સાત સાત વર્ષ… …સાથ સાથ આપ…

OLYMPUS DIGITAL CAMERA

 *

સપ્તપદીના સાત પગલાં… અઠવાડિયાના સાત વાર… સપ્તર્ષિના સાત ઋષિઓ… ઇન્દ્રધનુષના રંગો સાત… સંગીતના સાત સૂર… સપ્તસિંધુની નદીઓ સાત… સાત અજાયબીઓ… સાત પાપ – કામ, ક્રોધ, મદ, ઇર્ષ્યા, પ્રમાદ, લોભ અને કુભક્ષણ… સાત સમંદર… સાત આકાશ… સાત પાતાળ..

…અને નેટ-ગુર્જરી પર મારી આ વેબસાઇટના સાત વર્ષ… ખરું પૂછો તો એક સ્વપ્ન જેવું લાગે છે. આ સાઇટના કારણે જ મારી કવિતાનો કાયાકલ્પ થયો અને મિત્રોનો મુશળધાર વરસાદ જિંદગીની ધરતી પર થયો… આ સાઇટના કારણે જ મારા બે પુસ્તકો આકાર પામ્યા… અને આ સાઇટના કારણે જ હું મારી ખોવાયેલી જાતને કદાચ પાછો મળી શક્યો છું…

આ વર્ષે ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા મારા ગઝલસંગ્રહ “શબ્દો છે શ્વાસ મારા”ને થોડા દિવસો પહેલાં જ પુરસ્કૃત કરવામાં આવ્યો એ ધન્ય ઘડી પર ફેસબુક પર 350થી વધુ પ્રતિભાવો, 600 જેટલા likes, 100થી વધુ SMS, ઢગલાબંધી ફોન-કોલ્સ અને ઇ-મેલ્સ…

મને તો આપ સહુનો આ સ્નેહ-પુરસ્કાર પરિષદના એવૉર્ડ કરતાં પણ વધુ મોટો લાગ્યો… ખૂબ ખૂબ આભાર…

મળતા રહીશું… શબ્દોના રસ્તે… શ્વાસોની ગલીઓમાં…

-વિવેક

darpan purti_vivek

 1. Maheshchandra Naik’s avatar

  સુરતના વતનીને જે ગૌરવ અનુભવાય એ વ્યક્ત કરવા માટે શબ્દો ઓછા પડે, સ્વ. શ્રી મનહરભાઈના એક સ્નેહી તરીકે જે આત્મિય ભાવ એમના પુત્ર માટે અનુભવાય એનુ વર્ણન કરવા શબ્દો શોધવા પડે, અને એક ડોક્ટર તરીકે કવિને તો પોખવા જ રહ્યા……….
  ડો. વિવેકભાઈ આપે અમને સૌને, સુરતીઓને ખાસ કરીને વિદેશસ્થિત સુરતીઓને જે ગુજરાતી સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો છે તે અમુલ્ય છે, અને રહેશે, આવતા અનેક વરસો સુધી ગુજરાતી સાહિત્ય રસિકોને આપના બ્લોગ દ્વારા સહિત્યની રસલહાણ કરાવતા રહો એ જ શુભકામનાઓ……

  Reply

 2. Jayshree’s avatar

  અભિનંદન મિત્ર…. ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! 🙂

  Reply

 3. મીના છેડા’s avatar

  🙂 સ્નેહ

  Reply

 4. વિનય ખત્રી’s avatar

  અભિનંદન અને શુભેચ્છાઓ..!

  Reply

 5. Sarla Sutaria’s avatar

  ખુબ ખુબ અભિનંદન વિવેક ભાઇ….. અનેકો શુભેચ્છાઓ …..

  Reply

 6. sanjivan pathak’s avatar

  અભિનન્દન્,વિવેક્ભૈયા,ખુબ મઝા કરાવો

  Reply

 7. સુનીલ શાહ’s avatar

  સફળતાના સાત વર્ષની વધામણી.
  બ.ટે.ને આપેલ મુલાકાતમાં તમારા સરસ વિચારો જાણી શકાયા.
  હૃદયથી શુભેચ્છાઓ મિત્ર.

  Reply

 8. Hiren Ramsha’s avatar

  આપને ખુબ ખુબ અભિનન્દન

  Reply

 9. Bhajman nanavaty’s avatar

  સાત સાત વર્ષોની શત શત વધામણી !

  Reply

 10. Gunjan Gandhi’s avatar

  Many congratulations Vivekbhai…

  Reply

 11. Divyang Shah’s avatar

  અનેકો શુભેચ્છાઓ..

  Reply

 12. pragnaju’s avatar

  અભિનંદન

  ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!

  Reply

 13. nikita’s avatar

  Congratulations sir….

  Reply

 14. laxmi Dobariya’s avatar

  abhinandan…ane aam j aagal sopano sar karata raho evi shubhechchhao..!

  Reply

 15. ઊર્મિ’s avatar

  મબલખ મબલખ અભિનંદન અને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ…

  Reply

 16. Rekha shukla(Chicago)’s avatar

  મખમલી શુભેરછાઓ ને કુણા કુણા અભિનંદન…!!

  Reply

 17. ધવલ શાહ’s avatar

  અભિનંદન અને ખૂબ શુભેચ્છાઓ !

  Reply

 18. હેમંત પુણેકર’s avatar

  વિવેકભાઈ,

  નેટજગતમાં સાત વર્ષની યાત્રા પૂર્ણ કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન! શબ્દો છે શ્વાસ મારાને મળેલ પુરસ્કાર બદલ પણ હાર્દિક અભિનંદન. આપની આ કાવ્યયાત્રા ચાલતી જ રહે અને ભાવકોને પરિતોષ આપતી રહે એ જ શુભકામના!

  Reply

 19. anil chavda’s avatar

  માત્ર સાત સાત વર્ષ નહી
  શ્વાસ શ્વાસ ચાલે ત્યાઁ લગી આપની આ કાવ્યપ્રવૃત્તિનો દીપક જલતો રહે તેવી શુભકામનાઓ વિવેકભાઈ

  Reply

 20. Pancham Shukla’s avatar

  વિવેકભાઈ, અભિનંદન અને શુભેચ્છાઓ.

  Reply

 21. Vinod Naik’s avatar

  સાત વર્ષ કંઇ ઓછા ના કહેવાય “મૌલિકતા ભારોભાર ભરી હોય તો બસ ચાલ્યા કરો, લાગણી ને શબ્દ મા વહાવ્યા કરો,
  શબ્દો ને શ્વાસ ગણી ચાલશો તો જીવશો લાંબુ,
  કાવ્ય ના દરિયા મા અમને ડૂબાડ્યા કરો.
  ખુબ ખુબ અભિનંદન અને સાચા હૃદય થી શુભ કામના.

  Reply

 22. Vinod Naik’s avatar

  સાત વર્ષ કંઇ ઓછા ના કહેવાય “મૌલિકતા ભારોભાર ભરી હોય તો બસ ચાલ્યા કરો, લાગણી ને શબ્દ મા વહાવ્યા કરો,
  શબ્દો ને શ્વાસ ગણી ચાલશો તો જીવશો લાંબુ,
  કાવ્ય ના દરિયા મા અમને ડૂબાડ્યા કરો.
  ખુબ ખુબ અભિનંદન અને સાચા હૃદય થી શુભ કામના.

  Reply

 23. p. p. mankad’s avatar

  Congrats a lot for completing seven years. May you continue to showers on us good poems/ghazals as ever.

  Reply

 24. Daxesh Contractor’s avatar

  Many congratulations Vivekbhai on completing seven years of blogging … May God continue to bless you so that you amaze the world with your beautiful poetry …

  Reply

 25. ડૉ. રાજેશ ડુંગરાણી’s avatar

  આ સફળતાને શગમોતીડે વધાવવાનો હૈયે હરખ છે…….!

  હૃદયથી શુભેચ્છાઓ મિત્ર………!!

  સ્નેહ…..!!!

  Reply

 26. Bhula bhai patel’s avatar

  very good site to visit, Interview was very good, i wish you post a english version……

  Reply

 27. ડૉ.મહેશ રાવલ’s avatar

  સ્પષ્ટવક્તા….સ્વદ્રષ્ટા… કવિ અને તબીબ પછી, પહેલા નિખાલસ માણસ… બધું એક વ્યક્તિના વ્યક્તિત્વમાં -નામે, વિવેક મનહર ટેલર.
  મિત્ર હોવાનું ગૌરવ છે અમને….
  ખૂબ-ખૂબ અભિનંદન અને આશીર્વાદ સાથે….એક શેર

  મળતાવડાપણું જ વધાવાય છે “મહેશ”
  બીજા બધા સ્વભાવ તફાવત બની શકે !

  -ડૉ.મહેશ રાવલ

  Reply

 28. vinod gundarwala’s avatar

  બધું હજી એનું એ જ છે.
  એ જ ઘર છે.
  એ જ હું છું.
  એ જ મારો પ્રેમ,
  એ જ પ્રતીક્ષા.
  મારા ઘરના લાકડાના દરવાજા
  પણ
  હજી
  ચોવીસ કલાક ખુલ્લા જ રહે છે.

  શુભેચ્છાઓ……….

  Reply

 29. Mahendrasinh Padhiar’s avatar

  શત શત શુભેચ્છા…..

  Reply

 30. dangodara vinod

  ખુબ ખુબ અભિનંદન , વિવેકભાઈ આપ ઉત્તરોતર પ્રગતિ કરો એવી હૃદયથી મારી શુભેચ્છા.

  Reply

 31. Devika Dhruva’s avatar

  ખુબ ખુબ અભિનંદન. You deserve it for sure.

  Reply

 32. sudhir patel’s avatar

  શબ્દની સફરના અહીં સાત વર્ષ પૂર્ણ કરવા બદલ દિલથી અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ!
  સુધીર પટેલ.

  Reply

 33. વિવેક’s avatar

  સહુ મિત્રોનો અંતઃકરણપૂર્વક આભાર…

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *