એક ચૂંટિયો તો ખણ!

(એક ચૂંટિયો તો ખણ….                                            ….જુરોંગ બર્ડ પાર્ક, સિંગાપુર, ૨૦૧૬)

*
તું દૂર થાતી જાય છે એ વાત હું જાણું છું, પણ…
હું હાથ લંબાવી અડી શકતો’તો, તું ક્યાં છે એ જણ?

હા, કૈંક છે જેના લીધે સગપણનું થઈ ગ્યું છે મરણ,
વ્યક્તિ મટી તું ધીમેધીમે થઈ રહી છે સંસ્મરણ.

જે વારતા બટકી ગઈ એને લખીને શું કરું?
કાગળ ઉપર મેં જાત મૂકી ને તરત જન્મ્યું કળણ.

ચાલે નહીં એવી કલમ લઈને હવે હું જઈશ ક્યાં?
અ-ક્ષરશીશીમાંથી જીવન સરકી રહ્યું છે કણ-બ-કણ!

નિઃશ્વાસ છાતીમાં ભરું છું કે ભરુ છું શ્વાસને?
આવી ઊભી છે આ સમજની પારથી ઊગેલી ક્ષણ.

ને હા, હજી પણ શ્વાસની આવાગમન ચાલુ જ છે?
વિશ્વાસ બેસે, કમ સે કમ તું આવી એક ચૂંટિયો તો ખણ!

– વિવેક મનહર ટેલર
(૧૧-૦૪-૨૦૧૭)


(એય…. આ બાજુ તો જો….                        …સ્ટ્રિક્ડ લાફિંગ થ્રશ @ કૌસાની, ઉત્તરાખંડ, ૨૦૧૭)

16 thoughts on “એક ચૂંટિયો તો ખણ!

  1. અ-ક્ષરશીશીમાંથી જીવન સરકી રહ્યું છે કણ-બ-કણ!
    હ્રદયસ્પર્શી !!!

  2. જે વારતા બટકી ગઈ એને લખીને શું કરું?
    કાગળ ઉપર મેં જાત મૂકી ને તરત જન્મ્યું કળણ.

    ને હા, હજી પણ શ્વાસની આવાગમન ચાલુ જ છે?
    વિશ્વાસ બેસે, કમ સે કમ તું આવી એક ચૂંટિયો તો ખણ!

    Kya baat… waah

  3. ને હા, હજી પણ શ્વાસની આવાગમન ચાલુ જ છે?
    વિશ્વાસ બેસે, કમ સે કમ તું આવી એક ચૂંટિયો તો ખણ!

    – વિવેક મનહર ટેલર- આહા

  4. નખશીખ સુંદર ગઝલ…

    ક્ષણ અને સ્મરણની કશ્મકશની વચ્ચે પણ ‘ એક ચૂંટિયો તો ખણ!’ ની મનગમતી મઝાની રોમેન્ટિક આશા…

    વાહ કવિમિત્ર..સંવેદનાનું સરસ નક્શીકામ..સલામ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *