છૂટી શકું તો બસ

Sea-eagle
(તીખી નજર…            ….બ્રાહ્મણી કાઈટ, દેવબાગ, કર્ણાટક, નવે- ૨૦૦૮ )

એક તારી ગડમથલમાંથી છૂટી શકું તો બસ !
અડધી લખી ગઝલમાંથી છૂટી શકું તો બસ…

હું ‘હું છું’ના અમલમાંથી છૂટી શકું તો બસ,
જગની ભૂંડી નકલમાંથી છૂટી શકું તો બસ.

મારા સમયના વક્ષમાં હરપલ જે ખૂંચે છે,
એક જ એ આળી પલમાંથી છૂટી શકું તો બસ.

તારા વિશેનો માર્ગ તો સીધો છે, જાણું છું;
થોડો અગલબગલમાંથી છૂટી શકું તો બસ !

આ આયનાના ગામમાં બચવું છે સહેલું ક્યાં ?
એક મારા હમશકલમાંથી છૂટી શકું તો બસ.

ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.

-વિવેક મનહર ટેલર
(૦૮-૦૯-૨૦૦૮)

છંદ-વિધાન: ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા

 1. Bhavesh Joshi’s avatar

  ખુબ સુન્દર રચના… શબ્દો નુ ગુમ્ફન પણ સરસ છે. સારુ આત્મ મન્થન પણ ખરુ !!! અભિનન્દન્…

  Reply

 2. maulik’s avatar

  બહુ સુન્દર રચના…

  હું ‘હું છું’ના અમલમાંથી છૂટી શકું તો બસ,
  જગની ભૂંડી નકલમાંથી છૂટી શકું તો બસ.

  Reply

 3. Hiral Thaker

  ખુબ સરસ.

  “હું ‘હું છું’ના અમલમાંથી છૂટી શકું તો બસ,
  જગની ભૂંડી નકલમાંથી છૂટી શકું તો બસ”

  જે હું માંથી છૂટી ગયા તે ભવ તરી ગયા.

  Reply

 4. PRAFUL THAR’s avatar

  ડૉ.શ્રી વિવેકભાઇ,
  ખૂબ જ સુંદર ગઝલ. દરેકે દરેકે લિટીઓમાં સારો મર્મ સમાયેલો છે. સાથે સાથે તીખી નજરનો ફોટો પણ મસ્ત છે.
  લી.પ્રફુલ ઠાર

  Reply

 5. bHARATpANDYA’s avatar

  સુંદર્.તમે ગઝલમા વધુ જામો છો.
  શાંતીથી બેસી વાંચવાની અને સમજવાની ગઝલ્.

  Reply

 6. ડો.મહેશ રાવલ’s avatar

  વાહ કવિ!
  પણ મુશ્કેલી એ છે કે,છૂટી શકાય છે જ ક્યાં?
  તર્કના સમર્થન માટે પ્રતિકો સુંદર પ્રયોજાયા છે હો!
  -અભિનંદન મીત્ર.

  Reply

 7. સુરેશ જાની’s avatar

  ખરેખર છુટવું જ છે? ‘ બની આઝાદ ‘ વાંચો …
  http://gadyasoor.wordpress.com/2008/08/08/bani_azad_1/

  Reply

 8. indravadan gvyas’s avatar

  આફ્રીન !પ્રત્યેક પંક્તિ ભાવવાહી,ગંભીર, અર્થસભર લાગીચાર પંક્તિઓ
  ખુબ ગમી..
  હું ‘હું છું’ના અમલમાંથી છૂટી શકું તો બસ,
  જગની ભૂંડી નકલમાંથી છૂટી શકું તો બસ.

  મારા સમયના વક્ષમાં હરપલ જે ખૂંચે છે,
  એક જ એ આળી પલમાંથી છૂટી શકું તો બસ.

  ડો.મહેશભાઈ સાથે હું સહમત છું. છુટી જવાય તે પણ કદાચ ન જચે….

  Reply

 9. હેમંત પુણેકર’s avatar

  વિવેકભાઈ,

  આપે “છૂટી શકું તો બસ” જેવા બંધનકારક રદીફ સાથે “અલ” જેવો બંધનકારક કાફિયાનો આધાર લઈને જે જમીન નક્કી કરી એ ઘણી તંગ છે. આવી જમીન પર આપે કરેલું કામ સરસ છે. આ શેર ખાસ ગમી ગયાં:

  એક તારી ગડમથલમાંથી છૂટી શકું તો બસ !
  અડધી લખી ગઝલમાંથી છૂટી શકું તો બસ…

  મારા સમયના વક્ષમાં હરપલ જે ખૂંચે છે,
  એક જ એ આળી પલમાંથી છૂટી શકું તો બસ.

  ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
  ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.

  ફક્ત “માંથી” ને લલ માપમાં લીધેલ છે એ જરા ખૂંચે છે.

  Reply

 10. પંચમ શુક્લ’s avatar

  આટલી સરસ ગઝલને છંદના સકંજા{માંથી} આબાદ રીતે છોડાવી શક્યા છો. અભિનંદન મિત્ર.

  એક શેર મારા તરફથી,

  ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા

  ‘ગાગાલગા’ની બહાર નિરાકાર છંદ છું,
  આ છૂટ કેરા છલમાંથી છૂટી શકું તો બસ.

  Reply

 11. pragnaju’s avatar

  સુંદર
  આ પંક્તીઓ ખૂબ ગમી
  હું ‘હું છું’ના અમલમાંથી છૂટી શકું તો બસ,
  જગની ભૂંડી નકલમાંથી છૂટી શકું તો બસ.
  યાદ આવી
  અહીં ‘હું જીવી રહ્યો છું’ ના જાહેર ચોકમાં
  ક્યારેક ‘તું નથી’ ની હવા સંભળાય છે

  Reply

 12. raeesh maniar’s avatar

  તારા વિશેનો માર્ગ તો સીધો છે, જાણું છું;
  થોડો અગલબગલમાંથી છૂટી શકું તો બસ !

  ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
  ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.

  આખી ગઝલ સારી છે. આ બે શેર ખૂબ ગમ્યા. અગલ બગલ અને ક્ષણભર શબ્દો સુંદર રીતે વપરાયા છે. છંદદોષ અસહ્ય નથી, પણ છે તો ખરો જ. રદીફ કાફિયાની સુંદર જમીન ગોઠવાઇ ગઇ હોય ત્યારે આવડો નાનકડો છંદદોષ નિભાવી લેવાનું મન થાય એ સ્વાભાવિક છે.

  Reply

 13. ઊર્મિ’s avatar

  એક તારી ગડમથલમાંથી છૂટી શકું તો બસ !

  વાહ… ક્યા બાત હૈ !

  તારા વિશેનો માર્ગ તો સીધો છે, જાણું છું;
  થોડો અગલબગલમાંથી છૂટી શકું તો બસ !

  આખી ગઝલ સ-રસ છે… પણ આ શેર ખૂબ જ ગમ્યો…!

  Reply

 14. ઊર્મિ’s avatar

  આ વખતે ઘણા સમયે ગઝલ આપી એ જરા વધુ ગમ્યું…! 🙂

  Reply

 15. urvashi parekh’s avatar

  સરસ અને અર્થસભર..
  ભગવાન ને પ્રાર્થના કરીએ કે,
  આ બધામાં થી છુટી શકાય તો સારુ,લાગશે કે સોનામાં સુગંધ ભળે..

  Reply

 16. Meena Chheda’s avatar

  છૂટી શકું તો બસ….

  આ કોણ ક્યાંથી છૂટવાની વાત કરે છે?
  માનવ સતત છૂટવાની વાત કરતો રહ્યો છે અને એટલો જ બંધાતો રહ્યો છે, અને આ જ માનવ છે જે પોતાની જાત સાથે જ બંધાયેલો હોય છે બાકી તો દેખાવ માત્ર હોય છે જેની કદાચ એંણે નોંધ પણ લીધી નથી હોતી.
  આવા આ માનવના છૂટી શકવાના કહેવાતા ફાંફાને સરસ રીતે પ્રગટ કર્યા છે.

  Reply

 17. Dr.Hiteshkumar M.Chauhan’s avatar

  જય શ્રીકૃષ્ણ ડો.વિવેકભાઈ

  સરસ ગઝલ્.

  ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
  ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.

  Reply

 18. ધવલ’s avatar

  હું ‘હું છું’ના અમલમાંથી છૂટી શકું તો બસ,
  જગની ભૂંડી નકલમાંથી છૂટી શકું તો બસ.

  – સરસ

  Reply

 19. Bhula Bhai’s avatar

  મારા સમયના વક્ષમાં હરપલ જે ખૂંચે છે,
  એક જ એ આળી પલમાંથી છૂટી શકું તો બસ
  Very Good Meaning In This gazal About Detachment And Continius Coscience Surrender To My Higher Power. Thanks

  Reply

 20. સુનિલ શાહ’s avatar

  લાં…બી રાહ જોવડાવ્યા પછી ખૂબ સુંદર ગઝલ.
  કાફિયા, પ્રતિકોનો સુદર સમન્વય. તમારી ગઝલોમાં છંદ વૈવિધ્ય પણ બખૂબી દેખાય છે. અભિનંદન

  Reply

 21. kanti Vachhani’s avatar

  આ આયનાના ગામમાં બચવું છે સહેલું ક્યાં ?
  એક મારા હમશકલમાંથી છૂટી શકું તો બસ.

  બહુજ સરસ ભાવ વ્યક્ત કર્યો છે

  Reply

 22. kaushik’s avatar

  hello sir… kem cho..? sir tamari rachanao aaje vanchi, khubaj gami mane… kharekhar khubaj saras che…

  Reply

 23. Govind Maru’s avatar

  હું ‘હું છું’ના અમલમાંથી છૂટી શકું તો બસ,
  જગની ભૂંડી નકલમાંથી છૂટી શકું તો બસ.
  – ખુબ સરસ અને અર્થસભર ગઝલ…
  અભીનંદન….

  Reply

 24. naraj’s avatar

  સુંદર ગઝલ …………….

  Reply

 25. Sudhir Patel’s avatar

  બહુ સારી રીતે રદીફ-કાફિયાને નિભાવતી સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

  Reply

 26. Ankita’s avatar

  બરાબર આ બ્રાહ્મણી કાઈટના પન્જામાં ફસાયેલા શિકારીની મનોવ્યથા ,,,…….છૂટી શકું તો બસ!!!

  Reply

 27. rajgururk’s avatar

  અતિ સુન્દેર ગજલ્ અચિનનદન્

  Reply

 28. ALPESH H. BHAKTA’s avatar

  સુંદર ગઝલ, અભિનંદન,

  ડો.મહેશભાઈ અને ઇન્દ્રવદનભાઈ સાથે હું પણ સહમત છું. છુટી જવાય તે પણ કદાચ ન જચે.

  Reply

 29. Harnish Jani’s avatar

  મને નીચેની પઁક્તિઓ ગમી.

  આ આયનાના ગામમાં બચવું છે સહેલું ક્યાં ?
  એક મારા હમશકલમાંથી છૂટી શકું તો બસ.

  Reply

 30. Kishore Modi’s avatar

  નવીન રદીફ-કાફિયાવાળી સુંદર ગઝલ

  Reply

 31. P Shah’s avatar

  રદીફ અને કાફિયા ખૂબ ગમ્યા.
  ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
  ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.
  ખૂબ જ અર્થસભર ગઝલ થઈ છે.
  અભિનંદન !

  ગઈ ક્ષણમાંથી હર ક્ષણે છૂટી શકાય છે
  પણ વીતી વાતમાંથી ક્યાં છૂટી શકાય છે.

  Reply

 32. Gaurang Thaker’s avatar

  તારા વિશેનો માર્ગ તો સીધો છે, જાણું છું;
  થોડો અગલબગલમાંથી છૂટી શકું તો બસ !

  સરસ શેર અભિનદન્…વાહ્.

  Reply

 33. દક્ષેશ’s avatar

  ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
  ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.

  ગઈકાલના એટલે કે વીતેલા વખતના સંકલ્પ-વિકલ્પો આજના કર્મો બને છે અને એના સકંજામાંથી છૂટવાનું …. ઉંડા અર્થથી ભરેલ આ સુંદર શેર ખાસ ગમ્યો.

  Reply

 34. Bharat Pandya’s avatar

  આળી પળ પણ આપડે જ ઉભી કરેલી ને ? કેમ છુટી શકાય્ ?

  હા પસ્તવો વિપુલ ઝરણુ, સ્વર્ગથી ઉતર્યુ જે
  પાપી તેમા ડુબકી દૈ ને પુન્યશાળિ બને છે.

  બાકી તમે સામાન્ય માણસ ની ગડમથલ ખુબ સરસ રીતે લખી છે.

  “I” સાલો હંમેશા કેપિટલજ રહે છે.

  ને આજકાલ લોકો ને આડે માર્ગેજ ચાલવાની આદત પડી ગૈ છે !

  Reply

 35. Vijay Bhatt( Los Angeles)’s avatar

  આ આયનાના ગામમાં બચવું છે સહેલું ક્યાં ?
  એક મારા હમશકલમાંથી છૂટી શકું તો બસ.

  વાહ્!

  ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
  ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.

  બહુત ખુબ્!!!

  Reply

 36. ભાવના શુક્લ’s avatar

  પહેલા “છૂટકો છે!!” અને હવે “છૂટી શકુ તો બસ!!” ગઈકાલે આજનુ ગળું આખરે ટૂંપ્યુ જ…
  ………………………………………
  સુંદર શબ્દોમા ભાવ નિરુપતી એક વધુ ઉત્તમ ગઝલ..

  Reply

 37. બંકિમ’s avatar

  આખી ગઝલ બહુ ગમી.વાહ!

  Reply

 38. satish’s avatar

  અતિ સુદર્

  Reply

 39. Maheshchandra  Naik’s avatar

  છૂટી શકવાની વાત સારી લાગે છે પણ એમ છૂટી શકાય છે ક્યા? અને એની જ મઝા-આનન્દ છે, એ જ જીવન છે, એક જ વાર કાયમને માટે છુટી જઈએ એ જ સાચુ છુટ્યા કહેવાય ખરુને????

  Reply

 40. Govind Maru’s avatar

  સુંદર ગઝલ.
  અભીનંદન….

  Reply

 41. Pinki’s avatar

  છૂટી શકું તો બસ !……

  રદ્દીફ વાંચીને જ હાશકારાની લાગણી થઈ આવે … !!

  આ આયનાના ગામમાં બચવું છે સહેલું ક્યાં ?
  એક મારા હમશકલમાંથી છૂટી શકું તો બસ.

  best one ……!!

  ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
  ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ. – nice gazal

  Reply

 42. યશવંત ઠક્કર’s avatar

  વિવેકભાઈ, રવિવારની શુભ પ્રભાત. સમગ્ર ગઝલ માણી.સાથે સાથે મિત્રોના પ્રતિભાવો થકી પણ ઘણું જાણવા મળ્યું. ધન્યવાદ.

  Reply

 43. *KHUSHI*’s avatar

  વહ અહિ તો મને ગઝલ નો ખજાનો મલિ ગયો.. સુન્દર ગઝલ માત આભર્

  Reply

 44. sagarika’s avatar

  સરસ ગઝલ

  Reply

 45. rekha joshi’s avatar

  દડમજલ એટલે?છુટીને ક્યાં જશો?

  Reply

 46. jayendra shekhadiwala’s avatar

  ગઝ્લ કેમ કરી મૉક્લવી !!!!

  Reply

 47. SHILVA BHARATKUMAR D’s avatar

  ગઝ્લ કેમ મોક્લવિ?

  Reply

 48. મીના છેડા’s avatar

  ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
  ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *