(ઝીરો મોબિલિટી… …મેટ્રો, સિંગાપોર, ૨૦૧૬)
*
રમતા રહીશું ક્યાં લગ,બોલો, ચલકચલાણી?
આગળ તો આવે કોઈ, પોતાનો વારો જાણી.
શા માટે થઈ રહ્યાં છો, સરકાર! પાણી-પાણી?
પાણીમાં જઈ રહી છે ઈજ્જત ગગન-સમાણી?
સંબંધમાં હું છેક જ તળિયા સુધી જઈ આવ્યો,
તળિયામાં શું બળ્યું’તું? તળિયામાં ધૂળધાણી.
હોવાની પેલી બાજુ આવી મને મળો તો
સમજાવું – છોને બે હો, હર શ્વાસ છે ઉજાણી.
પંખીએ ચોપડામાં શેરો કરી લખ્યું કે –
વૃક્ષોના શેરો ખોટા, બિલ્કુલ નથી કમાણી.
મોબાઇલ આવ્યો એ દિ’ માણસની કુંડળીમાં,
બધ્ધા જ ખાને ઝીરો મોબિલિટી લખાણી.
– વિવેક મનહર ટેલર
(૧૭-૦૬-૨૦૧૭)
*
(છટા…. …….પંગોટ, ઉત્તરાખંડ, ૨૦૧૭)
“હર શ્વાસ છે ઉજાણી!” વાહ! બેમિસાલ! કોઈક પ્રચલિત ગેીતના રાગમાં ગાઈ પણ શકાય છે, પણ ગેીત યાદ આવતુઁ નથેી.
હોવાની પેલી બાજુ આવી મને મળો તો,
સમજાવું – છોને બે હો, હર શ્વાસ છે ઉજાણી.
ક્યા બાત …!
હર શ્વાસ છે ઉજાણી… v tru
Wah..
4th ane 5th khub j sundar.. 👌👌👌
હોવાની પેલી બાજુ આવી મને મળો તો
સમજાવું – છોને બે હો, હર શ્વાસ છે ઉજાણી.
– સરસ !
રમતા રહીશું ક્યાં લગ,બોલો, ચલકચલાણી?
આગળ તો આવે કોઈ, પોતાનો વારો જાણી
વાહ…
જો કે આખેઆખી ગઝલ જ એકદમ મઝાની… અને પાછો આ સિંગાપૂર મેટ્રોનો ફોટો – જાણે મક્તા નો શેર આ ફોટા પરથી લખાયો હોય !!
આભાર !
વાહ કવિ..
વાહ! મસ્ત મઝાની રચના.
સહુ મિત્રોનો આભાર…