મરૂભૂમિ, જેસલમેર-2004
એક સૂકાયેલાં રણની વાત છે,
એક મડદાના મરણની વાત છે.
ઝૂલ્ફના ચિત્તા સમા ગર્જન થકી,
દિલના થીજી ગ્યાં હરણની વાત છે.
મસ્ત નેણાં ના નકારે પાશ થઈ
બાંધી દીધેલાં ચરણની વાત છે.
પણ’ કહીને જ્યાં તમે અટકી ગયાં,
આંસુંભીની એ જ ક્ષણની વાત છે.
આંસુંના સિક્કા,ગમોની નોટ છે,
પ્યારના નવલાં ચલણની વાત છે.
શબ્દનું ડગ એક ને મંજિલ આ લ્યો
હોઠ ત્યાં થઈ ગ્યાં કળણની વાત છે.
- વિવેક મનહર ટેલર

1 comment
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/34/trackback/
March 19, 2007 at 12:29 pm
sagarika
કેવી અસરકારક વાત છે,’એક સૂકાયેલાં રણની વાત છે,
એક મડદાના મરણની વાત છે.’