ગોઠે ન ગોઠે

Sun by Vivek Tailor
(સૂરજની વચ્ચે….    ….જયસમંદ તળાવ, રાજસ્થાન, ૨૧૦૧૪)

*

મને સઘળી પીડા પડી ગઈ છે કોઠે,
ભરો પ્યાલી, લાવો, હું માંડું છું હોઠે.

આ સ્મિતની પછીતે મેં દાટ્યું છે શું શું ?
બતાવું પણ એ તમને ગોઠે ન ગોઠે.

ફરું દરબદર આંસુનું પાત્ર લઈને
અને રાતે પાછો વળું નરણે કોઠે.

હૃદય નામનું સાવ નાનું-શું પ્રાણી,
ને શું શું ભરાઈ પડ્યું એની પોઠે !

હું સાવ જ સૂરજ વચ્ચે આવી પડ્યો છું,
હવે ક્યાં જવું ? ને બચું કોની ઓઠે ?

લખી લો, આ સૌ મારા જીવતરનાં પાનાં,
લખ્યાં છે યકિનન ગમારે કે ઠોઠે.

– વિવેક મનહર ટેલર
(૨૮-૧૦-૨૦૧૫)

*

sunset by Vivek Tailor
(ઉતરતી સાંજના ઓળા….            …આલ્બર્ટ હૉલ, જયપુર, ૨૦૧૪)

 1. સુનીલ શાહ’s avatar

  કફિયાની તાજગીએ ગઝલને ઓર સુંદરતા બક્ષી
  છે. અભિનંદન વિવેકભાઈ

  Reply

 2. Vipul’s avatar

  Very good. ..સરસ કાફિયા

  Reply

 3. Hemang Joshi’s avatar

  વાહ…ચુસ્ત કાફિયા…સુંદર ગઝલ..!!

  Reply

 4. Maheshchandra Naik’s avatar

  સરસ ગઝલ,સરસ પ્રયોગ.. અભિનદન………

  Reply

 5. Rekha Shukla’s avatar

  નરણે કોઠે….
  હૃદય નામનું સાવ નાનું-શું પ્રાણી,
  ને શું શું ભરાઈ પડ્યું એની પોઠે !
  વાહ વાહ …મસ્ત !!

  Reply

 6. મીના’s avatar

  વાહ!

  Reply

 7. Pankaj Vakharia’s avatar

  બધા જ શેર સારા થયા છે.’ માંડુ છું ‘ને બદલે
  માંડી દઉં હોઠે વધુ યોગ્ય લાગે

  Reply

 8. NARESH SHAH’s avatar

  Sunder kavita Vivek-bhai.

  Tame bhale kaho, pan jivatar na paana

  lakhava-valo V M TAILOR na to gamaar chhe

  ke na to thoth chhe. Many THANKS.

  Reply

 9. Anil Chavda’s avatar

  ક્યા બાત હૈ….
  કવિતા ભાવકને ગોઠી જાય તેવી છે…

  Reply

 10. harish vyas’s avatar

  Tamari rchna khubj Sunder chhe

  Reply

 11. Poonam’s avatar

  લખી લો, આ સૌ મારા જીવતરનાં પાનાં,
  લખ્યાં છે યકિનન ગમારે કે ઠોઠે.

  – વિવેક મનહર ટેલર Kya baat…

  Reply

 12. વિવેક’s avatar

  @ પંકજ :

  “માડું છું”ની જગ્યાએ “માંડી દઉં” કરવા જઈએ તો છંદ-ભંગ થાય છે…

  Reply

 13. વિવેક’s avatar

  ત્રીજા શેરમાં અભિવ્યક્તિ ત્રીજા પુરુષ એકવચનને બદલે પ્રથમ પુરુષ એકવચન – એ રીતે ફેરફાર કર્યો છે… આ ફેરફાર સૂચવવા બદલ ડૉ. ભાસ્કર વખારિયાનો ઋણસ્વીકાર કરું છું.

  મૂળ શેર :
  ફરો દરબદર આંસુનું પાત્ર લઈને
  અને રાતે પાછા વળો નરણે કોઠે.

  ફેરફાર પછી :
  ફરું દરબદર આંસુનું પાત્ર લઈને
  અને રાતે પાછો વળું નરણે કોઠે.

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *