*
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું,
વીસ વરસ પહેલાંનું દફ્તર સપનામાં કેમ આવ્યું ?
સંતાકૂકડી, ખોખો, લંગડી પાડે છે પોકાર,
શેરી-ગલીઓ-મેદાનો પર કેવો અત્યાચાર ?
પગલાંઓને બદલે શાને રુંધે છે સુનકાર ?
ભાર વિનાનું ભણતર કે ભણતર વિનાનો ભાર ?
ટીવી ને કમ્પ્યૂટર નીચે પગપણું કચડાયું…
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું.
દફ્તરની અંદરથી સઘળાં સપનાંઓ છે ગુમ,
ટાઇમ-ટેબલ તો રહી ગયું પણ ટાઇમ થયો છે ગુમ;
દફ્તરમાં ઠાંસી છે ચોપડીઓની લૂમેલૂમ,
થોડી જગ્યા માંડ બચી ત્યાં ટ્યુશન પાડે બૂમ.
સ્કૂલ અને ટ્યુશનની વચ્ચે દફ્તર કેમ પિસાયું?
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું
– વિવેક મનહર ટેલર
(૩૧-૧૨-૨૦૧૧)
*
સચોટ ગીત !
દફ્તરની અંદરથી સઘળાં સપનાંઓ છે ગુમ,
ટાઇમ-ટેબલ તો રહી ગયું પણ ટાઇમ થયો છે ગુમ;
………….
સ્પર્શિ ગયુ આ ગેીત ….
ઉમદા ગીત..જોકે મને તો અંગતપણે આ “દફતર” શબ્દ જ એવો વાહિયાત અને સરકારી ભાસે છે કે …બાળકો નિશાળે નહિ પણ ” દફતરે જાય છે ” એવું લાગે. સરસ ગીત બદલ અભિનંદન. આભાર પણ. મેહુલ
દફ્તરની અંદરથી સઘળાં સપનાંઓ છે ગુમ,
ટાઇમ-ટેબલ તો રહી ગયું પણ ટાઇમ થયો છે ગુમ;
દફ્તરમાં ઠાંસી છે ચોપડીઓની લૂમેલૂમ,
થોડી જગ્યા માંડ બચી ત્યાં ટ્યુશન પાડે બૂમ.
Aawesome….
વર્તમાન શિક્ષણ પ્રણાલી પર ચોટદાર પ્રહાર કરતું સુંદર ગીત ગમ્યું.
what a nice poem! n so truthful………ટીવી ને કમ્પ્યૂટર નીચે પગપણું કચડાયું..
નાનકડો સ્વયમ્ જોવાની મઝા આવી..
ખુબ જ સરસ ગીત.
એક એક પંક્તી સરસ અને વાસ્તવીક્તા થી ભરેલી છે.
દફ્તરની અંદર ના સપનાઓ,
ઠાંસી ને ભરેલી બુક્સ. ટાઈમટેબલ ટ્યુશન ની બુમ.
સરસ.
awwwww.SWayam looks sooo cute.Bhantar vinano bhaar…Time thayo chhe ghoom..Beautiful!!!!
સરસ ગિત શાળા ના દિવસો યાદ આવિ જાય તેવુ. મને યાદ છે મારા એ દિવસો અમારા જ્માનામા તો નિશાળે ફ્ક્ત માટિનિ પાટિ અને માટિનો પેનજ હતિ અને બધુ લેશન મોઢેજ યાદ રાખવાનુ હ્તુ. આજનિ જેમ દફતરને ઠાસિ ઠાસિને ભરવાનુ ન્હોતુ.પ્લાખા,વાન્ચ્ન,ભુગોળ,ઇતિહાસ,વિગ્નાન એવા બ્ધય વિશ્યો હ્તા અને એ જ્માના નિ કેળવણિ આજ કરતા વધુ સારિ હતિ.શિકશ્કો વિધ્યાર્થિ તરફ પિતાજિ જેવો પ્રેમ આપતા હ્તા. એ દિવ્સો તો અણ્મોલ હ્તા અને ક્યરેય ભુલિસકાય નહિ. ટ્યુશન નિ પણ જરુરત રહેતિ નહિ.એ જ્માનામા સારા નાગરિકો નુ ઘડતર થતુ હ્તુ.એવા ઉતમ એ દિવ્સો હ્તા.વિવેક ભાય ના આ ગિતે એ યાદ તાજિ કરાવિ દિથિ. સદ્ભાવ્ના અને શુભેછા સાથે કરાચિ થિ અમિર અલિ ના બ્ધા વાન્ચ્ક મિત્રોને પ્ર્ણામ્.
ટીવી ને કમ્પ્યૂટર નીચે પગપણું કચડાયું…
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું.
સરસ મજાનુ રમતીલુ ગમતીલુ ગીત .
મજા પડી.. આ ગીત શૈક્ષણિક મેગેઝીનમા મોકલુ ?
લતા હિરાણી
@ લતા હિરાણીઃ
કયા શૈક્ષણિક મેગેઝિનમાં? ચોક્કસ… !
ખુબ જ સુન્દર…………
Dear Vivekbhai,
Excellent transformation of “Samvedna” in to words!
Hats of you!
શું કવિતા છે, બાપુ. વાહ, ખુબ સુંદર.
સુંદર…..ચાલતા શિખીયે પછી ક્યાંય અટકવાનું આવતું જ નથી!
સચોટ ગીત !
અભિનંદન………..
too good touchy poetery……
આદરણીય શ્રી વિવેકભાઈ,
ખૂબજ સુંદર અને માર્મિક વાત સાથે મનનીય રચના છે. આવી જ વાત બે દિવસ અગાઉ અમે અમારા બ્લોગ પર મૂકવા કોશિશ કરેલ ..
શિક્ષણ એટલે તમરા મગજમાં ભરવામાં આવેલી, આખી જિંદગી સુધી પામ્યા વિના ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહિ.
આપણે તો જીવના ઘડનારા, મનુષ્ય ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ – મનન જોઈએ છે. જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો, જે માણસે આખી લાઈબ્રેરી ગોખી લીધી છે તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો.
યથા ખરશ્ચન્દ્દ્નભારવાહી ભારસ્ય વેત્તા ન તુ ચંદનસ્ય – ‘ જો ચંદનનો બોજો ઉપાડીને ચાલનારો ગધેડો કેવળ ભારને જ ઓળખે છે, પણ ચંદનનું મૂલ્ય સમજતો નથી.’ જો શિક્ષણ અને માહિતી એક જ વસ્તુ હોય તો લાઈબ્રેરીએનો દુનિયામાં મોટામાં મોટા જ્ઞાનીઓ હોત, અને વિશ્વકોષો મહાન થઇ ગયા હોત.
એટલા માટે આદર્શ એ છે કે આપણા દેશનું આધ્યાત્મિક અને વ્યવહારિક બધું શિક્ષણ આપણા પોતાના હાથમાં હોવું જોઈએ. તેમજ એ રાષ્ટ્રીય પ્રણાલિકવાળું અને બને ત્યાં સુધી રાષ્ટ્રીય પદ્ધતિનું હોવું જોઈએ.
– સ્વામી વિવેકાનંદન
આભાર !
સુંદર ગીત
દફ્તરમાં ઠાંસી છે ચોપડીઓની લૂમેલૂમ,
થોડી જગ્યા માંડ બચી ત્યાં ટ્યુશન પાડે બૂમ.
સ્કૂલ અને ટ્યુશનની વચ્ચે દફ્તર કેમ પિસાયું?
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું
વાહ્
યાદ
આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે
પતંગિયાઓને પણ કહી દો સાથે દફ્તર લાવે
મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં …..
ના ભૂંસાય કે પ્રીતડી બાંધતા રે બંધાય ના
સપનાં રોળાઈ ગયા કાળજ કોરાઈ ગયા
સપનાં રોળાઈ ગયા કાળજ કોરાઈ ગયા ……………
ખુબ સરસ.
MR. TAILOR YOUR POIETRY IS SO BEAUTIFUL. I READ AND FILL VERY JOYFUL FILLING.
THANK’S TO FORWARD ME.
YOUR REGULARY READER
PARDESHI
Dear Dr Vivekbhai Tailor,
Its always nice to read poems
once again with the time back of your thoughts
we read finest poems here
so its a long way still to go with your poems
keep it up
વાહ, વાહ ! મજા આવી ગઇ. સરસ કાવ્ય. બચપણ યાદ આવી ગયું. આજકાલના બાળકોને તો બચપણ જેવું જ ક્યાં મળે છે !
ભાર વિનાનું ભણતર કે ભણતર વિનાનો ભાર ?
સરસ ગીત…
કવિતાની ખૂબી જ એ છે કે થોડી લીટીઓમાં એટલું બધું કહી દે કે કલમ ગદ્યના પાના ભરી ભરીને થાકી જાય. બહુ જ સ્રરસ કવિતા.
દફ્તરમાં ઠાંસી છે ચોપડીઓની લૂમેલૂમ,
થોડી જગ્યા માંડ બચી ત્યાં ટ્યુશન પાડે બૂમ.
સ્કૂલ અને ટ્યુશનની વચ્ચે દફ્તર કેમ પિસાયું?
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું
આજના ટ્યુશનીયા યુગને કેવી લપડાક મારી છે. વાહ ભૈ વાહ.
દફતરને ગુસ્સો આવ્યો કે બાળકને ?પહેલાનું ભણતર સારુ કે અત્યારનું એક વાત ચોક્કસ્ છે અત્યારના ભણતરમાં બાળક સાથે મા-બાપને પણ ટેન્સન થતું હોય છે.
દફ્તરની અંદરથી સઘળાં સપનાંઓ છે ગુમ,
ટાઇમ-ટેબલ તો રહી ગયું પણ ટાઇમ થયો છે ગુમ;
Wah Shu Saras vat kahi
well here I have to say that u r childhood is alive till , u , have ur memory is live for the same , day u farget it it is lost …….case ……………with prem n om
bahut achche kavi….
વિવેકભાઈ,
સરસ ગીત છે.
અત્યારના બાળકોને અનઉઉર્ુુપ્ અઆવ્ેે ચ્ચહ્્ેે.
ખુબ સરસ વિવેકભઈ……
ટીવી ને કમ્પ્યૂટર નીચે પગપણું કચડાયું…
દફ્તરમાં ઠાંસી છે ચોપડીઓની લૂમેલૂમ,
થોડી જગ્યા માંડ બચી ત્યાં ટ્યુશન પાડે બૂમ.
એકે એક પન્ક્તિ ખુબ જ્ મર્મિક ચ્હે.
વિવેક્ભાઇ તમારિ રચનાઓ વાચક મિત્રોને ભુત્કાલનિ યાદો મા ડુબાડેી દે એવો જાદુ ધરાવે ચે.
વિવેકભાઈ
તમારિ રચનાઓ વાચક મિત્રો ને ભુતકાળનિ યાદો મા ડુબાડૅ એવો જાદુ ધરાવે ચે
દરેક પન્ક્તિ ખુબ જ મર્મિક ચે
ખુબ જ વહાલસોયી અને રમતિયાળ રચના.
બૌજ સરસ છે ભાઈ. મારુ દિલ સ્પર્શિ ગયુ.
ખુબ જ ખુબ જ ગમ્યુ આ ગીત્
awesome and heart touching………
મમ્મી રહ્યા શિક્ષક એટલે સ્કુલ સિવાય ઘર માં પણ વિદ્યાર્થીઓ દફ્તર લઈને ટ્યુશન માટે આવતા… રિક્ષામાં ઠાંસેલા છોકરાઓ ને લટકતા દફતર તો કેમ ભુલાય…પગ આવે ને ચાલતા રેહવાનુ પણ દોડતા જ રેહવાનું કંપલસરી શ્વાસ લેવાની પણ નવરાશ નહીં..આમાં દફતર વળી રિસાય… પણ સ્વયમ તો બસ આનંદમાં…લઈને બેઠા મોટી પેન્સિલ…લખવાનું રહે હંમેશ ચાલુ માટે..!! સુંદર રચના વિવેકભાઈ.
મને મારુ દફતર ખુબ વ્હ્લાલુ છે
હૃદય સ્પર્શી. ગમ્યું……………….!!