વરસી કંઈ સ્મરણોની હેલી…

girl
(પ્રતીક્ષા…                            …કચ્છ, ઓક્ટોબર, ૨૦૦૯)

*

વરસી કંઈ સ્મરણોની હેલી,
હું તો લથબથ ભીંજાઈ થઈ ઘેલી.

વિસરી ગઈના છાણાં થાપી-થાપીને
મેં તો હોવાની ભીંતોને ઓકળી;
ઘરકામની કાથીઓ ખેંચી બાંધેલ ખાટે
આડી પડી’તી થઈ મોકળી.
એના નામનો વંટોળ મૂઓ ફૂંકાયો એમ કે છત અને ભીંતો પડેલી.
વરસી કંઈ સ્મરણોની હેલી…

અંદરથી કોઈ મારી આંખ્યું દાબીને પૂછે:
કોણ છું હું બોલ સખી, બોલ..
કૂણી હથેળીઓ શ્વસી લગીર એમાં
મનડાનો થઈ ગ્યો ચકડોળ.
આટલું રહ્યું ન ભાન? આટલા જન્મોથી હું તારા જ ટેકે ઊભેલી ?!
વરસી કંઈ સ્મરણોની હેલી…

– વિવેક મનહર ટેલર
(૧૬/૧૭-૦૬-૨૦૧૦)

48 thoughts on “વરસી કંઈ સ્મરણોની હેલી…

  1. વરસી કંઈ સ્મરણોની હેલી…

    કોઈ જ અભાગિયું એવું હશે જે આ વાંચ્યા પછી સ્મરણોની હેલીમાં નહીં ભીંજાય…

    જોગાનુજોગ સ્મરણોની હેલીમાં હમણાનું ભીંજાવાનું વધ્યું જ છે ત્યાં આ પૂર મને ઘેરી વળ્યું… હવે યાદો ઘનઘોર વરસવાની…..

  2. ખુબ સુંદર….ચોમાસાની અસર તમારા હગીતોમાં વરતાય છે.

    “આટલું રહ્યું ન ભાન? આટલા જન્મોથી હું તારા જ ટેકે ઊભેલી ?!”

  3. તારેી ઘણેી કવિતાઓ મા મારા ઘણા સ્મરણો જોડાયેલા હોઇ….આ રચનાએ તો મને તેમા ભિજવેી જ દેીધેી…! ખુબ જ સરસ વળેી કુદરત અને કવિતા નો અદભુત સમન્વય્…!

  4. વિસરી ગઈના છાણાં થાપી-થાપીને
    મેં તો હોવાની ભીંતોને ઓકળી;
    ઘરકામની કાથીઓ ખેંચી બાંધેલ ખાટે
    આડી પડી’તી થઈ મોકળી.
    એના નામનો વંટોળ મૂઓ ફૂંકાયો એમ કે છત અને ભીંતો પડેલી.
    વરસી કંઈ સ્મરણોની હેલી…
    ખૂબ સુંદર
    માયામાં તેની વિસ્મૃતિ થાય…અને જ્યારે તેના પ્રેમની સ્મૃતિ થાય ત્યારે
    અ દ ભૂ ત દિવ્યપ્રેમની હેલી વરસે
    આટલું રહ્યું ન ભાન? આટલા જન્મોથી હું તારા જ ટેકે ઊભેલી ?!
    વરસી કંઈ સ્મરણોની હેલી…
    યાદ આવી
    એવી શણગારી સ્વામીએ- જેમ ઓકળી ભીંતો;
    હશે હાથ પીંછી કોમળ કે કોઈ અમૂલખ કિત્તો !
    પળેપળે પામું મબલખને પળપળ થાતી નવાઈ;
    કીધી – એ સમરથ સાથ સગાઈ.

  5. અંદરથી કોઈ મારી આંખ્યું દાબીને પૂછે:
    કોણ છું હું બોલ સખી, બોલ..
    કૂણી હથેળીઓ શ્વસી લગીર એમાં
    મનડાનો થઈ ગ્યો ચકડોળ.

    બહુ સરસ !

  6. પ્રત્યેક પંક્તિમાં રુપકડા સંભારણા છલકે છે.મન મુકીને આ કાવ્ય લખાયું છે.
    આ ખુબ ગમ્યું.

    ઘરકામની કાથીઓ ખેંચી બાંધેલ ખાટે
    આડી પડી’તી થઈ મોકળી.
    એના નામનો વંટોળ મૂઓ ફૂંકાયો એમ કે છત અને ભીંતો પડેલી.
    વરસી કંઈ સ્મરણોની હેલી…
    ખુબ અભિનંદન,ડો.વિવેક્.

  7. આટલું રહ્યું ન ભાન? આટલા જન્મોથી હું તારા જ ટેકે ઊભેલી ?!
    વરસી કંઈ સ્મરણોની હેલી…

    સુંદર સ્મરણોની હેલી..હું તારાજ ટેકે….વાહ! ક્યા બાત હૈ!!!

  8. બસ તમે આમ વરસ્યા કરો
    ‘ને અમે આમ ભિંજાયા જ કરીએ……..

  9. સ્મરણોની હેલીએ ભાવ અને અભિવ્યક્તિ બન્નેને છેકે ઊંડેસુધી પલાળ્યા વિવેકભાઈ….
    સુંદર ભાવવાહી રચના બની છે.
    -અભિનંદન.

  10. વરસી કંઈ સ્મરણોની હેલી,
    હું તો લથબથ ભીંજાઈ થઈ ઘેલી

    KAOY NIY JUNIY LOVE NIY YAD CHE?

  11. આટલું રહ્યું ન ભાન? આટલા જન્મોથી હું તારા જ ટેકે ઊભેલી ?!
    …………………………………………………
    પહેલો પ્રશ્નાર્થ સમજાયો પરંતુ છેલ્લો પ્રશ્નાર્થ ના સમજાયો?
    પ્રથમ વાર કશીક અટપટી લાગી આ રચના

  12. વાહ ડો. વાહ .. ભાવ નિ વરસાવી હેલી .. ગમિ ગયો ભાવ્ ને સુવાળા શ્બ્દો…

  13. અંદરથી કોઈ મારી આંખ્યું દાબીને પૂછે:
    કોણ છું હું બોલ સખી, બોલ..
    કૂણી હથેળીઓ શ્વસી લગીર એમાં
    મનડાનો થઈ ગ્યો ચકડોળ.

    મનડાનૉ થઈ ગયો ચકડોળ્
    કોના હાથમાં સોંપ્યો બાગદોર્
    ખૂબ સુંદર્ ——

  14. દરેકના મનના ખૂણે એક જાણીતો સ્પર્શ ધરબાયેલો તો હોય જ છે એવા મનના એક અજાણ્યા ખૂણાને સ્પર્શે એવી નિતાંત સુંદર કાવ્ય રચના.

  15. તમારી કલમ અને કચ્છ વચે શું સામ્યતા છે ?બને બારે માસ છે …………

  16. ભીનું તરબતર કરી દે એવું ગીત લઈને આવ્યા છો વિવેક્ભાઈ… વગર વાદ્ળીએ વરસાદ ની અનુભૂતિ કરાવી દીધી તમે તો…

  17. આટલું રહ્યું ન ભાન? આટલા જન્મોથી હું તારા જ ટેકે ઊભેલી ?!
    વરસી કંઈ સ્મરણોની હેલી…

    સુપર્બ…

  18. અંતરને અને અંદરની વરસાદી મોસમમા દુકાળ આવતો નથી,ધોધમાર વરસ્યા જ કરે છે
    યારેક હૈયું ને ક્યારેક આંખ ભીજાણાજ કરે છે.સૌના મનની વાત કરે તે કવી – તમે આ કામ કર્યું છે,અને તે પણ કોઇ પોતે કરી શકે તે કરતાં વધુ અસરકારક રીતે.
    અભીનંદન !

  19. Via E-mail:

    “Dear Vivekbhai,

    I want to write a comment on this subject but i am unable to write the same on your blog.

    so that i am sending you this email

    Varsad ane Prem no bahuj gahero sabandh 6. Varsad ane Prem banne mans ne bhinjve 6. ek bhar thi to bijo under thi. varsad na gaya pa6i mati ni bhini bhini sugandh jem game 6 tem pritam na gaya pa6i teni mithi yado dil ne vagolvi game 6.

    Keep it up, very very good poem.

    with lots of regards

    Neeraj K. Parmar
    Mumbai”

  20. વિવેકભાઇ,

    એના નામનો વંટોળ—-,ને સ્મરણોની હેલી—-
    ખૂબ સુંદર શબ્દોમાં અભિવ્યક્ત કર્યું.
    સરસ ગીત.

  21. One more comment via E-mail:

    “********************************************************

    અંતર અને અંદરની મોસમ મા કદી વરસાદનો દુકાળ હોતો જ નથી, ક્યરેક આખને ક્યારેક આંખને ભીંજવી જાય છે.

    ર.પા કહેછે તેમ

    એm કહો રમેશ કે વરસાદ નથી

    કહો આપણે ભીના ન થયા.

    બીજા કોકે કહ્યું છે

    મારે તો taaree સાથે ભીંજાવું તુ

    મને શું ખબર તું રેઇન કોટ પહેરી ને આવશે! (યાદદાસ્ત માથી)

    તો treeજો કહે

    ગમ બુટ, મોજાં, રેઇન્કોટ

    કેટ કેટલા અવરોધ ઉભા કર્યા છે

    મારી અને વરસાદ વચ્ચૅ !

    આભ ભીન થવાની વ્રુતી અને ક્શમતા દીવસે દીવસે ઓછી થતી જાય છે !

    વરસાદી ગીતોમા એક નોધપાત્રા ઉમેરો. કઈ કડી ના વખાણ કરું ને કઈ ના નહી તે સમજાતું નથી એટલે એ માથાકુટ કરતો નથી
    BHARAT PANDYA

    I could not submit in comments so sending to you.”

  22. ભિન્જાવાનુ ગમે
    વરસતા વરસાદમા ભિજઉ કે કવિતા વાચુ ?

  23. સ્મરણોની હેલી વરસાવતું સુંદર લયબધ્ધ ગીત!
    સુધીર પટેલ.

  24. લ્ ખો ત મે ક્ વિ તા અને comments ના હો ય લા જવાબ એ વુ બ ને? really enjoying both….

  25. વિવેકભઈ, મઝા આવી ગઈ. સદગત મિત્ર મણિલાલ દેસાઈનુ એક ગીત યાદ આવી ગયુ.

    હળવે રહીને હાક મારો
    ઘરમો કે બહાર ચાર લોક મળ્યે ભેળુ
    ત્યા લાગે મને ડર તમારો

    સુતેલી સૈયર આ જાગી જશે ને
    નહી રે વાત આ છાની……….

    કહેવાનુ એટલુ જ કે તમારુ ગીત પણ એવુ જ ગમી ગયુ. ગુજરાતીમા ટાઈપ કરવુ બરાબર ફાવતુ નથી, નહી તો કહેવુ તો ઘણુ ઘણુ હોય.

    ભરત ત્રિવેદી

  26. ‘વરસી કંઈ સ્મરણોની હેલી’ થી શરૂ થયેલી હેલીને બન્ને બંધમાં જુદી જુદી રીતે છતાં એક-ભાવ અનુભવાય છે. પહેલા બંધમાં ‘વિસરી ગઈનાં છાણાં’ અને ‘ઘરકામની કાથીઓ’ના કલ્પનો એકલતા, થાક જેવા વિભાવોને ખૂબ અનુકૂળ રીતે વણાયા છે. તો બીજો બંધ ” આટલું રહ્યું ન ભાન? આટલા જન્મોથી હું તારા જ ટેકે ઊભેલી ?” જેવા અણધાર્યા પ્રશ્નાંત ધ્રુવસંધાનથી સ્મરણની હેલીને વધુ સઘન બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *