વસંતપંચમી

Al Ain city, UAE at night
(ગામ આખામાં આગ…             …અલ ઐન સિટિ, UAE, નવે-૨૦૧૨)

*

લગ્નની ઢગલેબંધ કંકોતરીઓમાંથી એકાદી
ફેસબુક પર ઢોળાઈ અને ગામ આખામાં આગ લાગી ગઈ:
‘આજે વસંતપંચમી છે.’
અને વસંતપંચમી આવે
એટલે કવિ હોય
એણે ફરજિયાત કવિતા લખવી જ પડે.
શહેરજીવનની વિષમતા,
પ્રકૃતિ સાથેની વિસંવાદિતતા
અને સંવેદન સાથેની વિસંગતતા પર
કટાક્ષ ન કરો
ત્યાં સુધી કવિ તરીકેની તમારી સંવેદનશીલતા
સાબિત થતી નથી.
તમારું હૈયું જો સિમેન્ટ-કોંક્રિટનું
અને
ચેતાતંત્રમાં
નસોના સ્થાને આસ્ફાલ્ટની સડકો દોડતી ન હોય
તો
તમારે
ફ્લાવરવાઝમાં ગોઠવાયેલા ફૂલો કને જઈ પૂછવું જ રહ્યું
કે
તમને ખબર છે, આજે વસંતપંચમી છે ?
પણ
આ બધું
જો તમે મારી જેમ સાધનસંપન્ન કવિ હો
તો
વાતાનુકૂલિત સાઉન્ડપ્રુફ કમરામાં બેસીને
કાગળ ઉપર લખશો.

– વિવેક મનહર ટેલર
(૦૫-૦૨-૨૦૧૩, વસંતપંચમી)

*

flowers, Dubai Mall
(તમને ખબર છે?                     …દુબઈ મોલ, દુબઈ, નવે-૨૦૧૨)

15 thoughts on “વસંતપંચમી

 1. આહા… શું વાત છે કવિ?!!

  તમારે વાતાનુકૂલિત સાઉન્ડપ્રુફ કમરામાં બેસીને કવિતા ન લખવી હોય તો સાન ફ્રાન્સિસ્કો આવી જાવ. એને દુનિયાનું Naturally Air Conditioned City કહેવાય છે. અને ઘરની બાજુના પેલા ગોલ્ડન ગેટ પાર્કમાં ખોબલે ખોબલે વસંતો મહોરી છે..!!! 🙂

 2. જયશ્રીબેન સાથે સંમત છુ અને હા શિકાગોની આબોહવા જરા મિજાજી પણ ખરી…. તડકે પણ ધ્રુજારી થઈ જશે ….ને પર્ણવિહિન સોટા જેવા ઝાડવાં જોઈ ને થાશે જલ્દી પાંદડા આવી જાય તો સારું….!! તેથી અહીં તો હજૂ વસંતપંચમી ને વાર લાગશે.

 3. નકલીપણું

  ફુલે ભમરો બેઠો

  કાગળ ત્રણે

 4. વસંત ઋતુ.. કુદરતના ખોળામાં માણવી અને જે દૂર હોય એ મનના અહેસાસથી માણે.
  કવિલોક તો પોતે મનભરી રીતે રમે અને રમાડે. ડોશ્રી વિવેકભાઈની વાત પણ એટલી જ સાચી.
  આ યુગ એટલે Busy Busy and Busy.

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. if u crave u cannot be closeted in ac room but are anxious to feel the wind
  curling u and fresh flower sell overpowering u.

  stay put if your feelings are not for u but others who read u
  anil age 82

 6. Tailor shaheb,

  Kavi mate koi seema nathi a toh bas kalpana na ghoda upar savar thai ne kyen paunchi shakee… chahe a raan vistar hoy ke thandagar baraf na pahad.

  Sir, app ne kudrate special global visa apya che…..!!!!

  bas a vinenti ke shabdo dvara amara amara hiray par mitha prahar karta raho….!!!!!

 7. “તમારું હૈયું જો સિમેન્ટ-કોંક્રિટનુ
  અને
  ચેતાતંત્રમાં
  નસોના સ્થાને આસ્ફાલ્ટની સડકો દોડતી ન હોય
  તો
  તમારે
  ફ્લાવરવાઝમાં ગોઠવાયેલા ફૂલો કને જઈ પૂછવું જ રહ્યું
  કે
  તમને ખબર છે, આજે વસંતપંચમી છે ?”

  આ વેદના કૉની? માનવી ની કે કવિની?

 8. બ્યુટીફુલ અલ ઐનના સુન્દર માહોલમા વળી આ ખરી પ્રેરણા થઇ કવિશ્રી !

 9. @ કિર્તીકાન્તભાઈ:

  અલ ઐન હું ગયા નવેમ્બરમાં ગયો હતો. કવિતા એકદમ તાજી જ લખી છે…

 10. Vasant aave etle Gulmohar mohri uthe, ne saathe saathe kavi hraday pan mehki uthe chhe. I can visualize those beautiful Gulmohar trees and their beautiful colors. Miss them. Waiting for spring in Michigan

 11. આપને અને આપના સૌ સ્નેહીઓને વસંતની વધાઈ,આપનેઅભિનદન…………..

Comments are closed.