![]()
(સફર, ગોધૂલિવેળાની… …ખીજડિયા, ફેબ્રુ, ૨૦૧૨)
*
નિતાંત લોભનો કોઈ બચાવ હોય નહીં,
બધું જ ત્યાગવું એવુંય સાવ હોય નહીં.
સફરમાં થોભવું મારો સ્વભાવ હોય નહીં,
બનાવ હોય નહીં તો પડાવ હોય નહીં.
હશે અવશ્ય કોઈ ચોર મનમાં પહેલેથી,
નકર આ હાવભાવ, આ તણાવ હોય નહીં.
કહું હું કેમ કે તું ક્યાંય રહી નથી મુજમાં ?
વમળ ઊઠે છે, ભલે કંકરાવ હોય નહીં.
ભીતરમાં કંઈક તો છે એની ખાતરી જો ન હો,
તો શ્વાસની આ સતત આવજાવ હોય નહીં.
જમા થયા હશે તારા સ્મરણ ત્યાં પીગળીને,
નકર આ જ્વાળાના મુખમાં તળાવ હોય નહીં.
એ પાછી નહીં જ ફરે, જીવ ! તું ઊઠાવ પડાવ,
હવે આ સ્થળનો ઘડીભર લગાવ હોય નહીં.
અડી-અડીને સપાટીને શું ફરે છે બધું ?
ગઝલમાં બાકી નવાનો અભાવ હોય નહીં.
- વિવેક મનહર ટેલર
(૨૬/૨૮-૦૫-૨૦૧૨)
*
-
ભીતરમાં કંઈક તો છે એની ખાતરી જો ન હો,
તો શ્વાસની આ સતત આવજાવ હોય નહીં.અડી-અડીને સપાટીને શું ફરે છે બધું ?
ગઝલમાં બાકી નવાનો અભાવ હોય નહીં.waaaah
-
જમા થયા હશે તારા સ્મરણ ત્યાં પીગળીને,
નકર આ જ્વાળાના મુખમાં તળાવ હોય નહીં.અગ્નિની શિખાના મુખમાં તળાવની વાત સાથે પીગળેલા સ્મરણના જમા થવાની વાત….
લાગણીની પ્રવાહિતા એના કગાર પર અનુભવી….
-
અડી-અડીને સપાટીને શું ફરે છે બધું ?
ગઝલમાં બાકી નવાનો અભાવ હોય નહીં.- સરસ !
-
કહું હું કેમ કે તું ક્યાંય રહી નથી મુજમાં ?
વમળ ઊઠે છે, ભલે કંકરાવ હોય નહીં. ક્યા બાત હે -
ક્યા બાત હૈ
-
ભીતરમાં કંઈક તો છે એની ખાતરી જો ન હો,
તો શ્વાસની આ સતત આવજાવ હોય નહીં.
વાહ અદભુત…. -
ગયા ભવે શબ્દ-તપસ્યા બને કે હોય કરી ,
નહી તો આમ શબ્દો નો વહાવ હોય નહી ……… -
બહુ જ સરસ.દરેક કાફિયાને સ્વભાવગત સુન્દર નિભાવ્યા છે. અસરકારક ગઝલ.
-
Sir,
It seems, you are HABITUATED to give very good and meaningful poems. Should i praise every poem? O.K. I will. -
ભીતરમાં કંઈક તો છે એની ખાતરી જો ન હો,
તો શ્વાસની આ સતત આવજાવ હોય નહીં.જમા થયા હશે તારા સ્મરણ ત્યાં પીગળીને,
નકર આ જ્વાળાના મુખમાં તળાવ હોય નહીં.
સ રસ -
સુંદર ગઝલ
-
સરસ ગઝલ માટે ડો. વિવેક્ભાઈ પાસે સમયનો અભાવ હોય નહી એ નક્કી છે,
બધા જ શેર મનભાવન રહ્યા, આપને અભિન્દન…………… -
કહું હું કેમ કે તું ક્યાંય રહી નથી મુજમાં ?
વમળ ઊઠે છે, ભલે કંકરાવ હોય નહીં.ફરી ફરી વાંચવી ગમે એવી ગઝલ !
-
Waah Kavi. Saras gazal.
‘Kankaraav’ shabd saras coin karyo che ! -
waah, maza aavi gai, togood poems
-
best way to express feelings of love by this poem.
i feeel deep thinking. -
સરસ ગઝલ્
-
જમા થયા હશે તારા સ્મરણ ત્યાં પીગળીને,
નકર આ જ્વાળાના મુખમાં તળાવ હોય નહીં.
વાહ ….. વાહ ……!!

33 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/1879/trackback