(સ્થિતપ્રજ્ઞ…. ….નળ સરોવર, ૧૦-૦૧-૨૦૧૦)
*
મારા ઘરનો
ચાળીસ ફૂટ પહોળો બાગ
ધીમે-ધીમે
ચાર ફૂટનો થઈ ગયો છે.
મેં
જેમ-જેમ આ શહેરનું પાણી પાયું,
એમાં મકાન ઊગતું ગયું.
હવે થોડાં કૂંડા અને
કમ્પાઉન્ડ વૉલને વળગીને ટકી રહેલાં
થોડાં છોડ અને ઝાડ
એમની નવી ડાળી પર
દીવાલ ઊગી નીકળવાની બીક છતાં
જીવવાનું સાહસ કરી રહ્યાં છે.
મને
બેડ-રૂમની બારીએ બેસવાની ટેવ છે.
બે કાચિંડા અચૂક સાધુની સમાધિ લઈને
એક જ ઝાડ પર
આખો દિવસ
શિકારની તાકમાં સ્થિર બેઠેલા જોવા મળે છે.
ખિસકોલીઓની દોડાદોડ અને ચિક્-ચિક્
મારા આંખ-કાનમાં સતત રોપાયાં કરે છે.
ક્યારેક બુલબુલ,
તો ક્યારેક ઑરિએન્ટલ રોબિન,
ક્યારેક દેવચકલી
તો ક્યારેક પોપટ, મેના,કાબર,કાગડા-
-મારા બાગનાં બચેલાં વૃક્ષોના રંગ
મોસમથીયે વધુ ઝડપે બદલતા રહે છે.
કોયલનો ટહુકો તો
આંબાનાં મૂળની જેમ જ
જાણે બાગની જમીનમાં
ખોડાઈ જ ગયો હોય એમ હટતો જ નથી.
ચકલીનું ચીં-ચીં
અને કબૂતરનું ઘૂ-ઘૂ
તો આમેય કદી ખોવાયાં જ ન્હોતાં.
આ શહેરના શાંત કોલાહલની વચ્ચે
આ ટહુકાઓનો ઘોંઘાટ જ
કદાચ હજી મને જીવતો રાખી શક્યો છે.
પેલાં
દીવાલને વળગીને જીવવા મથી રહેલાં
ફૂલ-છોડ-ઝાડનું સાહસ કદાચ સફળ છે.
મકાન અને કમ્પાઉન્ડ-વૉલની વચ્ચે ચગદાઈ મરવા છતાં
એ લોકો
મારામાં મકાન ચણાઈ જતું અટકાવી શક્યા છે !
– વિવેક મનહર ટેલર
(મે-૨૦૦૭)
બહુ સરસ …
આ શહેરના શાંત કોલાહલની વચ્ચે
આ ટહુકાઓનો ઘોંઘાટ જ
કદાચ હજી મને જીવતો રાખી શક્યો છે.
પેલાં
દીવાલને વળગીને જીવવા મથી રહેલા
ફૂલ-છોડ-ઝાડનું સાહસ કદાચ સફળ છે.
મકાન અને કમ્પાઉન્ડ-વૉલની વચ્ચે ચગદાઈ મરવા છતાં
એ લોકો
મારામાં મકાન ચણાઈ જતું અટકાવી શક્યા છે !
શહેરના માણસો કહેતા હોય છે કે અમારા રસ્તા પર રખડતા ઢોર ઘુસી જાય છે અને ટ્રાફીક જામ થઈ જાય છે. ખરી વાત તો એ છે કે તેઓના ચરવાના વિસ્તારમાં આપણે રસ્તો બનાવીને ઘૂસી ગયા છીએ.
બહુ જ સરસ રચના. અભિનંદન.
વાહ.. ક્યા બાત હૈ..!!
I enjoy for the nice one.
બગિચા નિ જગ્યા બાલકનિ યે લિધિ અને આપણે કુંડામા ફુલ ઝાડ રોપિ મનને મનાવિ લિધુ …..હ વે કદાચ બાલ્કનિ કે ઝરુખા પણ નહિ રહે …..રહેસે ખાલિ ભિત ….ત્યારે ફુલ ઝાડ ના ચિત્રો દોરિ મન ને મનાવિ લૈશુ…..
વાહ….! અને આહ્… આ તારેી દેીલ ને સ્પર્શતેી સુન્દર રચના …અને મારેી, ખાસ તો એ આપણેી mummy ના દેીલ નેી વાતોને જુનેી અવિસ્મરનિય યાદો ના તારો ને ઝણ્ઝ્ણાવેી ગઇ….!ખુબ જ touchy……..! આ પ્રદુષણ ના જમાના મા પ્રક્રુતિ પ્રત્યે તારોઆ અનહદ પ્રેમ્ તારેી આ રચના થકેી દિલ ને સ્પર્શેી ગયો..!
બધી જ રચનાઓ સ્પર્શી ગઇ…
ચકલીનું ચીં ચીઁ ક્યાં છે કહો તો ઉત્સવ મનાવું…
હા, સ્મરણોમાં ખરું
લતા હિરાણી
ત્રણેય રચનાઓમાંનો વેદનાપૂર્ણ વ્યંગ સ્પર્શી ગયો.
મને માફ કરજો દોસ્તો…. એક જ રચનાના ત્રણ ભાગ વચ્ચે ફૂદડી મૂકીને હું ફસાયો…
આ ત્રણ નહીં, એક જ સળંગ કૃતિ છે, ફક્ત ભાવપલટાને અનુરૂપ મેં એને ત્રણ ભાગમાં વહેંચી છે !
સીધી ઉતરી જાય એવી એકદમ પ્રવાહી. ખરેખર ખૂબ સુંદર રચના થઈ છે.
વિવેકભાઈ,
વાહ્!! ખુબ સરસ રચના,હજી દિલ પત્થર થયુ નથી,કોઈ મકાન ભીતર ચણાયું નથી,હજી આ શહેરમાં ટહુકાઓ,ફૂલ ઝાડ,છોડ જીવંત છે.
શહેરના શાંત કોલાહલની વચ્ચે
આ ટહુકાઓનો ઘોંઘાટ જ
કદાચ હજી મને જીવતો રાખી શક્યો છે.
પેલાં
દીવાલને વળગીને જીવવા મથી રહેલા
ફૂલ-છોડ-ઝાડનું સાહસ કદાચ સફળ છે.
મકાન અને કમ્પાઉન્ડ-વૉલની વચ્ચે ચગદાઈ મરવા છતાં
એ લોકો
મારામાં મકાન ચણાઈ જતું અટકાવી શક્યા છે !
સુંદર..કવિતા ગમી ગઈ..
ખુબ સરસ! બદલાતા સમયને સરસ ઝીલ્યો છે આ કાવ્યમાં દાક્તરસાહેબ, આફ્રિન.
………………
મારામાં મકાન ચણાઈ જતું અટકાવી શક્યા છે !
વાહ!
સુન્દર.કવિ પર્યાવરણની ચિન્તા ન કરે તો કોણ કરશે? બે લીટી મારા તરફ્થી…………..
જિજિવિશાથી જીવાય જિન્દગી,
સાહ્સથી ખરીદાય જિન્દગી,
મકાનોના જ્ન્ગલ્મા ફુલોની ક્બર,
ટ્હુકાઓની રોળાય જિન્દગી.
આ લીલા સમ્વેદન વહેચવા બદલ ધન્ય્વાદ્.
સરસ ! ચોટદાર !
આ શહેરના શાંત કોલાહલની વચ્ચે
આ ટહુકાઓનો ઘોંઘાટ જ
કદાચ હજી મને જીવતો રાખી શક્યો છે.
પેલાં
દીવાલને વળગીને જીવવા મથી રહેલા
ફૂલ-છોડ-ઝાડનું સાહસ કદાચ સફળ છે.
મકાન અને કમ્પાઉન્ડ-વૉલની વચ્ચે ચગદાઈ મરવા છતાં
એ લોકો
મારામાં મકાન ચણાઈ જતું અટકાવી શક્યા છે !
અન્યની સતત ઝઝૂમતા રહેવાની મથામણ ક્યારેક આપણા માટે પ્રેરક બનતી હોય છે.
સુંદર રચના !!!
આવી સરળ અને સરસ અછાંદસ રચના ઘણા વખતે વાંચવા મળી.અદભુત્..
અભિનંદન્ ડોક્ટર સાહેબ્.
સુંદર
મેં
જેમ-જેમ આ શહેરનું પાણી પાયું,
એમાં મકાન ઊગતું ગયું.
હવે થોડા કૂંડા અને
કમ્પાઉન્ડ વૉલને વળગીને ટકી રહેલાં
થોડાં છોડ અને ઝાડ
એમની નવી ડાળી પર
દીવાલ ઊગી નીકળવાની બીક છતાં
જીવવાનું સાહસ કરી રહ્યાં છે.
સરસ રચના
હેમન્ત વૈદ્ય
સુંદર અભિવ્યક્તિ!
સુધીર પટેલ.
સુંદર રચના.
ખુબ સરસ વિવેક ભૈ હવે પ્રક્રુતિને બચાવ્વાનિ તાતિ જરુર ચ્હે ફકત કવિઅએજ નૈ પન બધાઅએ યોગ્દાન આપવુ પદશે
ક્યા બાત હે કવિ વિવેક્ હદય થી આ કાવ્યને આવકારુ છુ, ખરેખર આ પળે એવુ લાગી રહ્યુ છે કે આકાવ્ય કોઇ ડોકટરે નહી પણ એક નગર પ્રેમિ કવિએ હદયની વેદનાને વાચા આપી છે,
હરે એક વાકય લખતા તો ભુલી ગયો, “સાહસ” નુ બિજુ નામ અટલે પ્રીતમ લખલાની,…આ એક હકિક્ત છે, અહીયા ફકત કવિતાની જ વાત કરવી છે, મેં ડોકટ્ર્ર વિવેક્ના ધણા ગીત, ગઝલ અને કાવ્ય સમય્ સમયે વાચ્યા છે, પણ આ કાવ્ય મને પેલી નજરે જ સત્ય લખવા માટે કામ પર સખત વ્યસ્ત હોવા છતા ક્ઈ લખવા માટે મજબુર કરી બેઠુ, વિવેકભાઈ, તમને વાધો ન હોય તો તમારુ આ કાવ્ય હુ અમેરિકાથી એક સપાદન કરી રહ્યો છુ તેમા પ્રગટ કરી શકુ, આ બાબત જણાવશો તો ગમશે……..આભાર્!!! ,
પ્રેમભાઈ,
આપના સંપાદનમાં આ કાવ્યને સ્થાન મળશે એ ચોક્કસ ગમશે…
આભાર !
ખૂબ સુન્દર રચના..કવિની ભીતરમાં મકાન ન જ ચણાઇ શકે ને ?
Thoroughly enjoyed..Actually you stole my heart-my mouth!! Excellent expression. congratulations.
સુન્દર રચના..
મારામાં મકાન ચણાઈ જતુ અટકાવી શક્યા છે.
સરસ..
Poems of Nature….Speaks out ur Inherent Nature…
Keep enlightening…..
ડૉક્ટર સાહેબે નિદાન કર્યું એટલે આટલાં વર્ષે સાચું જ્ઞાન લાધ્યું કે હું જીવી રહ્યો છું એ શ્વાસોશ્વાસ નહીં,આ ટહુકાઓનો ‘બકવાસ’ જ છે.
અને આ બકવાસ એ બીજું કાંઈ નહીં પણ આવા ઉત્તમ કવિઓનો કાવ્યોલ્લાસ છે.
ઘણા વખત બાદ ચારે બાજુ આનંદોલ્લાસ છવાઈ ગયેલો નહીં,અંગે અંગને થનગનાટ,થનગનાટ નચાવી રહ્યો છે.
અભિનંદનતો તમારો અધિકાર બની ગયો છે,ડૉક્ટર સાહેબ!
હું બીજુંતો શું આપી શકું.
Nice Poem Enjoyed and excited What a satire on Concret Growth
K. R. Shah
Nice Poem Enjoyed and excited What a satire on Concrete Growth
K. R. Shah
સાહસ , March 6, 2010 in અછાંદસ by વિવેક
તમારી સાથે તમારા બગીચામાં કુદરતના ખોળામાં બેસી શાંત અવાજો માં ખોવાઈ જવાની મઝા પડી.
પણ આને હું સાહસ તો ન જ ગણી શકું. સહજ જરૂર છે.
આ શહેરના શાંત કોલાહલની વચ્ચે
આ ટહુકાઓનો ઘોંઘાટ જ
કદાચ હજી મને જીવતો રાખી શક્યો છે.
મઘુર મીઠો જીવવાનો આઘાર. અભિનંદન. ખુબ ગમ્યું.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
મકાન અને કમ્પાઉન્ડ-વૉલની વચ્ચે ચગદાઈ મરવા છતાં
એ લોકો
મારામાં મકાન ચણાઈ જતું અટકાવી શક્યા છે !
સુંદર રચના..
ખુબ જ સઆચી વાત ડો. શહેરમાં રહેતો ગાર્ડન થોડા સમયમાં જ ઇંટોનો બનવા લાગે છે….ને રચાતી જાય છે દીવાલો પર દિવાલો…બસ એમાંથી થોડા લોકો બચી જાય છે.
પ્લીઝ please પ્લીઝ please પ્લીઝ please પ્લીઝ please …..
મને પંખી નો માળૉ ફીલ્મ નું “રાજકોટ રંગીલુ શહેર છે” આ ગુજરાતી ગીત સાંભળવુ છે.
મુકો ને………..
પારુલ દેસાઈ
પ્રિય વિવેકભાઇ,
મસ્ત અછાંદસ રચના….હવે એક છાંદસ થઇ જાય !
માનવી, તારો એટલો પાડ !
બચ્યા છે હજી થોડા ઝાડ ,
બચ્યા છે ફૂલો થોડા માંડ,
ને મળે છે રંગીન સલાડ…
માનવી, તારો એટલો પાડ !
જીવડાં, તારો એટલો પાડ !
ભેદી શકે તું દવાઓની વાડ !
પંખી, તારો એટલો પાડ !
વેઠી શકે તું તાપ-વરસાદ-ટાઢ !
પ્રાણી, તારો એટલો પાડ !
માણી શકે તું એંઠો એંઠવાડ !
પ્રભુ, તારો એટલો પાડ !
લડાવ્યા તેં અમને ખૂબ લાડ !
બહુ જ સરસ.
સુંદર
આખો દિવસ
શિકારની તાકમાં સ્થિર બેઠેલા જોવા મળે છે.
ખિસકોલીઓની દોડાદોડ અને ચિક્-ચિક્
મારા આંખ-કાનમાં સતત રોપાયાં કરે છે.
ક્યારેક બુલબુલ,
તો ક્યારેક ઑરિએન્ટલ રોબિન,
ક્યારેક દેવચકલી
તો ક્યારેક પોપટ, મેના,કાબર,કાગડા-
-મારા બાગનાં બચેલાં વૃક્ષોના રંગ
મોસમથીયે વધુ ઝડપે બદલતા રહે છે.
કોયલનો ટહુકો તો
આંબાનાં મૂળની જેમ જ
જાણે બાગની જમીનમાં
ખોડાઈ જ ગયો હોય એમ હટતો જ નથી.
ચકલીનું ચીં-ચીં
અને કબૂતરનું ઘૂ-ઘૂ
તો આમેય કદી ખોવાયાં જ ન્હોતાં.
વાહ્
એ લોકો
મારામાં મકાન ચણાઈ જતું અટકાવી શક્યા છે!
વાહ!
વાંચતાં જ ગમી જાય એવું સુંદર કાવ્ય.
કમ્પાઉન્ડ વૉલને વળગીને ટકી રહેલાં
થોડાં છોડ અને ઝાડ
ક્યા ખૂબ….
એકદમ સરસ રચના.મન ખુશ થૈ ગયુ.ભર ઉનાળા મા વરસાદ જેવુ લાગ્યુ.
વાહ દોસ્ત વાહ