તું આવે જો સાથે

IMG_2555
(હોવાને પેલે કાંઠે…            …બેકવૉટર્સ, અલેપ્પી, ૧૦-૧૨-૨૦૧૬)

*

તું આવે જો સાથે
એકલતા આ હલેસીએ હોવાને પેલે કાંઠે…

પેલે કાંઠે રાહ તાકતી બેઠી દુનિયા આખી,
એકલતા સોંપી દઈ એને પરત આવીએ ભાગી;
ભાર આપણ બે સિવાયનો રહે ન આપણ માથે,
એકલતા આ હલેસીએ હોવાને પેલે કાંઠે…

જીવતરની હોડીમાં મોટું કાણું એક કરીને
ડૂબી જઈએ, ચાલ, હોવાની નદીના તળિયે,
શ્વાસ બચ્યા જે થોડા, વીતે એ રીતે સંગાથે.
એકલતા આ હલેસીએ હોવાને પેલે કાંઠે…

– વિવેક મનહર ટેલર
(૧૭-૧૧-૨૦૧૬)

IMG_2443
(જીવતરની હોડી…            …બેકવૉટર્સ, અલેપ્પી, ૧૦-૧૨-૨૦૧૬)

23 thoughts on “તું આવે જો સાથે

 1. જીવતરની હોડીમાં મોટું કાણું એક કરીને
  ડૂબી જઈએ, ચાલ, હોવાની નદીના તળિયે,
  ……….
  હલેસીએ આ એકલતા હોવાને પેલે કાંઠે
  Waaaahhhh

  H

 2. ‘હોવાને પેલે કાંઠે’….વાહ…!
  અસ્તિત્વ/હયાતીની સાથે આવી પડતી એકલતાને દૂર કરવાના ભિન્ન ભિન્ન પ્રયત્નો સતત કરતાં રહેવું એ જ જીવનને માણવાની સાચી રીત છે.
  મઝાનો સંદેશ આપતું સુંદર ગીત.

 3. સાહેબ….રિવ્યુ અમરો બહુમુલ્ય નૈં પરંતુ તમારી કવિતાનો આસ્વાદ જ બહુમુલ્ય છે…
  વીતે એ સંગાથે…ખુબ મસ્ત લાઈન

 4. ડૂબી જઈએ, ચાલ, હોવાની નદીના તળિયે
  ..

  વાહ! અદભુત👌👌

 5. જીવતરની હોડીમા એક મોટુ કાણુ એક કરીએ

 6. જીવતરની હોડીમા ………

  બહુ જ સુન્દર …

 7. એકલતા આ હલેસીએ હોવાને પેલે કાંઠે… વાહ!

Comments are closed.