(તલાશ… …ટિટોડી, ખીજડિયા, ફેબ્રુ., ૨૦૧૨)
*
ચામડી આ તતડીને થઈ ગઈ તિરાડ અને રૂદિયાનો થઈ ગ્યો ચકડોલ,
તારા વર્તારાને તાક-તાક કરવામાં આંખોની થઈ ગઈ બખોલ,
મેઘ મૂઆ ! ક્યારે તું આવવાનો બોલ ?
તાણીતૂસી આભ ચાતકે ડોક લીધું,
ઓરતાઓ મોરલાના તરડાયા;
આવું આવું કરતા આ દાદુરના સપનાંઓ
સાતમે પાતાળ જઈ સંતાયા,
વલખીને, તરસીને વિસરી ગ્યાં કલરવ પણ કામક્રીડા કરવાના કોલ.
મેઘ મૂઆ ! ક્યારે તું આવવાનો બોલ ?
ખેતર પડ્યું છે આખું ખુલ્લું ખેડાઈને,
ચાસ-ચાસ વાવી છે પ્યાસ;
એક-એક ટીપાંનો તને મળશે હિસાબ,
શાનો ચુપચાપ કાઢે તું ક્યાસ ?
ઊંચે મન આવવું’તું, મારવાડી ! તો શાને બજવ્યા ગોરંભાના ઢોલ ?
મેઘ મૂઆ ! ક્યારે તું આવવાનો બોલ ?
કોરીકટ ઇચ્છાઓ રેઇનકોટ થઈ ગઈ છે,
છત્રીઓ થઈ ગઈ છે યાદ;
આયખાના અકબંધ પાનાંમાં ફાટે છે
હોડીના અણકથ સંવાદ.
હોવા-ન હોવાની વચ્ચે બદલાય કેવો જિંદગીનો આખો માહોલ ?
મેઘ મૂઆ ! ક્યારે તું આવવાનો બોલ ?
– વિવેક મનહર ટેલર
(૩૧-૦૭-૨૦૧૨)
*
awesome…….
હોવા-ન હોવાની વચ્ચે બદલાય કેવો જિંદગીનો આખો માહોલ ?
હવે તો મેઘ આવી જ જા…
કોરીકટ ઇચ્છાઓ રેઇનકોટ થઈ ગઈ છે,
છત્રીઓ થઈ ગઈ છે યાદ;
આયખાના અકબંધ પાનાંમાં ફાટે છે….ખુબ સુંદર અભિવ્યક્તિ..!!
ખેતર પડ્યું છે આખું ખુલ્લું ખેડાઈને,
ચાસ-ચાસ વાવી છે પ્યાસ;
એક-એક ટીપાંનો તને મળશે હિસાબ,
શાનો ચુપચાપ કાઢે તું ક્યાસ ?
આખું ગીત મઝાનું.. હવે વરસાદ માઝા મૂકીને વરસે તો મઝા આવી જાય…
સરસ,
કોરિકટ ઇચ્છાઓ રૈન્કોટ થવાની અને છત્રીઓ થઈ ગઈ છે યાદ.
સરસ.
જય શ્રેી ક્રિશન.
અતિ સુન્દર્…..મનભાવન્…
હોવા-ન્-હોવાનેી વચ્ચે બદલાય કેવો જિન્દગેીનો આખો માહોલ…???
હવે તો મેઘ આવિ જા..
કોરીકટ ઇચ્છાઓ રેઇનકોટ થઈ ગઈ છે,
છત્રીઓ થઈ ગઈ છે યાદ;
આયખાના અકબંધ પાનાંમાં ફાટે છે
હોડીના અણકથ સંવાદ.
તડપનુ સરસ સન્વેદન.
ખૂબ સરસ ગીત… ચાતક નું તાણીતૂસી ને આભ લેવું , મોરના ઓરતાનુ તરડાવું , સાતમાપાતાળે દાદૂરના સપનાનું સંતાવું અને ખેતર ના ચાસ માં પ્યાસ નું વવાવું… આના સિવાય પણ ઘણું છે જે વરસાદ નો અભાવ સુપેરે દર્શાવે છે…! સરસ સંવેદન…!
સરસ ખુબ જ ગમ્યુ
હોવા-ન હોવાની વચ્ચે બદલાય કેવો જિંદગીનો આખો માહોલ ?
સરસ ગીતની ધ્રુવ પંક્તિ – મેઘ મૂઆ ! ક્યારે તું આવવાનો બોલ ? થી ગીતને અને નિહિતભાવને સતત જાનપદી જોમ મળ્યા કરે છે.
‘રૂદિયા’ની સાથે દાર્દુર અને રેઈનકોટ જેવા શબ્દોના સંમિશ્રણથી આજની આપણી ભાષા અને આજનો આપણી ભાષાનો કવિ કેટલાં મોટા ફલક પર વિહરે છે તે પણ નોંધવા જેવું લાગે છે.
અદભૂત…
ખુબ ખુબ હ્રદય સ્પર્શી ……
મધુરા ગીત
આયખાના અકબંધ પાનાંમાં ફાટે છે
હોડીના અણકથ સંવાદ.
હોવા-ન હોવાની વચ્ચે બદલાય કેવો જિંદગીનો આખો માહોલ ?
મેઘ મૂઆ ! ક્યારે તું આવવાનો બોલ ?
વાહ્
યાદ
હાં રે તમે માન્યા માન્યા ને નહીં માન્યા… માન્યા…
મુરલીનાં સૂર ફરી વાગ્યા…
હાં રે મૂઆ મુરલીનાં…
અમે તોફાન કરતા ત્યારે અમારી દાદીનો વ્હાલભર્યો શબ્દ સંભળાતો વાલીમૂઇ !
The whole poem is very good in as much as the poet is demanding of Rain God as to why is hesitating to pour in. As i have already expressed earlier, the photographs attached to it poem are marvellous. Kudos to you, Sir.
ખૂબ સરસ
આવ રે વરસાદ…આવ રે વરસાદ
ઊની ઊની રોટ્લીને કારેલાનું શાક……થી લઈ, વરસાદને વરસવાનું યાદ કરાવતા (!) ગીતોમાં વ્યક્ત થયેલી અભિવ્યક્તિની ઉત્કાંતિનું નવું વર્ઝન…..મેઘ મૂઆ ! ક્યારે તું આવવાનો બોલ ?
અભિનંદન વિવેકભાઇ,
ગુજરાતી પાઠ્યપુસ્તકના ચયનકર્તાઓએ,એક ચોક્કસ કક્ષાના અભ્યાસક્રમમાં સામેલ કરવા બાબતે આ ગીત માટે ગંભીરતાથી વિચારવા જેવું ખરૂં….! એમ, મારૂં અંગતરીતે માનવું છે.
બીજા પણ અનેક ભાવકો/વાચકોનું આ બાબતે મંતવ્ય જાણવું અવશ્ય ગમશે.
સરસ ગીત. અને ફોટોગ્રાફ્સ દરવખતની જેમ લાજવાબ.
Vivekbhai,
This realy touch the heart and just like asking eyes where the tears are? and eyes looking @ sky asking where are you?
Jaise ki man ko tatolke rakh diya.
With Love,
Harshad
Saras ….gavanu man thai Jay tevu Geet. Sundar abhivyakti.
” zankhe che bhom pani pani o mehula….” ni yad apavi gayu.