(સુપરમેન…. …તવાંગ જતાં રસ્તામાં, અરુણાચલ પ્રદેશ, 8-11-2010)
*
ગયા રવિવારે ‘બાળદિન’ના રોજ મારા લાડકા સ્વયમ્ ની દસમી વર્ષગાંઠ ગઈ. પ્રવાસ દરમિયાન નેટ અને ફોન – બંને સુવિધાઓથી વંચિત રહેવાવાના કારણે એના જન્મદિવસની ભેટ રૂપે આ ગીત મૂકી શકાયું નહોતું. ગઈકાલે જ ફેસબુક પર મારો તાજો ફોટો જોઈ એક મિત્રે કહ્યું કે હું બહુ જાડો થઈ ગયો છું અને મને આ ગીત યાદ આવી ગયું…
*
પપ્પા છે દુંદાળા, મારા પપ્પા છે દુંદાળા
પપ્પાજીની સાઇઝનું પેન્ટ મળે ન કોઈ દુકાને,
લેવો પડે આખ્ખો તાકો પેન્ટપીસના સ્થાને,
ટેપ ખરેખર ટૂંકી છે કે દરજી કરે ગોટાળા ?
મારા પપ્પા છે દુંદાળા…
પપ્પાનો ખાવાનો ક્વૉટા હાથીને શરમાવે,
દૂધ-જલેબી-ખમણ-ફાફડા, જે આપો એ ચાલે.
રસોઈયા થાકી-હારી દર મહિને ભરે ઉચાળા.
મારા પપ્પા છે દુંદાળા…
રોજ સવારે બેડ-ટી માટે ટેબલ શું શોધવાના ?
કપ-રકાબી લઈને સીધા ફાંદ ઉપર મૂકવાના;
દંગ થઈ વિચારે પપ્પા, એ આ માટે ફાંદાળા ?
મારા પપ્પા છે દુંદાળા…
કદી ક્રિકેટની ગેમમાં પપ્પા રન-આઉટ ન થાય,
પપ્પાથી પહેલાં તો ક્રિઝમાં ફાંદ પહોંચી જાય;
એમની ફાંદ પર સ્કૉર લખીને હું માંડું સરવાળા.
મારા પપ્પા છે દુંદાળા…
-વિવેક મનહર ટેલર
(૦૯-૦૬-૨૦૧૦)
*
સરસ મર્માળેી કવિતા.
🙂
સરસ ગીત….દુંદાળા પપ્પાનું સ્વયમ્…!
જન્મદિન મુબારક.
સુંદર પ્રવાસની તસ્વીરો માણવી જરૂર ગમશે વિવેકભાઈ…
ફાંદ સમૃદ્ધિનું પ્રતીક ગણાતી હતી. ત્યાર પછી સિક્સ-પેક એબ્સનો જમાનો આવ્યો, જેણે ભારતીય પુરુષો માટે સપ્રમાણ શરીરની વ્યાખ્યા બદલી નાંખી.હવે લાંબા ગાળા સુધી સતત તેના પર ધ્યાન નથી આપી શકતા. પેટ વધતું હોય તો તેને વધવા દે છે પરંતુ તેઓ બેડોળ નથી દેખાતા. શરીરની સમપ્રમાણતાની આ નવી વ્યાખ્યા છે તેથી કસરતને હમણાં આરામ આપ્યો છે.
તેના પર
કદી ક્રિકેટની ગેમમાં પપ્પા રન-આઉટ ન થાય,
પપ્પાથી પહેલાં તો ક્રિઝમાં ફાંદ પહોંચી જાય;
એમની ફાંદ પર સ્કૉર લખીને હું માંડું સરવાળા.
મારા પપ્પા છે દુંદાળા
આવા મર્માળા કટાક્ષથી રમુજ રમુજમાં ધ્યાન દોરે છે.
સ્વ જ્યોતિંદ્ર દવે જેમ, આ રમુજ પોતાના પર કરી સ્તર ઊંચુ રાખ્યું …ધન્યવાદ્
ફાંદ સમૃદ્ધિનું પ્રતીક ગણાતી હતી બાદ સિક્સ-પેક એબ્સનો જમાનો આવ્યો, જેણે સપ્રમાણ શરીરની વ્યાખ્યા બદલી નાંખી. હવે લોકો પેટ વધતું હોય તો તેને વધવા દે છે પરંતુ તેઓ બેડોળ નથી દેખાતા. શરીરની સમપ્રમાણતાની આ નવી વ્યાખ્યા છે. કસરતને હમણાં આરામ આપ્યો છે.ત્યારે પોતાના પર કટાક્ષ
કદી ક્રિકેટની ગેમમાં પપ્પા રન-આઉટ ન થાય,
પપ્પાથી પહેલાં તો ક્રિઝમાં ફાંદ પહોંચી જાય;
એમની ફાંદ પર સ્કૉર લખીને હું માંડું સરવાળા.
મારા પપ્પા છે દુંદાળા…
સાત્વિક રમુજ સાથે સત્ય સ્થિતી પર ધ્યાન દોરે છે
Hi Vivek Bhai, Your Bonding With Your Son Is Amazing, Both Of You Are Piece Of Work, Swayam Is nadan And You Are Child At Heart.
aa song sambhali ne ganpati ji ne pan saram aavi jase. ganpati ji niche aavi ne tamne uper lai jase vivekbhai aatlu badhu na jamo………
સ્વયમ હમેશા ગમતીલો જ. કાવ્ય સુંદર.
બહુ સરસ. ધન્યવાદ.
🙂 🙂
મઝાનું……
ગમ્યું.
વાં ચવાની બહુ મજા આવી. આભાર.
શેઠ મોટા પેટ.
Nice I really enjoyed reading it N ha I m eager to see snaps of Aasam and arunachalpradesh.
મઝાનું ગીત.
wah!
enjoyed..
સરસ્
સ ર સ.
સરસ
પપ્પાનો ખાવાનો ક્વૉટા હાથીને શરમાવે,
દૂધ-જલેબી-ખમણ-ફાફડા, જે આપો એ ચાલે.
મારા પપ્પા છે દુંદાળા…
મારી લાડકવાયી દિકરી નિવાને ખુબ મજા પડી ગઇ……!
સરસ ….
સુંદર બાળ-ગીત!
સ્વયમને દશમી વર્ષ-ગાંઠ પર હાર્દિક વધાઈ!
સુધીર પટેલ.
પપ્પાનો ખાવાનો ક્વૉટા હાથીને શરમાવે,
દૂધ-જલેબી-ખમણ-ફાફડા, જે આપો એ ચાલે.
પપ્પા તો અસ્સલ સૂરતી મિજાજના લાગે છે …
સરસ ગીત…
મજા આવેી ગઇ..
સરસ મજાનુઁ ગેીત…
its really good… my shrey also can say it to me……
Wah Wah!!!!! It’s very nice…….
રોજ સવારે બેડ-ટી માટે ટેબલ શું શોધવાના ?
કપ-રકાબી લઈને સીધા ફાંદ ઉપર મૂકવાના;
સરસ મઝાનું ગીત !
તસ્વીરો પણ !
વાહ ભાઈ….સરસ ગીત્ તમે હાસ્ય કવિત લખો જ કવિ…
Great.
આપને “દુઁદ મુબારક !”મનવઁત.
way ay