(હોવાને પેલે કાંઠે… …બેકવૉટર્સ, અલેપ્પી, ૧૦-૧૨-૨૦૧૬)
*
તું આવે જો સાથે
એકલતા આ હલેસીએ હોવાને પેલે કાંઠે…
પેલે કાંઠે રાહ તાકતી બેઠી દુનિયા આખી,
એકલતા સોંપી દઈ એને પરત આવીએ ભાગી;
ભાર આપણ બે સિવાયનો રહે ન આપણ માથે,
એકલતા આ હલેસીએ હોવાને પેલે કાંઠે…
જીવતરની હોડીમાં મોટું કાણું એક કરીને
ડૂબી જઈએ, ચાલ, હોવાની નદીના તળિયે,
શ્વાસ બચ્યા જે થોડા, વીતે એ રીતે સંગાથે.
એકલતા આ હલેસીએ હોવાને પેલે કાંઠે…
– વિવેક મનહર ટેલર
(૧૭-૧૧-૨૦૧૬)
જીવતરની હોડીમાં મોટું કાણું એક કરીને
ડૂબી જઈએ, ચાલ, હોવાની નદીના તળિયે,
……….
હલેસીએ આ એકલતા હોવાને પેલે કાંઠે
Waaaahhhh
H
સરસ!
ખૂબ સુંદર…
Waaah !
‘હોવાને પેલે કાંઠે’….વાહ…!
અસ્તિત્વ/હયાતીની સાથે આવી પડતી એકલતાને દૂર કરવાના ભિન્ન ભિન્ન પ્રયત્નો સતત કરતાં રહેવું એ જ જીવનને માણવાની સાચી રીત છે.
મઝાનો સંદેશ આપતું સુંદર ગીત.
સાહેબ….રિવ્યુ અમરો બહુમુલ્ય નૈં પરંતુ તમારી કવિતાનો આસ્વાદ જ બહુમુલ્ય છે…
વીતે એ સંગાથે…ખુબ મસ્ત લાઈન
વાહ ખુબ સુંદર વિચાર👌👌👌
ડૂબી જઈએ, ચાલ, હોવાની નદીના તળિયે
..
વાહ! અદભુત👌👌
Keep it up!!!!! Khub saras
આાહહઆ.. ખુબ સરસ.. મજાનુ ગીત.. તું આવે જો સાથે..
ખૂબ સરસ !!!!!
Nice one
વાહ
बहुत ही सुंदर
વાહ સર….
સુંદર કાવ્ય
સરસ ગીત
અભિનંદન
Khub hradaysparshi
જીવતરની હોડીમા એક મોટુ કાણુ એક કરીએ
જીવતરની હોડીમા ………
બહુ જ સુન્દર …
એકલતા આ હલેસીએ હોવાને પેલે કાંઠે… વાહ!
હોવાને પેલે કાંઠે… sa ras.
પ્રતિભાવ આપનાર તમામ દોસ્તોનો ખૂબ ખૂબ આભાર….