તને શબ્દોમાં કેમ સમજાવું ?

P5198521
(ભંવરા બડા નાદાન હૈ…         …સાન ફ્રાન્સિસ્કો, યુ.એસ.એ., ૧૯-૦૫-૧૧)

*

કહેવું-ન કહેવુંના બે પડની વચ્ચે હું દાણાની માફક પિસાઉં,
તને શબ્દોમાં કેમ સમજાવું ?

ખુલ્લા દેખાતા બે હાથ-પગ વચ્ચે છે
તોડી તૂટે ન એવી બેડી;
પડ્યો ભૂલો ભવાટવિમાં એવો, જડી ન જડે
જાત સુધી પહોંચવાની કેડી,
રોકીને રાખવી પડે છે એ વાત જે હોઠો પર થાય આવું-આવું,
તને શબ્દોમાં કેમ સમજાવું ?

શૂળી દેખાય છે જે મારા ખભે એ છે
મારે દેવાના જવાબો;
જાણીને પીવાનાં ઝેર જેથી જીવતરમાં
આવે ન કોઈ ખરાબો,
તારે શું ? તારે તો ડગલે ને પગલે ને વાતે ને વાતે રિસાવું.
તને શબ્દોમાં કેમ સમજાવું ?

– વિવેક મનહર ટેલર
(૨૯-૦૩-૨૦૧૧)

*

P5208775
(ઇન્દ્રધનુષ…             …યોસેમાઇટ નેશનલ પાર્ક, કેલિફોર્નિયા, ૨૦-૦૫-૧૧)

*

(ભવાટવિ= સંસારરૂપી વન)

37 thoughts on “તને શબ્દોમાં કેમ સમજાવું ?

 1. સરસ ગીત.

  ” કહેવું-ન કહેવુંના બે પડની વચ્ચે હું દાણાની માફક પિસાઉં ”
  આધુનિક વિભાવ સાથે કબીરની યાદ તાજી કરાવી દીધી.

 2. રોકીને રાખવી પડે છે એ વાત જે હોઠો પર થાય આવું-આવું,
  તને શબ્દોમાં કેમ સમજાવું ?

  વાહ…!!

 3. શ્રિ વિવેક ભાઇ. સ્રરસ ગિત.મઝા આવિ.પન્ગ્તિ જાણિને પિવા ઝેર. જિવન ના ઝેર જાણ્વા છ્તાય પિવા પડેછે.પણ જો આધ્યાત્મિક શક્તિ હોય તો એ ઝેર પ્ણ પચાવિ શ્કાય અને તેના માટે શ્ર્ધા હોવિ જોયે. તમારા કવ્યો,ગિતો અને અન્ય ક્રુતિમા ઉનડુ ચિન્ત્ન હોય છે

 4. પડ્યો ભૂલો ભવાટવિમાં એવો, જડી ન જડે
  જાત સુધી પહોંચવાની કેડી,

  શૂળી દેખાય છે જે મારા ખભે એ છે
  મારે દેવાના જવાબો;
  જાણીને પીવાનાં ઝેર જેથી જીવતરમાં
  આવે ન કોઈ ખરાબો,

  શું કહેવું….!

 5. સુંદર

  “તારે શું ? તારે તો ડગલે ને પગલે ને વાતે ને વાતે રિસાવું.
  તને શબ્દોમાં કેમ સમજાવું ?”

 6. જાત સુધી પહોંચવાની કેડી પર જોને
  આ કાંટાની માફક પથરાવું
  તને શબ્દોમાં કેમ સમજાવું ?

 7. વાહ…શું વાત છે..????

  તારે શું ? તારે તો ડગલે ને પગલે ને વાતે ને વાતે રિસાવું.
  તને શબ્દોમાં કેમ સમજાવું ?

  આટલું બધું તો સમજાવી દીધું કવિ સાહેબે તોય કે છે ..
  તને શબ્દોમાં કેમ સમજાવું ?

 8. શૂળી દેખાય છે જે મારા ખભે એ છે
  મારે દેવાના જવાબો;
  જાણીને પીવાનાં ઝેર જેથી જીવતરમાં
  આવે ન કોઈ ખરાબો..

  કેટલું દર્દેીલું…..બહુ જ સરસ વિવેકભાઈ…જો કે આ ‘ખરાબો’ પહેલેી વાર વાંચ્યું. ગમ્યું..

 9. શ્રી વિવેકભાઇ,

  સુંદર રચનાના સુંદર શબ્દો..

  જીવનમાં આવું બનતું રહે છે કે માનવી કોઇ પલકારામાં સમજી શકતો નથી એટલે સહેજે પ્રશ્ન થાય કે.. તને શબ્દોમાં કેમ સમજાવું ?

  લી પ્રફુલ ઠાર

 10. કહેવું-ન કહેવુંના બે પડની વચ્ચે હું દાણાની માફક પિસાઉં,
  તને શબ્દોમાં કેમ સમજાવું ?

  ખુબ જ સરસ ……….

  તને શબ્દોમાં કેમ સમજાવું ?

 11. સુન્દર્…
  મઝા આવી ગઇ
  મારા બ્લોગ ઉપર કાવ્ય આસ્વાદ મુકીશ્

 12. Pingback: તને શબ્દોમાં કેમ સમજાવું ? « વિજયનુ ચિંતન જગત

 13. વાહ…!! ખુબ સરસ્ તને શબ્દોમાં કેમ સમજાવું ?

 14. જાણીને પીવાનાં ઝેર જેથી જીવતરમાં
  આવે ન કોઈ ખરાબો,

  અત્યન્ત સુન્દર માર્મિક અભિવ્યક્તિ.ભાવ્વિભોર થૈ જવાયુ,,,,સરસ ગેીત.

 15. સરસ ગીત.
  તારે શું? તરે તો ડગલે ને પગલે ને વાતે વાતે રીસાવુ,
  તને શબ્દો માં કેમ સમાજાવુ?
  સરસ.

 16. સુદર રચના…કેટલી ગમી….તે શબદોમા કેમ સમજાવુ???

 17. કહેવું અને ન કહવું નો ભાર ઘંટી ના પડ
  જેટલોજ હોય છે.
  જાત સુધી પહોંચવાની કેડી જડિ એ તો ભવસાગર તરી ગયા!

  પંક્તિ ‘ શૂળી દેખાય છે જે મારા ખભે એ છે” ? શબ્દરચના કૈંક ક્લિશ્ટ લાગે છે. આમતો નથી ને
  “શુળી દેખાય મારા ખભે જે છે ” ?

 18. શબ્દોમા ન સમજાવી શકો તે શ્વાસ્મા સમજાવી દો ને ” (શબ્દો છે શ્વાસ (ત) મારા !”

 19. શબ્દો મા ન સમજાવી શકોતે શ્વાસમા સમજવી દો ને ? શબ્દો છે સ્વાસ (ત) મારા !

 20. વાંચવાની ખુબ જ મજા આવી ગઈ. પ્રેમની સાથે અધ્યાત્મનું સુંદર જોડાણ.

 21. ખુબજ સરસ …હ્ર્દય ના ભાવોને સુન્દેર રીતે વ્ય્ક્ત કર્યા …

 22. તારે શું ? તારે તો ડગલે ને પગલે ને વાતે ને વાતે રિસાવું.
  તને શબ્દોમાં કેમ સમજાવું ?

Comments are closed.