ફેસિઅલ

sanam

*

પાનખર
ન અડે, ન નડે
એવી
ચાળીસ વસંતોનું ફેસિઅલ
ચહેરા પર લગાવીને તું બેઠી છે
ને,
ગુસ્તાખી માફ !
ઓટ વગરના દરિયા જેવો ઉન્માદ
મારી નસોના કિનારાઓમાં બંધાઈ રહેવાની ના પાડે છે.
સૂર્ય હવે બારીમાંથી અંદર આવવાની બદતમીઝી કરતો નથી.
રહી રહીને હવે એ સમજી ગયો છે
કે
તારા હોઠ પરનું ઝાકળ સૂકવી શકે
એવું કોઈ કિરણ
એની કને છે જ નહીં.
તારા રૂંવાઓનો ધોધમાર વરસાદ
મારી તપ્ત જમીન પર
અનરાધાર
પડતો રહે છે, પડતો રહે છે, પડતો જ રહે છે…
ને લોક સમજે છે
કે
મારા ચહેરા પર રઈશીની ચમક આવી છે !

– વિવેક મનહર ટેલર
(૦૫-૦૯-૨૦૧૪)

*

hatheLi ma lakhayeli maraN ni ghaat khoTi chhe

7 thoughts on “ફેસિઅલ

  1. ભલે જન્મદિવસ હજી હમણાંજ ગયો પણ, પ્રતિ દિન તમે પત્નીને અને પત્ની પણ તમને અનહદ પ્રેમ કરતી હોય ત્યારે ઉંમરના સીમાડા પણ ભુલાઈ જાય અને બન્નેના મોઢા ઉપર વગર પાવડર-પ્રસાધને પણ ચમક આવીજ જ જાય…….

    પત્નીને સમર્પણ એવું સુંદર કાવ્ય…..બહુ ગમ્યું…

  2. એક દમ સરસ વિવેક સર…વન્ચિ ને ગનો અનન્દ થયો…

Comments are closed.