![]()
(ટેકો…. ….મહુવા, ભાવનગર, ૧૯-૦૪-૨૦૦૮)
.
એ નાનો હતો
ત્યારે મમ્મી એને ખોળામાં લઈને
ગાડીમાં આગળ
મારી બાજુની સીટ પર બેસતી.
એ થોડો મોટો થયો
એટલે અમે એને પાછળની સીટ પર
-આખી સીટ તારા એકલાની-
કહી બેસાડતાં હતાં.
પણ થોડો વધુ મોટો થયો
ત્યારે એણે જબરદસ્તીથી
મમ્મીને પાછળ બેસાડવાનું શરૂ કર્યું
અને પોતે આગળ.
કારણ કંઈ નહીં.
આખ્ખી સીટની લાલચ પણ કામ ન કરી શકી.
અમને લાગ્યું
કે એને એ.સી.ની આદત પડી ગઈ છે
અથવા
બાળકને તો આગળ બેસવાનું જ ગમે ને !
એક દિવસ બપોરે
એ અમારા બેની વચ્ચે ઘૂસ્યો,
દબાઈને સૂઈ ગયો
અને મારા ગાલ ખેંચ્યા-
-હું તમને સૌથી વધારે વહાલો છું, સમજ્યા?
-વિવેક મનહર ટેલર
(૨૨-૦૫-૨૦૦૮)
-
થોડ્ો વખત જવા દો ,ઍે ચલાવત્ો હશેને તમે બન્ને પાચ્હ્ળ નેી સેીત પર હશો.
-
hi wah wah wah nice sir
-
હુમ્મ
દોસ્ત હવે નક્કિ કરો…. કોણ સૌથી વધારે વ્હાલુ …..
-
as always, nice description……I think, this area is largely, remain largely untouched in gujarati poetries.
-
Appropriate picures acts as a icing on the cake for your poetries……in most of the cases, picures speak itself about theme.
-
-હું તમને સૌથી વધારે વહાલો છું, સમજ્યા?
કેવી સરસ અભિવ્યક્તી!
ઘણાં ખરાં અમે, કહેવાતા વડિલો પ્રેમાળ તો હોય છે જ, પણ બાળકોની વાત સાંભળવાનો સમય જ નથી!
નહીં, તો આવી મઝાની વાતો જાણવાની મળે!
અહીંની પરિસ્થિતીમાં આ ગુન્હાહીત છે!અમારે ઓછા વજનના ટ્વીન્સને હોસ્પી.માંથી લાવવાનાં હતાં તો તેઓનું વજન બરાબર થયું પછી તેની સ્પેસીફીકેશન પ્રમાણેની કાર સીટની ચકાસણી થઈ-તે બરોબર થયું ત્યા સુધી હોસ્પી.માંથી રજા જ ન આપી!ત્યારબાદ પણ ૪૦ પાઉંડનાં થાય ત્યાં સુધી કારસીટ ન રાખીએ તો ટીકીટ મળે! અને આમેય જોઈએ તો- આનો અમલ ન કરવો અને બાળકને ઈજા થાય તો તમે પણ તમને માફ ન કરી શકો. -
સમજી ગયા !
-
last line awsome……!!!
-
પિતા-પુત્રના પ્રેમ વિશે કોઈ કાવ્ય સંગ્રહની રાહ જોઇ રહ્યો છું, હું.
-
સરસ મઝા આવિ ગઇ, અભિનન્દન્,વિવેકભાઇ
-
વિવેકભાઈ,
હજી તેને થોડો વધુ મોટો થવા દો અને પછી તે પિતાને ખસેડીને તેમની સીટ લઈ લેશે….કારણ (૧)હવે તે આત્મનિર્ભર બનશે (૨)ધ્યેય સુધી પહોંચવા હવે તમારે ચિંતા કરવાની નથી, હું જ તમને ત્યાં પહોંચડીશ……અલબત્ત,આ સમયે અભિવ્યક્તિમાં ફેર હશે-પિતા તેના રોલમોડેલ હશે અને માતા અંતરનો નિર્મળ પ્રેમ–માનસશાસ્ત્રની રીતે સમગ્ર જગતે સ્વીકારેલી ઈલેક્ટ્રા અને એડીપોઝ ગ્રંથી કામ કરી જશે… -
nice one
saras abhivyakti -
viviekbhai everytime I read the mail i am thrilled .yes this also evryparents experienmce .
-
Dekhav ma ekdam saral chhata darek vakhate koi navi j rachna aapna vishal manobhaav ane tatkalin samay no khyaal vyakt kare chhe.
bas aa rite gujarati bhasa ne vadhu samruddh karta raho. -
હું તમને સૌથી વધારે વહાલો છું, સમજ્યા?
ખુબ સુન્દર અભિવ્યક્તિ……….
-
sweet competition
:):) -
kavita jivai gai thodi ksno mate to…

28 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/235/trackback