલ..

  તમારી યાદ આવ્યા બાદની મારી દશા –
  ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.

  લગભગ બધા જ શે’ર ગમી ગયા… પણ આ જરા ખાસ ગમી ગયો…

  Reply

 18. BHUMI’s avatar

  happy holi vivekbhai….
  have a colourful day….enjoy

  Reply

 19. BHUMI’s avatar

  વાહ ! અદભુત રચના… ખુબ સરસ્

  Reply

 20. બંકિમ’s avatar

  બધા જ શે’ર ગમી ગયા… પણ નંબર ૪ જરા ખાસ ગમી ગયો…
  કેમકે…(પૂરા આદર સાથે…)

  શું શબ્દો, સ્પર્શ કે શ્વાસો ? થયા કાકા બધા,
  બચી જે લાગણીઓ એ ય કાકી થઈ ગઈ!

  A very happy holi vivekbhai….

  Reply

 21. રાજની ટાંક’s avatar

  “શું બોલે ભરવસંતે વૃક્ષથી ખરનારું પર્ણ ?
  હૃદયની ઝંખના સૌ આજ ખાકી થઈ ગઈ…”

  વાહ ! ખુબ જ સરસ..ફોટૉગ્રાફી પણ લાજવાબ

  Reply

 22. સુનીલ શાહ’s avatar

  સુંદર..
  બધા જ શેર ગમ્યા..
  પંચમભાઈની વાત વિચારવા જેવી ખરી..

  Reply

 23. ભાવના શુક્લ’s avatar

  લગભગ ૨૦-૨૧ વર્ષ જુના શબ્દો અને સાવ તરોતાજા સંવેદનાઓ…
  પ્રણયોર્મીઓનુ અદ્દલ સુરતી ઝરીકામ

  Reply

 24. વિવેક’s avatar

  મારે સમયસર ખુલાસો કરવાનો હતો પણ સમયના અભાવે રહી જતું હતું…

  અકાકી શબ્દ જ છે, એકાકી નથી.

  અકાક = સુખદુઃખથી પર એ પરથી અકાકી!!

  Reply

 25. Ankur’s avatar

  Nice one…..

  Reply

 26. urvashi parekh’s avatar

  સુન્દર રચના..
  પ્રેમ ની સંવેદનાઓ, કોઇ પણ સમયે એક સરખી જ હોય છે.

  Reply

 27. sudhir patel’s avatar

  ખૂબ સરસ ગઝલ! બધાં જ શેર દમદાર છે.
  સુધીર પટેલ.

  Reply

 28. Smita Parekh’s avatar

  વાહ્!!!!!
  ખુબ સુન્દર ગઝલ,
  તમે પાછા ફરી જોયું જરી મારી તરફ—
  હતી કહેવાની લાખો વાત બાકી,થઈ ગઈ.
  આ એક નજર કઈં કેટલી વાતો કહી જાય છે એ તો એમાં પડેલા જ જાણે!!!!!

  Reply

 29. himanshu patel’s avatar

  રંગબેરંગી અનુભૂતિઓ ભૂતકાળની હજું તાજી છે.ગમી.

  Reply

 30. Dr. Vinit parikh’s avatar

  વિવેકભાઇ,

  ખરેખર, મઝા આવે છે…થાવા દો !

  તમારા વિરહથી થયો એટલો ફાયદો
  અનાડી અભાવોની ચમક ઝાંખી થઇ ગઇ !

  આખી જિંદગી મથ્યો પણ ના મળી,
  તમે મળ્યા ને મને ખુદાની ઝાંકી થઈ ગઇ !

  Reply

 31. P Shah’s avatar

  તમારી યાદ આવ્યા બાદની મારી દશા –
  ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ….

  સુંદર રચના !

  Reply

 32. Gaurang Thaker’s avatar

  સરસ ગઝલ…

  Reply

 33. કવિતા મૌર્ય’s avatar

  તમારી યાદ આવ્યા બાદની મારી દશા –
  ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.

  શું શબ્દો, સ્પર્શ કે શ્વાસો ? ગુમાવ્યો મેં મને,
  બચી જે લાગણીઓ એ અકાકી થઈ ગઈ.

  સુંદર શેર !

  Reply

 34. sapana’s avatar

  સુંદર ગઝલ થઈ છે ખુદાની તો શું ખુદની બાદબાકી થઈ ગઈ..ખુબ સરસ

  સપના

  Reply

 35. Chandrakant Lodhavia’s avatar

  વિવેકભાઈ,
  ખુદની બાદબાકી થઈ ગઈ, February 27, 2010 in ગઝલ by વિવેક. કાવ્યની દરેક કડીઓમાં ભારોભાર લાગણી સભર નશામાં ડૂબવાની મઝા આવી ગઈ.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

  Reply

 36. Jalpa’s avatar

  Hey VIVEK JI.
  u going good….
  this poem is so good, nice….
  best of luck………..
  all the very best……..
  god with u……

  Regards:
  jalpa.

  Reply

 37. pragnaju’s avatar

  શું શબ્દો, સ્પર્શ કે શ્વાસો ? ગુમાવ્યો મેં મને,
  બચી જે લાગણીઓ એ અકાકી થઈ ગઈ.

  શું બોલે ભરવસંતે વૃક્ષથી ખરનારું પર્ણ ?
  હૃદયની ઝંખના સૌ આજ ખાકી થઈ ગઈ…
  વાહ્

  Reply

 38. jitubhai’s avatar

  અહીં પ્રેમ કેરો સાદ છે
  પ્રભુજીનો પ્રસાદ છે
  ને પ્રકૃતિનો વરસાદ છે !
  બૉસ, આ ગુજરાત છે !
  અહીં નર્મદાનાં નીર છે
  માખણ અને પનીર છે
  ને ઊજળું તકદીર છે !
  યસ, આ ગુજરાત છે !
  અહીં ગરબા-રાસ છે
  વળી જ્ઞાનનો ઉજાસ છે
  ને સોનેરી પરભાત છે
  અલ્યા, આ ગુજરાત છે !
  અહીં ભોજનમાં ખીર છે
  સંસ્કારમાં ખમીર છે
  ને પ્રજા શૂરવીર છે !
  કેવું આ ગુજરાત છે !
  અહીં વિકાસની વાત છે
  સાધુઓની જમાત છે
  ને સઘળી નાત-જાત છે
  યાર, આ ગુજરાત છે !
  અહીં પર્વોનો પ્રાસ છે
  તીર્થો તણો પ્રવાસ છે
  ને શૌર્યનો સહવાસ છે !
  દોસ્ત, આ ગુજરાત

  Reply

 39. Jignesh Adhyaru’s avatar

  આમ તો બધાંય શે’ર ખૂબ ગમ્યાં, પણ આ એક જરી’ક વધુ…

  તમારી યાદ આવ્યા બાદની મારી દશા –
  ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.

  Reply

 40. Yaju’s avatar

  I am Gujarati but before i never like that to read poems and all, specially when the Gujarati was compalsory in school, after I went in science field so there is no Gujarati subject, but today after reading all stuff on you site as well as on other i felt that its really nice and meaningful way to express what you think, I am posting your some good creation on my facebook wall definately with your name, and got good response from peole and sking from where i get all?
  I really enjoyed….
  keep writting good stuff…

  Reply

 41. Bhargav Jani’s avatar

  Nice & you r great such a nice & wonderful.

  keep it up & god bless you friend

  Reply

 42. raju’s avatar

  ખુબ સરસ લગ્યો આ લેખ વિવેક ભૈ

  Reply

 43. Niraj’s avatar

  આ તીડ નથી. Dragonfly .

  Reply

 44. વિવેક’s avatar

  ઓકે… પણ ડ્રેગનફ્લાયનું ગુજરાતી શું?
  આભાર!!

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *