(ફ્યુઝન પોએટ્રી) પહેલી મુલાકાત…

P6090171
(સપનાં અનલિમિટેડ…..                               …લદાખી કન્યા, 2013)

*

(ગઝલ-સૉનેટ)

થોડાં સપનાં, થોડી ઇચ્છા, થોડી વાતો લાવી છું,
હાથ ભલે ખાલી લાગે પણ કંઈ સોગાતો લાવી છું.
પાળી-પોષી જીવની માફક પળ-પળ જે ઉછેર્યાં છે,
એંઠાં બોર સમાં એ એક-એક દિ’ ને રાતો લાવી છું.
ફેસબુક-વૉટ્સએપ-ફોનની પેલી બાજુ તું જડશે કેવો?
રંગ કલ્પનાઓનો વાસ્તવથી ચડિયાતો લાવી છું.
પાગલ-શાણી, શાંત-ત્સુનામી, નિર્ભીક-ભીરુ-શરમાતી,
એક જાતની ભીતર જાણે કેટલી જાતો લાવી છું.

પણ શું સઘળું લઈ આવવામાં હું શું સાચે ફાવી છું?
કે તારી સામે હું બિલકુલ ખાલી હાથે આવી છું?
મારાં સપનાં, મારી ઇચ્છા, મારી વાતો લાવી છું ?
કે હું કેવળ કલ્પન છું ને વાસ્તવ ઉપર હાવી છું ?
તું સામે આવ્યો જ્યાં હું ખુદને સાવ જ લાગી ખાલી
હું અહીંયાં આવી તો ગઈ છું પણ શું સાચે આવી છું?

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૯-૨૦૧૩)

*

ગઝલના લક્ષણો: મત્લા, રદીફ-કાફિયા, શેર, છંદ. (અષ્ટક પછી ષટકમાં આવતા ભાવપલટા માટે નવા મત્લા અને નવા રદીફ-કાફિયા)
સોનેટના લક્ષણો: પંક્તિસંખ્યા, અષ્ટક-શતકનું સ્વરૂપબંધારણ, અષ્ટક પછી ભાવપલટો, અંતિમ પંક્તિઓમાં ચોટ, છંદ (?બત્રીસો સવૈયો)

woman
(એક અને અનંત….                               ….હુડસર, નુબ્રા વેલી, મે 2013)

13 thoughts on “(ફ્યુઝન પોએટ્રી) પહેલી મુલાકાત…

  1. પાગલ-શાણી, શાંત-ત્સુનામી, નિર્ભીક-ભીરુ-શરમાતી,
    એક જાતની ભીતર જાણે કેટલી જાતો લાવી છું.

    ફરી ઉત્તમ રચના…. ગઝલ તરીકે ઉત્તમ અને સોનેટ તરીકે ઉમદા …

    તું સામે આવ્યો જ્યાં હું ખુદને સાવ જ લાગી ખાલી
    હું અહીંયા આવી તો ગઈ છું પણ શું સાચે આવી છું?

    વાહ!

  2. ફ્યુઝન પોએટ્રી અને મ્યૂઝિક પહેલાં પણ હતું અને આજે પણ છે, પરંતુ તેમાં ફર્ક એટલો જ દેખાય છે કે તે ક્રેઝ સાથે તે થોડું પોપ્યુલર થયું છે. ખાસ કરીને પોએટ્રી કરતા તેનો ‘ ફ્યુઝન’ શબ્દ વધુ પોપ્યુલર બન્યો છે.ફ્યુઝન અંગીતમાં વાજિંત્રને પીવીસી પાઇપમાંથી, માટલીમાંથી તબલાં, મણકામાંથી ઘૂઘરા અને લાકડાના બોક્સમાંથી ડ્રમ જેવા વાધ્યોને વગાડીને મંત્રમુગ્ધ કરી દેવાય છે
    તેમાં આ રચનાઓ ઘણાએ પસંદ કરી
    “બેકવોટર રાઈઝિંગ,સર્ધન પિપલ્સ કાન્ટ મેક નો ટાઈમ
    આઈ સેડ,બેકવોટર રાઈઝિંગ,સર્ધન પિપલ્સ કાન્ટ મેક નો ટાઈમ
    એન્ડ આઈ કાન્ટ ગેટ નો હીયરિંગ ફ્રોમ ધેટ મેમ્ફિસ ગર્લ ઓફ માઈન.”
    જો કે,બ્લૂઝ યાતના અને દમન સાથે જોડાયેલાં હોવા છતાં ઊર્મિગીતો હાસ્યજનક અને રસિક પણ બન્યાં છે:
    “રીબેક્કા,રીબેક્કા,ગેટ યોર બિગ લેગ્ઝ ઓફ્ફ ઓફ મી,
    “રીબેક્કા,રીબેક્કા,ગેટ યોર બિગ લેગ્ઝ ઓફ્ફ ઓફ મી,
    ઈટ મે બી સેન્ડિંગ યૂ બેબી,બટ ઈટ્ઝ વરીયિંગ ધ હેલ આઉટ ઓફ મી.”
    બિંગ જો ટર્નરની કૃતિ “રીબેક્કા”માંથી ટ્રેડિશનલ બ્લૂઝ ઊર્મિગીતોનું સંકલન,.
    આ પહેલા ફ્યુઝન પોએટ્રીમાં તમે
    વસંત ઋતુમાંય બાગ નથી બાગ, તારા પછી,
    ફૂલો, તરુવરો બધે પ્રખર આગ તારા પછી.
    મકાન ભીતરે શું, બ્હાર શું ? બધે જ છે કંટકો,
    ન ખીલું હું, ન ફીટવાનું કમભાગ તારા પછી.

    અચાનક તું આવે તો ? સતત દ્વાર ખુલ્લાં રહે,
    મહીં ધબકશે કશું અગર દ્વારને તું અડે…
    પંક્તીઓ હજુ ગુંજાયા કરે છે.
    કવિ પહેલાં વ્યક્તિ છે
    થોડાં સપનાં, થોડી ઇચ્છા, થોડી વાતો લાવી છું,
    હાથ ભલે ખાલી લાગે પણ કંઈ સોગાતો લાવી છું.
    અને પછી સિંહાવલોકનમાં ઉમેરાય…
    મારાં સપનાં, મારી ઇચ્છા, મારી વાતો લાવી છું ?
    કે હું કેવળ કલ્પન છું ને વાસ્તવ ઉપર હાવી છું ?
    તું સામે આવ્યો જ્યાં હું ખુદને સાવ જ લાગી ખાલી
    હું અહીંયા આવી તો ગઈ છું પણ શું સાચે આવી છું?
    નરસિંહ-મીરાં,દયારામ કે અખાએ ક્યારેય ગઝલ લખી નથી.પણ પ્રેમનો અભિનિવેશ સનાતન સંવેદના છે,પછી એ ઉઘાડો હોય કે ઢાંકેલો કે મંદિરની ભીંતે વળગેલો હોય,પ્રેમ અવ્યય છે.આ જે અવ્યય છે તે જ માણસ અને વસ્તુ કે સંવેદનાત્મક લાગણી વચ્ચેનાં જોડાણ વ્યક્ત કરે છે.છે.વારંવાર વપરાયેલો’ઇ’ સ્ત્રૈણ અનુભૂતિની તીક્ષ્ણતા અને બારીકી બન્ને એક સાથે રજૂ કરે છે,અભિવ્યક્ત કરે છે.
    યાદ આવે
    તૂ કહે તો મૈં ઉન્વાન બદલ દૂં, લેકિન
    એક ઉમ્ર દરકાર હૈ અફસાના બદલને કે લિયે.

  3. સરસ રજુઆત અને સોનેટની જાણકારી તથા એ અગેની વિશેશ વાત તથા વિશ્લેશ્ણ માટે આપ્નો આભાર…………………………….

  4. તું સામે આવ્યો જ્યાં હું ખુદને સાવ જ લાગી ખાલી
    હું અહીંયા આવી તો ગઈ છું પણ શું સાચે આવી છું?

    અતર ને સપર્શિ જાય તેવા સરસ શબ્દો …..

  5. થોડા વર્ષો પછી આ પળ ખુબ યાદ આવશે….હા જયારે સૌ પોત પોતાની મંજીલ પર પહુંચી ગયા હશે ને એકલતા માં સાથે ગુજારેલી ક્ષણો વળગી જશે ત્યારે બધા ના હસતા ચેહરા સામે આવી જશે ને હા આંખો ભલે ભીંજાયેલી હસે પણ કંઈક કંઇક યાદ આવતા હસી પડાશે …મારી સખીઓ નો પ્રેમ સતાવશે કે બે છેડા છે ધરતી ના તો પણ રેખાંશમાં મળીશ તુજ ને…હા મિત્રો કરી લો મજા મન મૂકી ને કેમકે જીવન માં જિંદગી મળે ના મળે…..!! સર્વે ને મીઠ્ઠી યાદ …રેખા શુક્લ

  6. જીદગી માણી લો , કલ મિલે યા ના મિલે .હર પલ જીતે ર હો !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *