થોડા દિવસો પછી આ સાઇટ પાંચ વર્ષ પૂરાં કરશે અને વધુ થોડા દિવસો પછી મારા બે કાવ્ય-સંગ્રહો પ્રગટ થશે… અને આજકાલ મારી અન્ય સાઇટ લયસ્તરો.કોમ પર છ વર્ષની ઉજવણી નિમિત્તે જિંદગીને અગત્યના વળાંક ઉપર આણવામાં મદદરૂપ થનાર કાવ્યોની શ્રેણી -અંગત અંગત- પ્રગટ કરવામાં આવી રહી છે એટલે ઇચ્છા થાય છે કે મારી કાવ્ય-યાત્રાની શરૂઆત જે કવિતાઓથી થઈ એ ત્રણ પૈકીની બે રચનાઓ આપ સહુ સાથે કેમ ન વહેંચું…!!
*
(અંદરના અજવાળે…. …સ્વયમ્, હોટલ તવાંગ ઇન, તવાંગ, અરુણાચલ પ્રદેશ, 10-11-10)
*
મારી એ સમયની નોટબુકમાં મેં લખ્યું છે: “તા. ૧૧-૧૧-૧૯૮૦ને દિને ઉમરગામનો પ્રકૃતિને ખોળે ખેલતો દરિયો મને એના કિનારે કાવ્ય રચવાની પ્રેરણા આપી રહ્યો હતો. ૯ વર્ષ, ૭ માસ અને ૨૫ દિવસની ઉંમરે બનાવેલું મારું પ્રથમ કાવ્ય- ‘પ્યારાં પ્યારાં’ !!”
પૃથ્વી જેમની માતા,
ને સૂર્ય જેમના દાદા;
એવાં બાળકો લાગે મને પ્યારાં પ્યારાં…
પૃથ્વીનો જે ભાઈ,
ને સૂર્યનો જે પુત્ર;
એવા ચાંદામામા લાગે મને પ્યારા પ્યારા…
*
અને એ જ દિવસે રચેલું મારું ત્રીજું કાવ્ય-
*
ચીં ચીં ચીં ચકલી બોલે,
કાગડો બોલે કા કા કા;
તોફાની દરિયો બોલે,
લાવ તને હું તાણી જાઉં…. ચીં ચીં ચીં…
ઘૂ ઘૂ ઘૂ પારેવડાં બોલે,
સિંહ બોલે ઘુરરર…ઘુરરર;
જંગલી પ્રાણી વાઘ બોલે,
લાવ તને હું ખાઈ જાઉં…. ચીં ચીં ચીં…
ભઉ ભઉ ભઉ કૂતરો બોલે,
કોયલ બોલે કૂ કૂ કૂ;
મારા મનના વિચાર બોલે,
લાવ એકાદ હું કાવ્ય બનાવું… ચીં ચીં ચીં…
– વિવેક મનહર ટેલર
(૧૧-૧૧-૧૯૮૦)
આજે ત્રીસ વર્ષ પછી આ કાવ્યો વાંચતા મને આશ્ચર્ય થાય છે. પાંચમા ધોરણમાં ભણતા એક છોકરાને ગીતનું બંધારણ, લયનો કાચો ખ્યાલ, પ્રાસરચનામાં શક્ય વૈવિધ્ય અને કાવ્યાંતે આવવી જોઈતી ચોટનો વિચાર કેવી રીતે આવ્યો હશે ! કાગડા-ચકલી-કોયલ અને કબૂતર તો નાના બાળકના મનમાં બોલે જ પણ દરિયો બોલે, વાઘ અને સિંહ બોલે એવો ખ્યાલ શી રીતે એ સમયે મગજમાં જન્મ્યો હશે ! અને મનના વિચારો કાવ્ય રચવાનું ‘બોલે’ એ વિચાર પર નજર નાંખું છું તો મને પોતાને મારી જાત પર વિશ્વાસ નથી આવતો…
*
(નહીં માફ નીચું નિશાન… સ્વયમ્, દિરાંગ, અરુણાચલ પ્રદેશ, 7-11-10)
મારા મિત્ર …
ત્રીસ વર્ષ પહેલાં લખાયેલા કાવ્ય… એ નવ વર્ષના બાળકની કલમ.. એ વિચાર .. – વિતેલા સમયની.. બાળપણની આ અમૂલ્ય ક્ષણો કદાચ અમર થવાની નિયત સાથે જ કલમના રસ્તે જન્મી છે… આનંદ એ વાતનો છે કે એ નવ વર્ષની ઉંમરે જે કેડી શોધાઈ એના પર સતત શ્વાસો વર્તમાન બની રહ્યા છે…
અભિનંદન
– સ્નેહ
ખુન ખુબ અભિનન્દન…!
અભિનન્દન…ખુન ખુબ
વિવેકભાઈ, બાળપણમાં ઉર્મિઓને શબ્દદેહ આપ્યો તે બે કાવ્યસંગ્ર્હ સુધી જ નહીં, તમને, તમારા કાવ્યોને ચાહનારાના હૃદય સુધી વિસ્તર્યો છે તે સાચે જ આનંદની ઘટના છે. અભિનંદન મિત્ર.
શરુઆતના કાવ્યો કેટલું બધું કહી જાય છે- ભાવિ કવિની એંધાણી, એ સમયના બાળકોનો ગુજરાતીમાં રસ, શિક્ષણ અને નિસર્ગને જોવા/અનુભવવાની જિજ્ઞાસા.
આવનારા સંગ્રહો વિશલિસ્ટમાં મુકાઈ ગયાં છે.
coming events ( future poet ) cast their shadows before ! Congrats.
ખૂબ સુંદર
અભિનંદન
‘આજે ત્રીસ વર્ષ પછી આ કાવ્યો વાંચતા મને આશ્ચર્ય થાય છે. પાંચમા ધોરણમાં ભણતા એક છોકરાને ગીતનું બંધારણ, લયનો કાચો ખ્યાલ, પ્રાસરચનામાં શક્ય વૈવિધ્ય અને કાવ્યાંતે આવવી જોઈતી ચોટનો વિચાર કેવી રીતે આવ્યો હશે !’ આ દાંતરડા જેવો પશ્ન મન ખોતરતો રહેશે.
એક જાણીતું ચિંતન…
અજાગ્રત મનના બે ભાગ છે – વ્યક્તિગત અજાગ્રત મન અને જાતિગત અજાગ્રત મન. જેમ વ્યક્તિને પોતાનું અજાગ્રત મન હોય છે, તેમ બાળકને પણ પોતાનું અજાગ્રત મન હોય છે. સર્વે બાળકના આ અજાગ્રત મન દ્વારા અન્યોન્ય સંકળાયેલા રહે છે. આ અજાગ્રત મન સર્વે બાળક વચ્ચેનું સંપર્કસૂત્ર છે. જો બાળકના માં અજાગ્રત મનરૂપી સંપર્કસૂત્ર છે, તો સંભવતઃ આનાથી પણ વધુ વિકસિત બાળકના અજાગ્રત મનરૂપી સંપર્કસૂત્ર ન હોય ? હોય જ અને છે જ.
આ સંપર્કસૂત્રની રીધમ ઉપરથી વ્યક્તિની સુષુપ્ત શક્તિઓ તથા સીક્સ સેન્સ વિષે જાણી શકાય છે. બાયોરિધમના ઉપોયગથી જાણી શકાય કે E.S.P ?
વાહ વિવેકભાઈ….
પ્રથમ કાવ્ય અહીં પોસ્ટ કરીને બહુજ ઉમદા પ્રસ્તુતિકરણથી સહુને રોમાંચિત કર્યા.
માત્ર ૯ વર્ષની ગીલ્લી દંડો અને લખોટીએ રમવાની વયના તબક્કે, ભીતરના કવિએ એ હાથને કલમની સોબત કરાવી અને અમને આજના ગુજરાતી કવિતાના બધા જ સ્વરૂપોને આવરી લઈ પ્રવૃત્તમાન, સક્ષમ અને સશક્ત કવિ-મિત્ર-સજ્જ્ન-સાલસ-સહજ વ્યક્તિત્વનો સ્વજન, ડૉ.વિવેક ટેલર સ્વરૂપે મળ્યો…
ખૂબ-ખૂબ અભિનંદન અને આથી પણ અનેકગણી સફળતાની અઢળક શુભકામનાઓ.
પ્રગટ થનાર બન્ને કાવ્ય-સંગ્રહોની અધિરતાપૂર્વક પ્રતીક્ષા આ પળથી શરૂ થઈ ગઈ લ્યો…!
વાહ્ બહુ સરસ
મારું પહેલુ સર્જન હતુ હાઈકુ જે વખતે હુ ૮માં ધોરણમાં હતો
ચાંદની રાતે
મીઠી યાદ અને હું
બંને એકલા
કોણ કહે છે?
તમે બંને એકલા?
છો બંને સાથે!
સાથ અમારો
જન્મોજન્મનો છતા
કેમ એકલા?
કારણ તો તે
મીઠી યાદ તો એક
જ્ન્મો અનેક
દિલથેી અભિનઁદન વિવેકભાઈ,
તમારી અંદરનો કુદરતી સાચો કવિ પ્રકાશ પામી ખીલતો રહ્યો અને એનો અમૂલ્ય લાભ ગુજરાતી લોકોને મળતો રહ્યો અને મળતો રહેશે. ગુજરાતીઓનું તે સદભાગ્ય. તમારા બઁને કાવ્ય સઁગ્રહને ખરીદવાની આતુરતા રહેશે. સાથે સાથે લયસ્તરો દ્વારા ગમતાનો ગુલાલ કરી સૌને રંગો છો તે બદલ પણ કદર કરીએ છીએ. મેં પ્રથમ કાવ્ય કોલેજના પ્રથમ વર્ષમાં લખેલ. નવ વર્ષની ઉંમરે તો વેકેશનમાં આનંદ ખાતર ગણિતના કોયડાઓ ઉકેલતી પછીથી જીવનના ઉકેલતી થઈ. અમારી ગોવાળિયાની નાતમાં સૌરાષ્ટ્રમાં કવિતા લખનાર તરિકે તો ઠીક પણ સૌ પ્રથમ સાયન્સ ગ્રેજ્યુએટ અને કદાચ રીસર્ચ લેબમાં ડીએનએ ક્લોનીગ કરવાનું શીખનાર પણ પ્રથમ રબારણ હોઈશ તે મારા માતાપિતાની દીર્ધદ્રષ્ટિને લીધે હશે પણ એમાં કવિતા પાછળ રહી ગઈ. બે ચાર કવિતાઓ એંશીના દાયકામાં ફૂલછાબમાં પ્રગટ થયેલી પણ 1971માં લખેલી આ પ્રથમ કવિતા જે મને આજ સુધી બ્લોગ પર મૂકવાનું પણ યાદ નથી આવ્યું તે ભૂતકાળના આ સ્મરણો સાથે આપની સમક્ષ મૂકવાની લાલચ રોકી શક્તી નથી.
બિડાયેલા દ્વાર
સુમસામ રાત્રી ચમકતા સિતારા
મૃદુ પવન કુસુમવત સ્પર્શ
અને હ્રદયના બિડાયેલા દ્વાર
તડપે છે કોઈને આવકારવા
ખટખટાવે કોઈ સૂના એ દ્વાર
ચમકીને જોયું ખોલી મેં દ્વાર
હતો ફકત વા તોફાનનો
ક્યારે ઊઠશે..ક્યારે શમશે…
નથી જાણ્યુ કોઈએ એ કેમ શમશે
આવકારતો ઊભો હતો મને
સમાવી લેવા પોતાનામાં
પવન આ તોફાનનો…..
Thank you for your time !
પહેલું અને ત્રીજું….. બીજું કાવ્ય ક્યા?
Congratulations on a very well deserved accomplishment. Wish I was there for the vimochan ceremony.
અભીનન્દન.
ખુબ આતુરતાથી રાહ જોઇ રહ્યા છીએ આપના કાવ્યસન્ગ્રહની.
Vivekbhai,
No wonder you truly are a ‘kavi’ who at the very tender age showed such imagination put into words. My congratulations.
ખૂબ સુંદર, અભિનંદન !
મે પણ શોખ ખાતર થોડા કાવ્યો લખ્યા છે. કોઇ વાર મોકો મળતા તમરા જ બ્લોગ પર લખિસ…
વિવેકભાઈ, માન્યામાં ન આવે એટલી ઉંમરે કરેલું તમારું કાવ્યસર્જન ખરે જ સરસ છે! તમે ઘણા બધાને પોતાનું પ્રથમ કાવ્ય યાદ કરાવી દીધું એમાંનો હું એક. મને તારીખ તો યાદ નથી પણ એટલી ખબર છે કે લાતુરના ભૂકંપ વખતે એ જ વિષય પર લખેલું. એ એંધાણી પર થી કહું છું કે ચૌદ વરસનો તરુણ તો હું ઓછા માં ઓછો હતો ત્યારે તો. નવ વરસની ઉંમરે જન્મી ગયેલો તમારામાંનો કવિ સમયની આ સારણી પર કાવ્યો થકી હમેશા અમર રહે. તમારા કાવ્યસંગ્રહો માટે અભિનંદન!!!
JSK Vivekbhai,
It’s truly a nice feeling after reading your very first “Kavya”
Though it was written some 30 years ago, it gives pleasure of today’s freshness.
Very well done, sirji.
Hats oFF.
very nice sirji..
કાવ્ય સાંભળવા ગમતા પણ વાંચવા કેમ? કાવ્ય વાંચન પણ એક અભ્યાસ છે, જે બ્લોગ જગતમાં આવ્યા બાદ,ટ અંગેની થોડી ઘરેડ પડી. અને ધીરે ધીરે સમજ પણ પાડવા લાગી. કૂદરતની આ બક્ષિશ જે આપને મળેલ છે જેને આપે યથાર્થ કરેલ છે તેવું લાગે છે.
ખૂબ ખૂબ અભિનંદન !
વિવેક
vanchi ne khub anand thayo.
ato inborn kahevay, ema shikhvadvanu na hoy, atmasfurna j thay.
વાહ પુત્રનાં લક્ષણ પારણાંમાંથી…..
કાવ્ય સઁગ્રહ માટે શુભકામનાઓ….
સાહિત્યની ખુબ સેવા કરો…
નાનપણથી જ કાવ્ય સાથેનો લગાવ અભિનંદનીય છે!
નવા કાવ્ય-સંગ્રહો માટે આગોતરી શુભેચ્છાઓ!
સુધીર પટેલ.
સુંદર કાવ્યરચના !!! અને બંને કાવ્યસંગ્રહો માટે હાર્દિક શુભેચ્છા….. વિવેકભાઈ.
વિવેકભાઈ..કવિ કદાચ જન્મથી જ જન્મતા હશે..નવ વરસે આપે જે કાવ્ય લખ્યું અને સાચવ્યું એ દાદ માંગે છે…આજ જ્યારે હું મારી પાછળ જૌં છું તો મને યાદ આવે છે કે મારી પાસે પણ સ્મરણોના રણ છે પણ સચવાયા નથી…અભિનંદન તમને..
સપના
Wah Wah Khub saras Bal jodakna jeva saras Bal Kavyo.
વિવેકભાઈ,
આપનું કવિ-કૌશલ્ય સહસા લેવાતાં શ્વાસ જેવું જ સાહજિક છે એની પ્રતીતિ આપે આપની રંગબેરંગી રસદાયી રચનાઓ દ્વારા સુપેરે કરાવી છે. 1980ના ઉમરગામના દરિયા કિનારે “મારું પ્રથમ કાવ્ય…” બાળગીત રચીને .. લાવ એકાદ હું કાવ્ય બનાવું… ચીં ચીં ચીં… વિભાવના દ્વારા શરૂ કરેલી ને અઢી દાયકા સુધી જાણે કિનારે જ લાંગરેલી આ કાવ્ય સફરને આપે વ્યસ્ત વ્યાવસાયિક કારકિર્દી દરમિયાન માત્ર છેલ્લાં અડધા દાયકામાં જ મઝધારે આણી છે ને એકાદ કાવ્ય બનાવીને નહીં પણ એકીસાથે બબ્બે કાવ્યસંગ્રહો સજાવીને પુરજોશમાં જારી રાખી છે એનો આનંદ અનુભવાય છે. આપની આ સફરમાં સહભાગી કરવા બદલ હાર્દિક આભાર.
વિવેકનો હું ચાહક છું. એમના આગામી બંને કાવ્યસંગ્રહો ગુજરાતી સાહિત્યમાં અમર સ્થાન પ્રાપ્ત કરશે એવી મને શ્રધ્ધા છે. એમનાં વેબ સાઈટો પર પોસ્ટ થયેલાં કાવ્યોનું પઠન કરવાથી મારામાં આ શ્રધ્ધા જન્મી છે.
એમનાં પ્રથમ કાવ્યો વાંચવાનો આનંદ આવ્યો. અને યાદ આવી મારી પ્રથમ રચનાઓ. ભવિષ્યમાં એ વિશે મારા બ્લોગ પર લખવા પ્રયત્ન કરીશ. હાલ તો આપું છું મારી પ્રગટ થયેલી પ્રથમ રચના જે એક બાલગીત હતું, અને એના વિશેના લખાણની લીંકઃ http://girishparikh.wordpress.com/2010/12/20/2423/
many congrates, its really amazed. waiting 4 KAVYA SANGRAH.
‘મારાં કેટલાંક શરૂઆતનાં સર્જનો વિશે’ નામનું લખાણ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કર્યું છે. વાંચવા વિનતી.
–ગિરીશ પરીખ
તારા આ પ્રથમ કાવ્યે મને મારા ભુતકાળ મા મોક્લેી દેીધેી…..અને ઉમરગાવ ના એ દરિયા નેી લહેરો સાથે બાળપણ નેી એ સોનેરેી અમુલ્ય યાદો થેી મારુ દિલ ભરાઇ ગયુ અને પપ્પા અને મમ્મેી તેમજ મમતા સાથે વિતાવેલેી પળો નેી યાદ સાથે તારે આ લાબેી , અવિરત અને સફળ સફર મા સહ્ભાગેી થવા બદલ ખુબજ ગૌરવ અનુભવેી રહેલેી …….! તારા કાવ્યસન્ગ્રહ નેી ચાતક નજરે રાહ જોઇ રહેલેી તારેી જ સહોદર્…. !
આભાર્… અભિનન્દન્……!
Oh. My. God. this brought back so many memories…The high tides…hours on nargol beach…long walk from Nargol to Umargoan…the first sight of jelly fish…the smell of fish in the air…and above all the best time spent with family.You have come along way…Proud of you.Eagerly waiting for your “kavyasangrah”..Congratulations!!!!!!!!!!!! and all the best for many many more to come….
congratulations….. best wishes for your new “kavyasangrha”
આભાર…