(સત્યમ્ શિવમ્ સુંદરમ્…. …એલિફન્ટાની ગુફાઓ, મુંબઈ)
*
દિવાળી દરવાજે ટકોરા દે છે અને હું બે અઠવાડિયા માટે વેકેશન પર જઈ રહ્યો છું. થોડો વખત અહીં પણ વેકેશન રાખીએ?
*
ભૂલી ગઈ દીવાલો આલિંગનો ચસોચસ,
ભીતરમાં સળવળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી;
ઘર ઘર બની ગયાં છે રેતી-સિમેન્ટ-કપચી.
હાડચામના નગરમાં લોહી થીજી ગયાં છે,
રસ્તાઓ લાગણીના રસ્તા ભૂલી ગયાં છે;
માણસ બની રહ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.
શ્રદ્ધા અસીમ ને અણખૂટ વિશ્વાસ ધીરે ધીરે
મંદિર બની ગયાં છે, મસ્જિદ બની ગયાં છે;
પથ્થરમાં અવતર્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.
રાતોની રાત જાગી ઘરડું મકાન ખાંસે,
બારીઓ ધગધગે છે, ભીંતો ખરી રહી છે;
પાયામાં શું ખૂટ્યાં છે, રેતી-સિમેન્ટ-કપચી ?
નાનકડું ખોરડું ને ખેતર કૂવો ને પાદર.
નાનું કુટુંબ સૂતું, ઓઢીને સુખની ચાદર;
સઘળું લણી વળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી !
– વિવેક મનહર ટેલર
(૦૩/૧૦-૦૮-૨૦૧૦)
સરસ સાહેબ………..
નાનકડું ખોરડું ને ખેતર કૂવો ને પાદર.
નાનું કુટુંબ સૂતું, ઓઢીને સુખની ચાદર;
સઘળું લણી વળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી !
આ પંક્તિઓ ગમી…
દિવાળી પર આ ભાવો વાંચીને બહુ જ સુન્દર લાગ્યુ…
બહુ ગમ્યું-
ભૂલી ગઈ દીવાલો આલિંગનો ચસોચસ,
ભીતરમાં સળવળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી;
ઘર ઘર બની ગયાં છે રેતી-સિમેન્ટ-કપચી.
ખૂબ સુન્દર…
હમણા ચિત્રલેખામાઁ તમારા માટે સુરેશ દલાલે લખેલુઁ વાન્ચ્યુ. ઘણૉ આનન્દ થયો..
અભિનન્દન
લતા હિરાણી
સરસ રચના વિવેકભાઈ…
રેતી સિમેન્ટ કપચીને કોઇ કવિએ રદિફનો દરજ્જો આ પહેલાં નહીં જ આપ્યો હોય….
આખી રચનામાં સરસરીતે ઓગળીને એકરસ થયો છે.
હડચામના નગર…… વધુ ગમ્યો -અભિનંદન.
દીવાળીના બે અઠવાડીયાના પ્રવાસનું આયોજન સુખરૂપ સંપન્ન હો
અને સાથે નૂતનવર્ષની શુભકામનાઓ.
ખૂબ સુંદર
નાનકડું ખોરડું ને ખેતર કૂવો ને પાદર.
નાનું કુટુંબ સૂતું, ઓઢીને સુખની ચાદર;
સઘળું લણી વળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી !
તેથી જ જુદા જુદા રૂપે મને તે પોતાના અસ્તિત્વનો
આછો અણસાર આપતી રહે છે.
રાતોની રાત જાગી ઘરડું મકાન ખાંસે,
બારીઓ ધગધગે છે, ભીંતો ખરી રહી છે;-ખૂટયા છે પાયામા…….
પાયામાં શું ખૂટ્યાં છે, રેતી-સિમેન્ટ-કપચી
શુભ દિપાવલી
VERY NICE… A DIFFERENT RADEEF
I LIKED IT…
સંવેદનાઓને બારીકાઈથી શબ્દદેહ અપાયો છે. ખૂબ ગમ્યું. અભિનંદન, દીવાળીની શુભેચ્છાાો.
HAPPY DIPAWLI…
રાતોની રાત જાગી ઘરડું મકાન ખાંસે,
બારીઓ ધગધગે છે, ભીંતો ખરી રહી છે;
પાયામાં શું ખૂટ્યાં છે, રેતી-સિમેન્ટ-કપચી ?
– સરસ !
રોજ નજર સામે જે પરિસ્થિતિ હોય એને બહુ જ સરળતાથી ઓળંગી જવાનું માણસ શીખી ગયો છે…
ને છતાંય આ જ પરિસ્થિતિ જે ક્ષણે હૃદયને હલાવી જાય છે… કશુંક સ્પર્શે છે અંદર… ટીસ અનુભવાય છે… ઓળંગીને આગળ વધાતું નથી….
અને આ થાય છે એક કવિના શબ્દથી તો એ નાની વાત નથી જ…
ક્યાંક તો કશુંક સુધરશે જ…
સુંદર…
રેતીમાં ચણાઇ જાય છે આખે આખો માણસ!!!
નવા રદીફમાં પ્રયોગશીલ નકશીકામ.
વાહ!
શ્રદ્ધા અસીમ ને અણખૂટ વિશ્વાસ ધીરે ધીરે
મંદિર બની ગયાં છે, મસ્જિદ બની ગયાં છે;
પથ્થરમાં અવતર્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.
વાંચી લાગણીઓની ધમાલ મચી.
માણસાઈ ક્યાં છે હવે અહિં બચી?
સચાઈ હવે એક સપનું બની રહી;
જુઠ્ઠી બુઠ્ઠી ભાવનાઓ સહુને જચી.
હસવાનું ખોળતો રહું એક બહાનું
અરે કોઈ મને કરો થોડી ગલીપચી
મકાન બની રહી ગયા, ઘરો છે ક્યાં?
દિવાલમાં કેદ રેતી-સિમેન્ટ-કપચી.
સરસ રચના.
વિવેકભાઇ,
સરસ રચના.
આભિનદન.
સરસ ત્રિપદી
ભૂલી ગઈ દીવાલો આલિંગનો ચસોચસ,
ભીતરમાં સળવળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી;
ઘર ઘર બની ગયાં છે રેતી-સિમેન્ટ-કપચી.
સરસ રચના !
હાડચામના નગરમાં લોહી થીજી ગયાં છે,
રસ્તાઓ લાગણીના રસ્તા ભૂલી ગયાં છે;
માણસ બની રહ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.
અને
નાનકડું ખોરડું ને ખેતર કૂવો ને પાદર.
નાનું કુટુંબ સૂતું, ઓઢીને સુખની ચાદર;
સઘળું લણી વળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી !
નરી સચ્ચાઈ અને ખુબ સુંદર અભિવ્યક્તિ…
શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન in advance…
ખૂબસરસ રચના !
હાડચામના નગરમાં લોહી થીજી ગયાં છે,
રસ્તાઓ લાગણીના રસ્તા ભૂલી ગયાં છે;
માણસ બની રહ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.
શુભ દિપાવલી,નૂતનવર્ષની શુભકામનાઓ.
શ્રદ્ધા અસીમ ને અણખૂટ વિશ્વાસ ધીરે ધીરે
મંદિર બની ગયાં છે, મસ્જિદ બની ગયાં છે;
પથ્થરમાં અવતર્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.
સુંદર ત્રીપદી ગઝલ.
િદપાવલીની શુભકામના સાથે નુતનવર્ષના અિભનંદન.
અિભજીત પંડ્યા ( ભાવનગર ).
તદ્દન નવા જ,કદી કોઇએ ન પ્રયોજ્યા હોય તેવા રદીફ લઇને રચેલ સુંદર, સંવેદનાસભર ગઝલ.
સુંદર ત્રિપદી. દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા.
હાડચામના નગરમાં લોહી થીજી ગયાં છે,
રસ્તાઓ લાગણીના રસ્તા ભૂલી ગયાં છે;
માણસ બની રહ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.
સરસ રચના.
રેતી સિમેન્ટ કપચી,
મળે ભેળ-સેળીયા
મતલબીયા, ટાઢા સંબંધો જેવા.
સ્પંદન.
ખુબ જ સુન્દર રચના.
HAPPY DIWALI N A VERY PROSPEROUS N HEALTHY NEW YEAR TO YOU.
Enjoy your vacation now n we will when u post the beautiful photos of those moments.
chandrika
રેતી સિમેન્ટ્ કપચિ એ દાટ તો વાળી દિધો …. સાચુ કહુ તો મારા સપના નો વાઢ સાવ જ વાઢિ લિધો …..
વાહ વિવેકભાઇ વાહ….. સરસ રચના છે…
નાનકડું ખોરડું ને ખેતર કૂવો ને પાદર.
નાનું કુટુંબ સૂતું, ઓઢીને સુખની ચાદર;
સઘળું લણી વળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી !
સામ્પ્રત સમાજ નુ પ્રતિબિંબ જાણે….
શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન
એક સામાન્ય આંચકાથી પણ જો જીવનની ઇમારત હચમચી જાય તો તાય કે….
પાયામાં શું ખૂટ્યાં છે, રેતી-સિમેન્ટ-કપચી ?
સુંદર રચના થઈ છે વિવેકભાઈ !
અભિનંદન !
દીપાવલીની શુભકામનાઓ !