(તુષાર નથી…. ….સાન ફ્રાન્સિસ્કો, ૧૯-૦૫-૨૦૧૧)
*
આ વખતે ‘ફોર અ ચેન્જ’, એક દીર્ઘ ગઝલ…
*
પાંખડીઓ ઉપર તુષાર નથી,
રોજના જેવી આ સવાર નથી.
હું અહીં છું છતાં લગાર નથી,
મારા હોવામાં તથ્યભાર નથી.
દ્વારમાં ક્યાંય આવકાર નથી,
આપણામાંય કંઈ ખુમાર નથી.
જ્યાં સુધી તું પૂરો ખુવાર નથી,
ત્યાં સુધી ક્યાંય પણ સ્વીકાર નથી.
આપ પર શું કશું ઉધાર નથી ?
દર્દ કંઈ એવું શાહુકાર નથી !
તું નથી કાચ, તું ગુમાન ન કર,
પારદર્શિતા આરપાર નથી.
બિંબને સાચવી શકે કાયમ,
આયનો એવો હોંશિયાર નથી.
ખુશબૂ અડચણ વિના વહે છે બધે,
વહાલની વાત છે, પ્રચાર નથી.
હું ભણ્યે રાખું હામાં હા જ સદા,
મારો એવો કોઈ વિચાર નથી.
એકબીજાની સાચવે સગવડ,
આ શું છે? પ્યાર છે કે પ્યાર નથી?
એના એ રોજથી રજા ન મળે,
કંઈ, કશું, ક્યાંય ધોધમાર નથી.
બે જ મિસરામાં કહી શકાય નહીં,
જિંદગી છે, કોઈ અશઆર નથી.
હું નથી ફિલ્મકે હું બદલાઉં,
ને વળી આજે શુક્રવાર નથી.
સૂર્ય આકાશ પર સવાર નથી,
રોજના જેવી આ સવાર નથી.
– વિવેક મનહર ટેલર
(૧૬/૧૭-૧૨-૨૦૧૧)
*
…………….
હું ભણ્યે રાખું હામાં હા જ સદા,
મારો એવો કોઈ વિચાર નથી.
જ્યાં સુધી તું પૂરો ખુવાર નથી,
ત્યાં સુધી ક્યાંય પણ સ્વીકાર નથી.
આપ પર શું કશું ઉધાર નથી ?
દર્દ કંઈ એવું શાહુકાર નથી !
તું નથી કાચ, તું ગુમાન ન કર,
પારદર્શિતા આરપાર નથી.
ખુશબૂ અડચણ વિના વહે છે બધે,
વહાલની વાત છે, પ્રચાર નથી.
હું ભણ્યે રાખું હામાં હા જ સદા,
મારો એવો કોઈ વિચાર નથી…..nice…..
જ્યાં સુધી તું પૂરો ખુવાર નથી,
ત્યાં સુધી ક્યાંય પણ સ્વીકાર નથી.
આહા….
સૂર્ય આકાશ પર સવાર નથી,
રોજના જેવી આ સવાર નથી.
ક્યા બાત હૈ..!
ઘણા શેર ખૂબ ગમ્યા…
પણ શુક્રવાર વાળા શેર માં એટલી મઝા ના આવી…!
જ્યાં સુધી તું પૂરો ખુવાર નથી,
ત્યાં સુધી ક્યાંય પણ સ્વીકાર નથી.
awesome..
બે જ મિસરામાં કહી શકાય નહીં,
જિંદગી છે, કોઈ અશઆર નથી.
સરસ ગઝલ.
આ દિર્ઘ ગઝલ વાચક અને મારા જેવા ભાવક ને લઘુ ગઝલ લાગે ચ્હે,,,,અદ્ ભુત …વાત ……..અભિનન્દન દોસ્ત !
sir, tasbi gazal etle kevi prakar ni gazal samjavsho pls?!
અતિ સુદર. ખુશ્બો અડ્ચ્ણ વિના વ્હે બ્ધેય. એક સદગ્રસ્ત કે લેખક યા ક્વિ ખુશ્બોનિ જેમ બ્ધે પ્ર્સ્રરે છે પોત્તાના લેખ યા કાવ્યો થકિ. ઉન્ચ સહિત્ય અતર કે ફુલ સમાન છે અને સક્ળ સમાજ્મા સુગ્ન્ધ નિ લ્હેર વ્હાવે છે એ એક સ્ત્ય છે. સુભેછા સ્વિકાર્જો.
પાંખડીઓ ઉપર તુષાર નથી,
રોજના જેવી આ સવાર નથી…વાહ સરસ ગઝલ……
આખી ગઝલ કૉપી–પેસ્ટ દોસ્ત..!
બિંબને સાચવી શકે કાયમ,
આયનો એવો હોંશિયાર નથી.ઃ)
જ્યાં સુધી તું પૂરો ખુવાર નથી,
ત્યાં સુધી ક્યાંય પણ સ્વીકાર નથી….વાહ્…
બે જ મિસરામાં કહી શકાય નહીં,
જિંદગી છે, કોઈ અશઆર નથી.
હું નથી ફિલ્મકે હું બદલાઉં,
ને વળી આજે શુક્રવાર નથી.
bahot khoob kahi…
પાંખડીઓ ઉપર તુષાર નથી,
રોજના જેવી આ સવાર નથી.
મત્લાથી આપણે અનુમાન બાંધીએ કે તુષાર નથી તો કદાચ સૂરજ કાળઝાળ હશે.
આ અનુમાન, આખરી શેરમાં કોઈ અજાણ્યા વળાંક વળી જઈ … આ સૂરજ, સવાર અને તુષારના ભિન્ન રૂપો/અવસ્થાઓ વિશે વિચારવા પ્રેરે છે.
સૂર્ય આકાશ પર સવાર નથી,
રોજના જેવી આ સવાર નથી.
બે જ મિસરામાં કહી શકાય નહીં,
જિંદગી છે, કોઈ અશઆર નથી.
સુન્દર ……..
bahut achche kavi…
પાંખડીઓ ઉપર તુષાર નથી,
રોજના જેવી આ સવાર નથી.
વિવેકભાઈ,
આપની સમયસર મળતી કવિતા અમને પણ રીચાર્જ કરતી રહે છે.
khub sundar vivekbhai.
પ્રિય વિવેકભાઈ,જય શ્રે ક્રિશન.
આપનો દિન શુભ હો.
વાહ…..આફરિનો!!!!!
જ્યા સુધિ તુ પુરો ખુવાર નથિ
ત્યા સુધિ ક્યાય સ્વિકાર નથિ!
AN EXCELLENT GAZAL , INDEED! CONGRATULATIONS AND THANKS, Dr. VIVEK !
સૂર્ય આકાશ પર સવાર નથી,
રોજના જેવી આ સવાર નથી.
Excellent pun! Overall, Great Gazal.
બહુ સરસ
મારી પૂરવણી
હોયે કદી કોઇક અશઆર એવા
જિંદગી નીતરી જાય આંસુ બની
“સૂર્ય આકાશ પર સવાર નથી
રોજના જેવી આ સવાર નથી.”
મારી પુરવણી
જીવન ની આ પણ ખુબી છે
ચાંદની આકાશ પર સવાર નથી
રોજ પૂનમ ની રાત નથી.
friday is m,ost important day , from begining toi end this GAZAL is meaningfull …………………………..so , lovable too……………….n that is why enjoyable …………………….perhaps one can deep in to it , pl than only it will be possible ………………………thankuji , gift of 2012
બે જ મિસરામાં કહી શકાય નહીં,
જિંદગી છે, કોઈ અશઆર નથી.
વાહ ..
નેતિ નેતિ થી તારણલાવવા જેવી સુંદર,સ રસ, સહજ ગઝલ
બધાં જ શેરો સરસ
યાદ્
ધડ ધીંગાણે જેના માથાં મસાણે
એના કોઇ પા ળિયા આજે નથી
હોમ કે જગન જાપથી
મારે રે એને પૂજવું નથી
જરકશી જામા અન્મે એ નથી
વાઘામાં હવે તેને વીંટળાવું નથી
sundar shabdo ,yogy ,bhaavne anurup
@ દેવલ વોરાઃ
તસ્બી એટલે 101 મણકાની જપમાળા. માળાના મણકા ફરવાનું શરૂ કરીને એની એ જ જગ્યાએ પાછા આવે છે એ રીતે જે ગઝલમાં પહેલા શેરની પંક્તિ છેલ્લા શેરમાં ફરી આવે ત્યારે એક માળા પૂરી થઈ ગણાય એટલે એને તસ્બી ગઝલ કહે છે. ડૉ ચિનુ મોદીની તસ્બી ગઝલો ઘણી નોંધપાત્ર થઈ છે.
તસ્બી વિશે ભગ્વદ્ગોમંડલ આમ કહે છે:
તસ્બી એટલે કરબલાની ભૂમિની માટીના પારાને દોરામાં પરોવીને બંદગી કરતી વખતે ફેરવવાની માળા. આ માળામાં ૧૦૧ મણકા હોયછે. નબી મહમ્મદની વહાલી દીકરી ફાતેમા બીબીનાં લગ્ન પ્રસંગે આકાશથી એક સિતારો શુક્રનો તારો, જેને અરબમી ઝોહરા કહે છે, તે ઊતર્યો. તે વખતે બીબીએ ૩૪ વખત અલ્લાહો અકબરનો ઉચ્ચાર કર્યા, ૩૩ વખત અલહમ્દોલિલાહ ઉચ્ચાર્યા અને ૩૩ વખત સુબહાન અલ્લાહ ઉચ્ચાર્યા. આ તારો હજરત અલીના ઘરના કોઠા ઉપર ઊતર્યો તેથી ઠરાવ પ્રમાણે તેની સાથે બીબીનાં લગ્ન થયાં. જ્યાંસુધી એ તારો કોઠા ઉપર રોકાયો ત્યાસુધી બીબીએ અલહમ્દોલિલાહ ૩૩ વખત કહ્યું. જ્યારે પાછો એ સિતારો આસમાન તરફ રવાના થયો ત્યારે બીબીએ ૩૩ વખત સુબહાન અલ્લાહ કહ્યું. આ ઉપરથી ૧૦૧ વાર બીબી બોલ્યાં તેની યાદ તરીકે તસબીહના મણકા રાખવામાં આવ્યાનું કહેવાય છે. લગ્ન માટે ઝોહરા નામનો તારો ઊતર્યા તે ઉપરથી તે બીબીના નામ સાથે જોડીને બીબી ફાતમા ઝોહરા એમ બોલાય છે. મુસલમાન ભક્તો અંગૂઠો અને તેની પાસેની આંગળી તર્જની વડે તસબીહ ફેરવે છે. એક ઠેકાણે કહેવામાં આવ્યું છે કે, મુસલમાન ભક્તોએ માળા ફેરવતી વખતે પહેલા પા કલાકમાં સુબહાન અલ્લાહનો ઉચ્ચાર મોટા અવાજે, બીજા પા કલાકમાં ધીમેથી અને ત્રીજા પા કલાકમાં શાંતિથી કરવો જોઇએ અને બાકીનો વખત ઉગ્ર ચિંતનમાં ગાળવો જોઇએ
ભાઇ શ્રિ દેવલ વોરાના કોમેનટ્સ માહિતિ ભયા છે અમે મુસ્લિમ બિરાદરિ હજરત ફાતિમાનિ આ તસબિ જેનો હવાલો તેઓએ આપ્યો છે તે નિત્ય પઢિયે છિયે. અને તે તસ્બિથિ બ હુજ બરક્ત થાય છે.આ એક શ્ર્ધાનો વિશ્ય છે.મે મારિ એક દિકરિ નુ નામ ઝોહરા રાખેલુ પ્ણ મને આ માહિતિનિ જાણ ન્હોતિ આજે જાણ થય. સરસ કોમેન્ટ માટે ભાય વોરાને અભિનદન અને સલામ.
@ amirali khimani
અમસ્તા જ આપની જાણ ખાતર… ઉપર આપેલ માહિતી વિવેકે લખી છે. એમણે દેવલના સવાલનો જવાબ આપ્યો છે. આપની વાત ખરી છે આ માહિતી ખરેખર જાણવા જેવી છે.
બિંબને સાચવી શકે કાયમ,
આયનો એવો હોંશિયાર નથી.
ખુશબૂ અડચણ વિના વહે છે બધે,
વહાલની વાત છે, પ્રચાર નથી. વિવેકભાઇ બધાં શેર ટાંકવાનુ મન થાય છે..વળી તમે તસ્બીનો ખુલાસો કર્યો તે ગમ્યો આ તસ્બી હું દિવસમાં પાંચ વાર કરું છું…આભાર આપની કાવ્યકલા માટે અને ગ્યાન માટે
બિંબને સાચવી શકે કાયમ,
આયનો એવો હોંશિયાર નથી.
ખુશબૂ અડચણ વિના વહે છે બધે,
વહાલની વાત છે, પ્રચાર નથી. બધાં શેર સરસ થયાં આભાર તસ્બીનાં ખુલાસા માટે ..આ તસ્બી હું દિવસના પાંચ વાર કરું છું…આભાર આપની કાવ્યકલા માટે અને ગ્યાન માટે..
વાહ વિવેકભા ઇ વાહ્, દર શુક્રવાર નાનપણમા માનીતો વાર હતો – તે દિ’ નવું પીક્ચર પડે !
તસ્બીના બધા મણકા પાણીદાર કયો ટાંકુ ને કયો નહી ? તમે પ્રેમ બહુ સાદી સમજણ આપી- એક બીજાની સગવડ સાચવવાની ખેવના તે પ્રેમ !
ખુબ ખુબ આભાર વિવેક સર,
મીના બેન નો પણ આભાર
વધુ એક માહિતી અમીર અલી ખીમાણી સાહેબ માટે કે અહી – દેવલ ભાઈ નહિ પણ દેવલ બહેન છે… 🙂
બિમ્બને …… ખૂબ સરસ
જ્યાં સુધી તું પૂરો ખુવાર નથી,
ત્યાં સુધી ક્યાંય પણ સ્વીકાર નથી.
બહોત ખૂબ !!!
મિના છેડા અને દેવલ બેન વોરા એ જે મારિ ભુલો બતાવિ તે બદ્લ આભાર ક્યારેક આવુ કાચુ કપાય જાય્છે.દિલગિર છુ સોરિ.
જ્યાં સુધી તું પૂરો ખુવાર નથી,
ત્યાં સુધી ક્યાંય પણ સ્વીકાર નથી.
વાહ!
હંમેશ ની માફક ખુબ સરસ,,,,,,
બે જ મિસરામાં કહી શકાય નહીં,
જિંદગી છે, કોઈ અશઆર નથી.
વાહ !
EXCELLENT VIVEKBHAI…….!