(ભૂરો ઠસ્સો…. …રોબિન, ભરતપુર, ૦૪-૧૨-૨૦૦૬)
(Oriental magpie Robbin ~ Copsychus saularis)
કયા કારણોથી ને કોના પ્રતાપે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
કહો, કોણ કોના હિસાબો તપાસે ? તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
હતો મૂળનો ને રહ્યો મૂળમાં હું, તમે ચાલ સમજી લીધી’તી સમયની,
બની ફળ મજાના ઊંચી કોઈ ડાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
હતી શ્વાસમાં જે દિશાઓ, હવાઓ અને સાથે રહેવાની વણખાધી કસમો,
છું હું એ જ છાતીના તૂટ્યા પ્રવાસે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
મળો ઝંખનામાં, મળો યાદમાં ને મળો સ્વપ્નમાં પણ ને અલમારીઓમાં
દબાયેલા આલ્બમના એકાદ પાને તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
કદી એક રાવણ, કદી કંસ એક જ હતા પૂરતા તમને અવતારવાને,
અમે આજે લાખો-હજારો વચાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
વિરહ, ઝંખના, યાદ, દુઃખ સઘળું ટાઢું, કયા ફેફસાંમાંથી હું આગ કાઢું ?
પવન જોઈએ જે અગનને જીવાડે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
સમય, શબ્દ ને અર્થની બહાર આવી, બધી ઈચ્છા ત્યાગી ને હોવું વટાવી,
ઊભો છું ક્ષિતિજપારના આ મુકામે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
-વિવેક મનહર ટેલર
24 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/150/trackback/
March 31, 2007 at 6:01 pm
SV
ઊભો છું ક્ષિતિજપારના આ મુકામે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
Saras! Doctor a question, all these wonderful pictures that you post with your excellent poems, what camera you use to capture them with?
April 1, 2007 at 3:42 am
chetu
હતી શ્વાસમાં જે દિશાઓ, હવાઓ અને સાથે રહેવાની વણખાધી કસમો,
છું હું એ જ છાતીના તૂટ્યા પ્રવાસે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
મળો ઝંખનામાં, મળો યાદમાં ને મળો સ્વપ્નમાં પણ ને અલમારીઓમાં
દબાયેલા આલ્બમના એકાદ પાને તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
વિરહ, ઝંખના, યાદ, દુઃખ સઘળું ટાઢું, કયા ફેફસાંમાંથી હું આગ કાઢું ?
પવન જોઈએ જે અગનને જીવાડે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
સમય, શબ્દ ને અર્થની બહાર આવી, બધી ઈચ્છા ત્યાગી ને હોવું વટાવી,
ઊભો છું ક્ષિતિજપારના આ મુકામે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે
..really really very very good….!!!..ek ek shabd ma thi dard tapki rahyu chhe..!!
April 1, 2007 at 4:22 am
Pancham Shukla
Good gazal- new meter (i.e lSS *8).
I will now wait to see one in ‘zulana’ (i.e. SIS *8)
April 1, 2007 at 9:37 am
paresh
કયા કારણોથી ને કોના પ્રતાપે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
કહો, કોણ કોના હિસાબો તપાસે ? તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
it’s so nice
April 1, 2007 at 11:09 am
હેમંત પુણેકર
સુંદર ગઝલ વિવેકભાઈ! ખાસ તો આ રદ્દીફ મને બહુ જ ગમ્યો “તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે”. એક્દમ અલગ છે. આ શેર ખુબ ગમ્યાઃ
હતી શ્વાસમાં જે દિશાઓ, હવાઓ અને સાથે રહેવાની વણખાધી કસમો,
છું હું એ જ છાતીના તૂટ્યા પ્રવાસે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
મળો ઝંખનામાં, મળો યાદમાં ને મળો સ્વપ્નમાં પણ ને અલમારીઓમાં
દબાયેલા આલ્બમના એકાદ પાને તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
April 2, 2007 at 7:22 pm
વિવેક
Dear SV,
I use Olympus E-500 Camera (Digital SLR with two lens attachments).
April 3, 2007 at 10:19 am
Neela Kadakia
ખૂબ સરસ ગઝલો લખો છો. સાથે સાથે ફોટોગ્રાફી પણ સરસ છે
April 3, 2007 at 10:50 am
Ami
Congratulations for such a nice and beautiful GAZAL.
April 3, 2007 at 11:03 am
dharmesh
Keep it up with your beatiful words………
April 3, 2007 at 3:07 pm
nilam doshi
ઉભો છું ક્ષિતિજ પારના મુકામે….
સરસ મજાના શબ્દો.ને એથી યે સરસ ભાવ.અભિનન્દન
April 3, 2007 at 3:47 pm
atul rao
nishani tamari hamesha rahevani
najarthi badhu chupavi didhu che
gagan ma hu gotu to tara maleche
have to adhura lifafa male che
kya jai ne betha
kaho jara mane pan
kono adhura nishasha male che
April 3, 2007 at 6:25 pm
Vijay
મળો ઝંખનામાં, મળો યાદમાં ને મળો સ્વપ્નમાં પણ ને અલમારીઓમાં
દબાયેલા આલ્બમના એકાદ પાને તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
vah! shu^ saras shabdo chhe
April 3, 2007 at 8:03 pm
rekha
વિરહ, ઝંખના, યાદ, દુઃખ સઘળું ટાઢું, કયા ફેફસાંમાંથી હું આગ કાઢું ?
પવન જોઈએ જે અગનને જીવાડે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
સમય, શબ્દ ને અર્થની બહાર આવી, બધી ઈચ્છા ત્યાગી ને હોવું વટાવી,
ઊભો છું ક્ષિતિજપારના આ મુકામે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે
vah! khub aj ^ saras shabdo ne pankte o che……
April 3, 2007 at 9:06 pm
Anand
SHABDO CHHE SWASH AAPDA BADHANA, JO SHABDO NI THAI JAI BADBAKI TO RAHE SHU BAKI ?
CAN YOU IMAGINE LIFE WITHOUT WORDS ? KYAREK ANE KAVITA MA DHALSHO TO MAJA AAVSHE.
ONE QUES ? EMAIL/INTERNET THI DUNIYA NANI THATI JAI CHHE…..PARANTU MANASO D…..O…..O……R THATA JAI CHHE AEVU NATHI LAGTU ?????
April 3, 2007 at 9:49 pm
chetan framewala
હતી શ્વાસમાં જે દિશાઓ, હવાઓ અને સાથે રહેવાની વણખાધી કસમો,
છું હું એ જ છાતીના તૂટ્યા પ્રવાસે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
વિરહ, ઝંખના, યાદ, દુઃખ સઘળું ટાઢું, કયા ફેફસાંમાંથી હું આગ કાઢું ?
પવન જોઈએ જે અગનને જીવાડે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
સમય, શબ્દ ને અર્થની બહાર આવી, બધી ઈચ્છા ત્યાગી ને હોવું વટાવી,
ઊભો છું ક્ષિતિજપારના આ મુકામે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
-વિવેકભાઈ,
ખુબ સુંદર રદીફ………..
અને ઉત્તમ ગઝલ……..
કવિ શ્રી દેવેન્દ્ર પાલેજા ‘ઉશના’ સાહેબ ના થોડા શેર યાદ આવે છે…
કોણે જલાવી આંગળી પ્રગટાવિયો આ કાફિયો
કોણે કમળપૂજા કરી આરાધિયો આ કાફિયો..
કોણે ઉછાળ્યો ગગનમાં ગેડીદડો આ શ્બ્દનો,
કોણે ફણીધર નાગ જેવો નાથિયો આ કાફિયો…
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
April 4, 2007 at 12:16 am
DILIPKUMAR K.BHATT
bahuj saras! taro mane sambharshe sathwaro re Yad aavi gayun.Thanks
April 4, 2007 at 9:29 am
Bakul
Saras Ghazal chhe
April 4, 2007 at 9:34 am
Bakul
kaafiya tuj naamnaa ne radif hu
roj badle tu vafaa ne radif hu
April 4, 2007 at 10:34 am
jasmine
i don’tknow hindi.i know only tamil and english.i want to know about this quote.so send me this quote in my own language.
April 5, 2007 at 1:34 pm
Abhi
hey dr. vivek bhai bhu j mast ne touching lkho cho tme hu ghna divso thi bdhu read karu chu cant express ne a archives bdha nu collection ne gujrati ma very nice ….so aje chanc malyo etle lkhu chu thnx tmari gazala n all dat touching emotions
April 8, 2007 at 8:02 pm
UrmiSaagar
“તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?” આ પ્રશ્ન તો તમને જ લાગુ પડે છે મિત્ર વિવેક!
આટલા થોડા વખતમાં આવી ઘણી ઘણી સુંદર ગઝલો ગુજરાતી સાહિત્યને આપીને ‘તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે!’
અને ઉપરવાળાને કરેલો પ્રશ્ન પણ ઘણો ગમ્યો…
કદી એક રાવણ, કદી કંસ એક જ હતા પૂરતા તમને અવતારવાને,
અમે આજે લાખો-હજારો વચાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
સુંદર ગઝલ!!
April 28, 2007 at 12:58 pm
punita
Sir
khub saras gazal chhe. Maza avi.
sundar prayas chee.
punita
April 28, 2007 at 6:44 pm
Hitesh
Dhire Dhire Rang Eno Zankho Thato Jai Che,
Koi Juni Tasvir Jevu Che Jivan,
Roj Lambaya Kare Ne Laj Pan Rakhya Kare…
Bhar Sabha Ma Dropadi Na Chir Jevu Che Jivan….
May 1, 2007 at 10:27 pm
Dhanesh
Saras Ghazal chhe