હવેથી દર શનિવારે…
February 17, 2007 in પ્રકીર્ણ by વિવેક | 3 comments
(એક…. …ભરતપુર, 04-12-2006)
પ્રિય મિત્રો,
છેલ્લા ત્રણ-ચાર મહિનાથી એક વિચાર મનમાં ચાલ્યા કરતો હતો અને અમલમાં મૂકી શકાતો ન્હોતો. એક અઠવાડિયામાં બે કવિતાનું સર્જન કરવું અને તે ય એકધારું અને અવિરત કરવું- આ કામ આમેય ખાસ્સી મહેનત અને સમય માંગી લે એવું હતું. (આભાર, વૈશાલી અને સ્વયમ્ !) થોડી જૂની કવિતાઓ અને થોડી નવી રચનાઓના સહારે એક વર્ષથી વધુ સમય તો આ નિત્યક્રમ જાળવી શકાયો. હજી કદાચ એકાદ-બે મહિના આ ક્રમ જાળવી પણ શકું. પણ પછી? મશીનની જેમ સર્જાતી કૃતિઓ કંઈ દરવખતે સંઘેડાઉતાર ન થઈ શકે… વળી જૂની કૃતિઓમાં રહી ગયેલી છંદ-રદીફ-કાફિયાની ખામીઓ દૂર કરવાનો સમય ક્યારે કાઢી શકાશે? જે શબ્દને હું મારો શ્વાસ ગણતો હતો, એ જ શબ્દ ક્યારે અંતરાય બની બેઠો એ ખ્યાલ જ ન રહ્યો.
…ટૂંકમાં… આજથી હવે નવી કૃતિ લઈને મળીશું ફક્ત શનિવારે… દર બુધવારે મારી જ કોઈ જૂની કૃતિ મઠારીને બાહ્યસ્વરૂપના દોષ દૂર કરીને ફરીથી મૂકીશ… તો મિત્રો! યાદ રહે… દર બુધવારે જૂની રચના અને દર શનિવારે તરોતાજી કવિતા…
મળતા રહીશું શબ્દોના રસ્તે…
વિવેક.
-
Pancham Shukla on February 18, 2007 at 4:12 pm
I very much understand this dilema. I indeed appreciate your introspection.
Although, we wish to have more of your poems, and wish enough energy to fullfil your aspirations, your desire for quality and creative work must be attained the way you decide. -
SV on February 21, 2007 at 8:34 pm
Totally agree with PanchamBhai. Quality and quantity normally don’t go hand in hand. Looking forward to your once a week creative work.

નવી પોસ્ટની ઈમેલ મેળવો
શોધ
અન્ય પૃષ્ઠો
તાજેતરની પોસ્ટ
આપના અભિપ્રાયો
- હિમાંશુ કીકાણી: જળાશયમાં
- રાજેશ જોશી "આરઝુ": જળાશયમાં
- Rajendra M. Trivedi,M.D.: જળાશયમાં
- "માનવ": બે હાઈકુ
- jitubhai: _૧૦. ઈ-મેઈલ લિસ્ટ
- jitubhai: ખુદની બાદબાકી થઈ ગઈ
- સલીમ: સાહસ
- aniruddhsinh gohil: _૧૦. ઈ-મેઈલ લિસ્ટ
- વિવેક: _૧૦. ઈ-મેઈલ લિસ્ટ
- Brinda: બે હાઈકુ
- Bhajman Nanavaty: બે હાઈકુ
- Bankim: સાહસ
- kanchankumari parmar: બે હાઈકુ
- BHUMI: _૧૦. ઈ-મેઈલ લિસ્ટ
- paresh: બે હાઈકુ

3 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/135/trackback