![]()
(પ્રેમરસ પાને તું….. ….ચૈલ, હિ.પ્ર., નવે.-૨૦૦૭)
*
પાંપણ જ્યાં સુધી મટકી શકે એમ નથી, દોસ્ત,
સપનાંને કોઈ પટકી શકે એમ નથી, દોસ્ત.
સૂરજ જરા જો અસ્ત થયો, આગિયા ઊગ્યા,
અંધારું અહીં ફટકી શકે એમ નથી, દોસ્ત. **
ટહુકો તમે મૂકી શકો તો મૂકી જુઓ, પણ
આ ડાળ વધુ બટકી શકે એમ નથી, દોસ્ત.
પડછાયા જીવનમાં કદી લાંબા, કદી ટૂંકા…
અજવાસથી એ છટકી શકે એમ નથી, દોસ્ત.
છેડીને ગઝલ અટકી ન જા, રાત ભલે જાય,
આ વાત હવે અટકી શકે એમ નથી, દોસ્ત.
શબ્દોને ગણ્યા શ્વાસ તો લખવું પડે હરદમ,
જીવું ત્યાં સુધી અટકી શકે એમ નથી, દોસ્ત.
-વિવેક મનહર ટેલર
(૦૯-૦૪-૨૦૦૮)
છંદ વિધાન : ગાગાલ | લગાગાલ | લગાગાલ | લગાગા
(** = આ શેર હાલ પૂરતો આ ગઝલમાંથી રદ કર્યો છે. કાફિયા-દોષ તરફ ધ્યાન દોરવા બદલ શ્રી અનિલ પરીખનો આભાર. ગઝલમાંથી રદ કરવા છતાં આ શેર પોસ્ટ પરથી હાલ એટલા માટે દૂર કરતો નથી કે વાચકોને ખ્યાલ રહે કે માણસ માત્ર ભૂલને પાત્ર)
-
મઝાની ગઝલ
શબ્દોને ગણ્યા શ્વાસ તો લખવું પડે હરદમ,
જીવું ત્યાં સુધી અટકી શકે એમ નથી, દોસ્ત.
વાહ્…મનમા ગુંજન
ઓ દોસ્ત, વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે છે?
આ બેઠો છે ક્યાં બજવૈયો? કૈં સૂર નથી કૈં સાજ નથી.
પડછાયા દુઃખોના કદી લાંબા, કદી ટૂંકા…
અજવાસથી એ છટકી શકે એમ નથી, દોસ્ત.
સરસ…યાદ આવી
જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત;
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.
છેડીને ગઝલ અટકી ન જા, રાત ભલે જાય,
આ વાત હવે અટકી શકે એમ નથી, દોસ્ત.
સુંદર શેર…યાદઆવી આ પમ્ક્તીઓ
ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત! …
શબ્દોમાં હું એમ પ્રવેશ્યો, જેમ આગમાં .. -
સપનાનુ પટકાવુ અને પાપણનુ મટકાવુ…
ઘણુ સરસ કહ્યુ!!!! -
જીવુઁ ત્યાઁ સુધેી ,અટકેી શકે ,એમ નથેી,દોસ્ત ! વાહ કવિ !
-
મને તો કવિત બહુજ ગમે…..
-
વિવેકભાઇ, તમારી ગઝલો એટલી સરસ હોય છે
-
ટહુકો તમે મૂકી શકો તો મૂકી જુઓ, પણ
આ ડાળ વધુ બટકી શકે એમ નથી, દોસ્ત.excellent…congrats..vivekbhai…
-
અઘરો ને લંબાણભર્યો છંદ હોવા છતાં એમની આ સીધ્ધી આપણા સૌ માટે શીખવા માટેની તક છે એમ કહું તો પણ એ અલ્પોક્તી જ હશે !
-
light but meaningful gazal.
-
કવિહ્રદય માં થી વહી રહેલ કલ્પના નુ ઝરણુ
-
શબ્દોને ગણ્યા શ્વાસ તો લખવું પડે હરદમ,
જીવું ત્યાં સુધી અટકી શકે એમ નથી, દોસ્ત.તમે આમજ્ લખતા રહો
રાજેશ માવાદિયા
-
સૂરજ જરા જો અસ્ત થયો, આગિયા ઊગ્યા,
અંધારું અહીં ફટકી શકે એમ નથી, દોસ્ત.વિવેકભાઈ
તમારા મનમા ફટકી કે ફરકી હતુ? -
એ નાનો હતો
ત્યારે મમ્મી એને ખોળામાં લઈને
ગાડીમાં આગળ
મારી બાજુની સીટ પર બેસતી.
એ થોડો મોટો થયો
એટલે અમે એને પાછળની સીટ પર
-આખી સીટ તારા એકલાની-
કહી બેસાડતાં હતાં.
પણ થોડો વધુ મોટો થયો
ત્યારે એણે જબરદસ્તીથી
મમ્મીને પાછળ બેસાડવાનું શરૂ કર્યું
અને પોતે આગળ.
કારણ કંઈ નહીં.
આખ્ખી સીટની લાલચ પણ કામ ન કરી શકી.
અમને લાગ્યું
કે એને એ.સી.ની આદત પડી ગઈ છે
અથવા
બાળકને તો આગળ બેસવાનું જ ગમે ને !
એક દિવસ બપોરે
એ અમારા બેની વચ્ચે ઘૂસ્યો,
દબાઈને સૂઈ ગયો
અને મારા ગાલ ખેંચ્યા-
-હું તમને સૌથી વધારે વહાલો છું, સમજ્યા?-વિવેક મનહર ટેલર
excellant observation..
keep it up..
all other creations are also best…
i always wonder how can you do it.. ( may be only a poet can expain it)bye
- ALPESH
-
Excellent ghazal…very true…very touchy.
Each & every sher has its own real beauty…
Vivekbhai, keep it up !
& always think smart like this only… -
hi ! got my mail messg ? in my catagory as poet, i happened to find a ghazal titled MAT-BHED to my name… plz check it out.. it’s somebody elses…. not mine….. plz reply. aftr u do proper follow up
-
ત મા રી સો ય ની જે મ ક લ મ પ ણ ધા ર દા ર ………
અતિઉત્ત્મ્…………
-
ખરેખર… બહુ જ મજા આવી…દિલીપ મોદી ( અમેરિકા )
-
વિવેક ભાઈ,
ખુબ સરસ ગઝલ છે,શબ્દોને ગણ્યા શ્વાસ….વાળો શેર બહુ ગમ્યો.
અભિનન્દન.
ઈન્દ્રવદન વ્યાસ -
શબ્દોને ગણ્યા શ્વાસ તો લખવું પડે હરદમ,
જીવું ત્યાં સુધી અટકી શકે એમ નથી, દોસ્ત.કવિ નર્મદે જ્યારે સાહિત્યક્ષેત્રે પદાર્પણ કર્યું ત્યારે આજ વિચાર સાથે તેમણે કલમને ખોળે માથું મૂક્યું હતું. જીવનપર્યંત તમારી કલમમાંથી સુંદર ગઝલો વહેતી રહે એજ શુભેચ્છા!
નવોદિત કવિઓને આપનો વિચાર ખૂબ જ પ્રેરણાદાયી બનશે.ગઝલના બધા જ શેર ખૂબ જ ગમ્યા.
અભિનંદન!
-
Bahot khoob Dr. Well done.
I am mailing a few suggestions in detail to you. -
શબ્દોને ગણ્યા શ્વાસ તો લખવુ પડે હરદમ,
જીવુ ત્ય સુધિ અટકિ શકે એમ નથિ દોસ્ત.સરસ ગઝલ ડો. વિવેકભાઈ,અભિનન્દન્…………………….


37 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/226/trackback