તુમ તાબડતોબ સૉરી અબ કેહ લો!

(હેલો…. હેલો….                                                   …કૌસાની, ઉત્તરાખંડ, ૨૦-૦૫-૨૦૧૭)

*

હેલો! હેલો!
ધાર્મિક લાગણી દુભાઈ છે અમારી, તુમ તાબડતોબ સૉરી અબ કેહ લો!

સૂરજને કેમ તમે સૂરજ કીધો ને વળી ચાંદાને કેમ કીધો ચાંદ?
કાણાને સાફસાફ કાણો કહીને તમે કર્યો છે સંગીન અપરાધ;
કૂવાના તળિયેથી ઊલેચી અંધારા ખુલ્લામાં શાને ધકેલો?
આવી આ જુર્રત ને બદતમીજીનો ફેલાઈ ગયો જો બધે રેલો?
તુમ તાબડતોબ સૉરી અબ કેહ લો!

ડાબે પગ મેલશો તો સેના અટકાવશે ને જમણે જો મેલશો તો ફતવા,
વાણી-સ્વાતંત્ર્યનાં ટિશ્યુ પેપર છે બસ, ઇચ્છાનાં આંસુઓ લૂછવા;
ચાહે એ કરવું એ કાનૂન છે જંગલનો, અહીંનો કાનૂન નથી સહેલો,
લોકના ચહેરા પર શાહી ઉછાળી છે, તૈયાર થાવ ખાવા હડસેલો.
તુમ તાબડતોબ સૉરી અબ કેહ લો!

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૬-૨૦૧૭)

*

(સૂરજને કેમ તમે સૂરજ કીધો? ….                                          ….અંદમાન, ૦૩-૧૧-૨૦૧૩)

  1. Valibhai Musa’s avatar

    વાહ! રસપ્રદ રચના! મલકતા જાઓ અને પઠન કરતા જાઓ, પણ બહુ ઊંચી વાત કરવામાં આવી છે!

    Reply

    1. Rajnikant Vyas’s avatar

      દેશની સ્થિતિનું સચોટ નિરુપણ! સરસ રચના.

      Reply

      1. Nehal’s avatar

        સચોટ વર્ણન! સરસ રચના.

        Reply

      2. મીના છેડા’s avatar

        સમજાય છે વેદના… થોડુંક થથરી પણ જવાયું.. ડરામણી સામે સત્યની ભલે ને હોય નિર્ભરતા પણ ખુલ્લેઆમ બતાવી ના શકાય એ સમજાયું. અહીં તો કળ જ કામ આવે… કદાચ સમય વર્તે સાવધાન જેવું..

        કૂવાના તળિયેથી ઊલેચી અંધારા ખુલ્લામાં શાને ધકેલો?

        ખૂબ ગમ્યું…

        Reply

      3. shreyas’s avatar

        waah

        khub j maja aavi

        ડાબે પગ મેલશો તો સેના અટકાવશે ને જમણે જો મેલશો તો ફતવા,
        વાણી-સ્વાતંત્ર્યનાં ટિશ્યુ પેપર છે બસ, ઇચ્છાનાં આંસુઓ લૂછવા;

        best

        Reply

      4. pankaj Vakharia’s avatar

        તો કદાચ અંધત્વ એનું ઓગળે
        સત્યને છાંટીને હું સળગી જઇશ
        – પંકજ વખારિયા

        Reply

      5. Poonam’s avatar

        ચાહે એ કરવું એ કાનૂન છે જંગલનો, અહીંનો કાનૂન નથી સહેલો,
        લોકના ચહેરા પર શાહી ઉછાળી છે, તૈયાર થાવ ખાવા હડસેલો…
        – વિવેક મનહર ટેલર -wah !

        Reply

Reply

Your email address will not be published. Required fields are marked *