શબ્દો છે મારાં શ્વાસ અને કાવ્ય પ્રાણ છે

શબ્દો છે મારાં શ્વાસ અને કાવ્ય પ્રાણ છે,
ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.

સિદ્ધાર્થમાંથી હર ક્ષણે ગૌતમ બનું છું હું,
લોહીનું શબ્દે-શબ્દે કલમમાં પ્રયાણ છે.

ઇંદ્રિયના આ ઢોરને કાબૂમાં કરશો કેમ?
દરવાજા છોને બંધ હો, ખુલ્લી ગમાણ છે.

અણઆવડતનું બહાનું હવે કેમ કાઢશો?
ઊભા છો જ્યાં આ પાણી તો ઢીંચણસમાણ છે.

બોલે જો હોઠ જૂઠું, સીધું આંખમાં જુઓ,
વર્ષો જૂનો ઇલાજ છે પણ રામબાણ છે.

બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે.

ડૉ. વિવેક મનહર ટેલર

 1. Pankaj’s avatar

  સિદ્ધાર્થમાંથી હર ક્ષણે ગૌતમ બનું છું હું,
  લોહીનું શબ્દે-શબ્દે કલમમાં પ્રયાણ છે.

  kavi kavita ma lohi nichave tyaare j saari rachana thaay chhe. Siddharth na mahabhinishkraman ne sundar rite saankali lidho chhe.

  Reply

 2. ધવલ’s avatar

  બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
  આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે.

  I like this one !

  Reply

 3. Suresh’s avatar

  ધવલભાઇની જેમ મને પણ એ બે કડીઓ ઘણી ગમી. જીવનના stress ને આ રીતે જોવાની રીત સૌએ અપનાવવા જેવી છે.
  ‘પછી’ ના સ્થાને ‘ભલે’ મુકીએ તો વધારે સારો ભાવ પ્રગટે છે.
  આખા બ્લોગને આ નામ આપીને તમે સૌ કાવ્ય રસિકોને સુંદર પ્રેરણા આપી છે.
  હવે ખબર પડી કે કવિતા કેમ આટલી બધી મને ગમે છે.

  Reply

 4. drb_parasana’s avatar

  વિવેક ભ ઇ આ ગઝલ નિ

  Reply

 5. drb_parasana’s avatar

  વિવેક્ભાઇ આ ગઝલ ની પ્રસન્શા માટે મારી પાસે પુરતા શબ્દો નથી

  Reply

 6. shraddha’s avatar

  mind bloing, that was oasam, i had first time visited this site and now i can say i mthe one of the biggest friend of it. i never read trhis typeof gazals before.

  Reply

 7. kanchankumari parmar’s avatar

  ઘોળિ મન ઢોળિયુ કાગળ પર ;છોકરાઓ કહે છે મમ્મિ નુ આ પાગલપ્ણ; મારે મન આ પાગલપણ નહિ પણ તેમાથિ છુટવાનુ શાણપણ…….

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *