બારણું


(આર યા પાર…..                                               …ચાંપાનેર, ૨૦૧૭)

*


દરવાજો છે
એનો અર્થ જ એ છે
કે
એ ખોલી શકાશે.


કયું બારણું
ક્યાં લઈ જશે
એ તો
બારણાંનેય નથી ખબર.


બહારનું અે બારણું
તો
અંદરનું ?


આખેઆખી ભીંત તોડવાની પયગંબરી
કંઈ બધાના નસીબમાં હોતી નથી
આપણે તો
ભીંતમાં
એક બારણું કરી શકીએ
તોય ઘણું


દરવાજો ખોલો જ નહીં
ત્યાં સુધી
ગમે એટલી કોશિશ
ક્મ ન કરો,
બહાર જઈ શકાતું નથી


બધા દરવાજામાં
આગળા હોતા નથી
ને હોય તોય
બધા મારેલા હોય એ જરુરી નથી
પણ
ક્યારેક
આગળો શોધવામાં ને શોધવામાં
આપણે બારણું ખોલવું જ ભૂલી જતાં હોઈએ છીએ.


બારણું
કયા લાકડાનું, કે પ્લાસ્ટિકનું બનેલું છે
એની સાથે
એ ક્યા લઈ જાય છે
એને શું લાગે વળગે ?


કેટલાક દરવાજા
અંદરની બાજુએ
ખૂલતા હોય છે
ને
આપણે
ધક્કો માર માર કરીએ છીએ
બહારની તરફ જ


ચિત્રમાંના દરવાજા
ગમે એટલા સુંદર
કેમ ન હોય
એ ક્યાંય લઈ જતાં નથી

૧૦
બારણું ખોલીએ
ત્યારે જે કિચૂડાટ થાય છે

મિજાગરાનો અવાજ નથી
કપાયેલા ઝાડનું આક્રંદ હોય છે.

૧૧
દરવાજો દરવાજો છે.
એ ખોલીને
આગળ વધવાનું હોય છે.
દરવાજાના પ્રેમમાં પડી જનારા
ક્યાં ઉંબરા
ક્યાં બારસાખ
ક્યાં આગળા બની જતા હોય છે.

૧૨
ભીંતના જેટલા ભાગમાં
શક્યતાઓ ભરી પડી હોય છે
એને દરવાજો કહૈ છે

૧૩.
દરવાજો તમે કોને કહો છો?
ક્યાંક જવા-આવવા માટેની
લાકડાની ખોલ-બંધ થઈ શકે એવી વ્યવસ્થાને?
કે જે બિંદુએથી
આપણો કશાકમાં પ્રવેશ થઈ શકે એને?

૧૪.
એની આંખોમાં તો કોઈ બારણાં નહોતાં.
પણ
પાંપણ ઢાળીને એણે આમંત્રણ દીધું
ને
હું ક્યારે અંદર ગરકી ગયો
એની મનેય ખબર ન રહી.

– વિવેક મનહર ટેલર
(૨૮-૦૬-૨૦૧૭)


(શ્રદ્ધાના દરવાજા……                                    …ફતેહપુર સિક્રી, ૨૦૧૨)

 1. Neha’s avatar

  9, 11 ane 12 vadhu gamya

  Reply

 2. Rachna’s avatar

  Khub sundar

  Reply

 3. chintan’s avatar

  બધી જ રચના ખૂબ સરસ. 12 નંબર સર્વોત્તમ.

  Reply

 4. Sanat Trivedi’s avatar

  કેટલાક દરવાજા
  અંદરની બાજુએ
  ખૂલતા હોય છે
  ને
  આપણે
  ધક્કો માર માર કરીએ છીએ
  બહારની તરફ જ
  -Vm

  આ મને સૌથી વધુ સ્પર્શ કરી ગયું

  Reply

 5. Vidhi’s avatar

  દરવાજો છે
  એનો અર્થ જ એ છે
  કે
  એ ખોલી શકાશે.

  શક્યતાની બારીઓથી દૂર જઈને,સત્યના દરવાજા ,એ તન ના હોય કે મન ના હોય..પણ જો માણસ ખોલી શકે તો જિંદગી તરી જાય એમ લાગે છે… 🙂

  કયું બારણું
  ક્યાં લઈ જશે
  એ તો
  બારણાંનેય નથી ખબર.

  મન નું પણ બારણાં જેવું જ છે ને ગુરુ…તમારા વિચારો તમને ક્યારે અને ક્યાં લઇ જશે એ પણ કોઈને ક્યાં ખબર હોય છે? 🙂

  બહારનું અે બારણું
  તો
  અંદરનું ?

  અજવાળું…

  આખેઆખી ભીંત તોડવાની પયગંબરી
  કંઈ બધાના નસીબમાં હોતી નથી
  આપણે તો
  ભીંતમાં
  એક બારણું કરી શકીએ
  તોય ઘણું..

  સાચી વાત છે.દિલ નામ ની ભીંત તોડવાની પયગંબરી બધા ન કરી શકે… પણ બધા એ ભીંત માં પ્રેમના બારણાં જરૂર કરી શકે…(કરવા ધારે તો માણસ બધું કરી શકે બસ ધરવું પડે.) 🙂

  દરવાજો ખોલો જ નહીં
  ત્યાં સુધી
  ગમે એટલી કોશિશ
  ક્મ ન કરો,
  બહાર જઈ શકાતું નથી

  સાચે …નજર હોય,જીવન હોય કે દિલ …દરવાજા ખોલો તો જ બહાર જવાય…કોશિશ કરનેવાલોં કી હાર નહીં હોતી… 🙂

  બધા દરવાજામાં
  આગળા હોતા નથી
  ને હોય તોય
  બધા મારેલા હોય એ જરુરી નથી
  પણ
  ક્યારેક
  આગળો શોધવામાં ને શોધવામાં
  આપણે બારણું ખોલવું જ ભૂલી જતાં હોઈએ છીએ.

  હા…જીવન અને મરણ વચ્ચે પ્રેમ નામનું બારણું બધા નથી ખોલી શકતા…

  બારણું
  કયા લાકડાનું, કે પ્લાસ્ટિકનું બનેલું છે
  એની સાથે
  એ ક્યા લઈ જાય છે
  એને શું લાગે વળગે ?

  yes ,૩૦૦ રૂપિયા ની વોચ પહેરો કે ૩૦૦૦ ની… કિંમત તો સમય ની છે વોચ ની નહીં…

  કેટલાક દરવાજા
  અંદરની બાજુએ
  ખૂલતા હોય છે
  ને
  આપણે
  ધક્કો માર માર કરીએ છીએ
  બહારની તરફ જ.

  જેમ ,આ મન છે કે માણેકશાની ચટાઈ
  બને દહાડે, રાતે ઊખડતું રહે છે! એમ જ ને?

  ચિત્રમાંના દરવાજા
  ગમે એટલા સુંદર
  કેમ ન હોય
  એ ક્યાંય લઈ જતાં નથી..

  ચિત્ર અને સપનું આમ તો સરખા નેગુરુ…જેમ છોકરીઓને સપના માં રાજકુમાર આવે ને લઇ જાય ….પણ ક્યાં લઇ જાય એ કોઈને ખબર નથી…(ખી ખી ખી ખી)

  બારણું ખોલીએ
  ત્યારે જે કિચૂડાટ થાય છે

  મિજાગરાનો અવાજ નથી
  કપાયેલા ઝાડનું આક્રંદ હોય છે.

  જેમ હસતું મોં રાખીને સાવ લીલાં પાન સૌ એક પછી એક ખેરવવાનું…. 🙂

  દરવાજો દરવાજો છે.
  એ ખોલીને
  આગળ વધવાનું હોય છે.
  દરવાજાના પ્રેમમાં પડી જનારા
  ક્યાં ઉંબરા
  ક્યાં બારસાખ
  ક્યાં આગળા બની જતા હોય છે.

  હા જેમ પાણી ઠંડક ના પ્રેમ માં પડી બરફ થઇ જાય એમ…
  તારે જવું છે કે નહીં, નિર્ધાર કરી દે,
  દીવાલ મટી જાતને તું દ્વાર કરી દે…

  ભીંતના જેટલા ભાગમાં
  શક્યતાઓ ભરી પડી હોય છે
  એને દરવાજો કહૈ છે..

  જેમ તમે કહો છો કે ,
  દીવાલો ફાડીને જો પીપળો ઊગી શકે છે તો
  કદી શું કોઈ મોસમમાં નહીં પર્ણાય આ ઠૂંઠું ? !

  દરવાજો તમે કોને કહો છો?
  ક્યાંક જવા-આવવા માટેની
  લાકડાની ખોલ-બંધ થઈ શકે એવી વ્યવસ્થાને?
  કે જે બિંદુએથી
  આપણો કશાકમાં પ્રવેશ થઈ શકે એને?

  એને કે …જે નજર નામ ના બિંદુ થી દિલ નામના સિંધુ માં પ્રવેશ થઇ શકે એને….:-)

  એની આંખોમાં તો કોઈ બારણાં નહોતાં.
  પણ
  પાંપણ ઢાળીને એણે આમંત્રણ દીધું
  ને
  હું ક્યારે અંદર ગરકી ગયો
  એની મનેય ખબર ન રહી.

  અવ્વાવરૂ ખંડેરની ઝીણી-ઝીણી જાળીમાં સૂરજ જેમ હળવેથી પેસે,
  બસ, મારામાં એમ તું પ્રવેશે… 🙂

  I love the rendition of your creations Guru.

  Reply

  1. વિવેક’s avatar

   આવા અદભુત પ્રતિભાવ અને આવી વિશદ છણાવટનો તો શું પ્રત્યુત્તર આપી શકાય?

   નિરુત્તર… નિઃશબ્દ છું, પ્રિય દોસ્ત…

  2. Aasifkhan’s avatar

   વાહ વાહ વાહ વાહ
   ખૂબ સરસ

   Reply

  3. Chetna Bhatt’s avatar

   શું વાત છે.. Last one is the best..

   Reply

  4. વિવેક’s avatar

   આભાર દોસ્તો….

   Reply

  5. jayshree’s avatar

   test comment to check if this is level 1 or level 2 (reply)

   Reply

Reply

Your email address will not be published. Required fields are marked *