આંસુ

અમેરિકા જેવા દેશમાં એક શહેરના અમેરિકન મેયર ગુજરાતથી આવેલા કવિઓના કાર્યક્રમાં મધ્યાંતર સુધી ભાષા સમજાતી ન હોવા છતાં બેસી રહે અને બીજાની મદદ લીધા વિના પોતાની યાદદાસ્તના સહારે (વિવેક) ટેલર, (રઈશ) મનીઆર અને (મોના) નાયકને ઓળખીને પ્રમાણપત્ર, સીટીપીન, પોતાનો બિઝનેસ કાર્ડ અને મઘમઘતા ફૂલોનો ગુલદસ્તો આપીને નવાજે એ ઘટનાને કવિનું સન્માન વધારે ગણવું કે ગુજરાતી ભાષાનું?

1
(બ્યુએના પાર્ક સીટી (લૉસ એન્જેલિસ, કેલિફોર્નિઆ) ના મેયરે આપેલું પ્રશસ્તિપત્ર)

*

સાથે સાથે આ અઠવાડિયાની કવિતા કેમ ચૂકી જવાય? એક નાનકડું મુક્તક આપ સહુ માટે:

*

ક્યાં સુધી પીસાયું, રિબાયું, બળ્યું ?
આંખમાં થઈ તેજ અંતે ડબડબ્યું;
આંસુ છે કે કાચ જાદુગરનીનો ?
જે વિતાડ્યું મેં એ સૌ નજરે ચડ્યું.

– વિવેક મનહર ટેલર
(૨૦-૦૬-૨૦૧૧)

*

P5229320

*

P5229323

*

2
(સીટી પીન)

41 thoughts on “આંસુ

 1. શ્રી વિવેકભાઇ

  આપને અમેરિકામાં નવાજ્યા બદલ ખૂબ ખૂબ અભિનંદન ! ઘટનાને કવિનું સન્માન વધારે ગણવું કે ગુજરાતી ભાષાનું? તમારા સહજ પ્રશ્ર્નનો જવાબ લોકો અલગ અલગ રીતે વર્ણવી શકે. પણ ખરું પૂછોતો સન્માન તો કવિનું જ ગણાય કારણકે ભાષા તો છે જ પણ કયાં અને કેમ વાપરવી એ તો કવિ જ જાણે ને ! ગાડી ગમ્મે તેટલી સુંદર અને મોંઘામાં મોંઘી કેમ ન હોય? પણ ડ્રાઇવર જ સારો ન હોય તો શું કામનું ?
  પ્રફુલ ઠાર

 2. આપને ખુબ ખુબ અભિનદન………………….
  કવિશ્રીનુ વિદેશમા સન્માન, ગુજરાતી કવિશ્રીનુ , સુરતી કવિશ્રીનુ સન્માન અને મારા પરિચિત કવિશ્રી ડો. વિવેકભાઈ અને કવિશ્રી ડો. રઈશભાઈનુ સન્માન એ અમારા જેવા સૌ સુરતી-ગુજરાતીઓ માટે આનદની અને વિશેશ ગૌરવની વાત છે……………………………….આપ બને કવિશ્રીઓને ખુબ ખુબ અભિનદન અને સુરત માટે પણ ગૌરવની વાત છે………અનેક સન્માનો પ્રાપ્ત થતા રહે એ માટે શુભકામનાઓ……………..

 3. ડૉ.વિવેક અને રઈશ મણીયારનુ સન્માન આવકારદાયક રહ્યું?બન્ને બહુ મોટા ગજાના સર્જકો છે.બન્ને સુરતી સહિત્યકારોને મારી સલામ.

 4. નમસ્કાર ડૉ.ભાઇઓ…..ધન્યવાદ તમને અને તમારા કુટુઁબને !
  ઉત્તરોત્તર પ્રગતિ સાધતા રહો એવી અભિલાષા….મનવઁત.

 5. શ્રી વિવેકભાઇ હાર્દિક અભિનંદન ……….

 6. વાહ!! કવિ અને ભાષા બંનેનું સન્માન છે આ… સાથે એ વાત પણ એટલી જ સાચી કે કવિ સન્માનને વધુ પાત્ર એક તો એનું વ્યક્તિગત સન્માન ને સાથે એના થકી ભાષા સમૃદ્ધ થાય છે ને ભાષા બિરદાય છે…. સ્નેહાભિનંદન.

  ક્યાં સુધી પીસાયું, રિબાયું, બળ્યું ?
  આંખમાં થઈ તેજ અંતે ડબડબ્યું;
  આંસુ છે કે કાચ જાદુગરનીનો ?
  જે વિતાડ્યું મેં એ સૌ નજરે ચડ્યું.

  …………….

 7. ખુબ ખુબ ખુબ અભિનન્દન….bhasha nu to kharu pan kavi nu sauthi vadhare jena karano to anya bloggers mitro ae aapela j chhe…muktak pan khub sundar banhyu chhe…muktak mate savishesh abhinandan….

 8. ગૌરવ નેી લાગણેી ઓ ને વ્યક્ત કરવાને શબ્દો જડાતા જ નથેી…….અભિનન્દન્……સતત પ્રગતિ કરતો જ રહે અને વધુ ને વધુ સફળતા પ્રાપ્ત કરતો રહે………..!!!!!!!!!!!!

 9. વિવેકભાઈ, આપને હાર્દિક અભિનંદન!
  સુંદર મુક્તક!

  અમેરિકા પ્રવાસની યાદગાર ક્ષણો ઝીલીને અહીં મૂકવા બદલ આભાર!

  સુધીર પટેલ.

 10. Congatulatins Vivekbhai It is indeed an honour to have received this in a foreign place. Honour is for Gujarati but more so because it is YOU.
  હિળાનો ઝળકાટ આખમા અજાયા વિના ન રહે કોઈ પણ જગયઆએ

 11. વિવેકભાઈ, આપને હાર્દિક અભિનંદન !

  A honour to our Grate Gujarati Culture, Education, Litrature and the poet. it is a proud to be a GUJARATI to read and heard about it.
  Accept our salute with Hats off.

 12. અભિનંદન. ગુજરાતી તથા કવિ બંનેનું સનમાન , ગૌરવની છે વાત.

 13. IF I SAY I AM PROUD INDIAN, IT IS BECAUSE OF PEOPLE LIKE YOU VIVEK BHAI.
  WISH YOU SUCCESS IN ALL YOUR ENDEAVORS.
  ALL THE BEST AND GOOD LUCK
  WITH BLESSINGS
  UMA MAHESWAR NAKKA

 14. આ ખરેખર હ્રુદય સ્પર્ષી પ્રસન્ગ રહ્યો! કવિ અને કવિતાને ભાષા અને સ્થાનનું બંધન નથી હોતું તેનો આ પુરાવો છે!

 15. વાહ મિત્રો વાહ દિલ પર રાજ કરો ..ાલ્હાદક અનુભવ્ શરિફ થવાનુ ગમતે.. હ વિઈના વર્જિનિઆ હાલ રહુ ચ્હુ. તમરા આયોજ્ન મા ભાગ લેવાનુ ચુક્યો.. ફરિ અભિનન્દન્..

 16. અભિનન્દન દિલ પર રાજ કર્નાને ….

 17. Vivekbhai, Raeeshbhai and Monaben,

  Congratulations for the well-deserved honour to all of you. But I would also like to honour the Mayor, who sat there for three hours. In India, I have seen, some of the dignitories leave in five minutes as soon as the ribbon is cut or inauguration is done! Our people have to learn Social mannerism in public gatherings from USA. Again, my congratulations to all three, my favourite persons , two sons and a daughter of Gujarati poetry literature. Best wishes for many more awards to come in the future.

  Dinesh O. Shah, Ph.D. University of Florida, Gainesville, FL, USA and Dharmsinh Desai University, Shah-Schulman Center for Surface Science and Nanotechnology, Nadiad, Gujarat, India

 18. Congratulations to you I hope this kind of traditions to be maintained by mayors of all cities of Gujarat for distinguished guest to be invited from abroad particularly literally persons kindly forward this message to CM and mayor of Ahmedabad as they are literary persons

 19. વિવેકભાઈ, આપને હાર્દિક અભિનંદન ! 🙂 લગે રહો વિવેકભાઈ

 20. જે વિતાડ્યું મેં એ સૌ નજરે ચડ્યું.

  મોધા કરતા આસુ ઘનુ કહેતા હોઇ ચ્હે.

 21. તમને બધાને ખુબ ખુબ અભિનન્દન. ભાશા ભલે ગુજરાતી રહી પણ બિન ગુજરાતિ મેયર આટલી કદર કરે તે પણ બહુ મોટી વાત છે.

Comments are closed.