હું શું કરું ?

PB078936
(દીકરો મારો લાડકવાયો…       ….દિરાંગ, અરુણાચલ પ્રદેશ. ૦૭-૧૧-૨૦૧૦)

*

વેકેશનમાં
દીકરો
બહારગામ ફોઈને ત્યાં રહેવા ગયો.
દસ વર્ષમાં
પહેલવહેલીવાર
એ અમારાથી આમ સાવ જ છૂટો થયો.
એના વિના જાણે સૂરજ ઊગતો જ નથી
ને ઊગે તો પછી કદી આથમતો જ નથી…
એની મમ્મી તો
સવાર-બપોર-સાંજ
ફોન કરીને એના ખબર-અંતર પૂછી લે-
આ કર્યું ?
આમ કેમ કર્યું ?
ફોઈને હેરાન કરે છે ?
બહુ ચૉકલેટ નહીં માંગવાની.
આઇસક્રીમની જીદ નહીં કરવાની.
દીકરો પણ
એના આખા દિવસના પરાક્રમ
મમ્મીને વિગતવાર કહે-
ક્યાં ક્યાં ફરવા ગયા હતા ?
શું શું જોયું ?
શું ખાધું ? ફોઈએ શું અપાવ્યું ?
-બધું જ.
મારા મોબાઇલ પર ફોન કરે
પણ ‘મમ્મીને આપો’ એટલું કહેવા પૂરતું જ.
એની મમ્મી તો
ખુલ્લું રડી પણ પડે…
હું…
હું શું કરું?

-વિવેક મનહર ટેલર
(૦૧-૦૬-૨૦૧૦)

*

PB078896
(ગુફ્તગુ…                         ….દિરાંગ, અરુણાચલ પ્રદેશ. ૦૭-૧૧-૨૦૧૦)

26 thoughts on “હું શું કરું ?

  1. મારા મોબાઇલ પર ફોન કરે
    પણ ‘મમ્મીને આપો’ એટલું કહેવા પૂરતું જ.

    તમે શુઁ, કોઇપણ પપ્પા શુઁ કરે?

  2. સર તમે તો જુની યાદો તાજી કરાવી દીધી…
    અમે પણ આમજ કરતા……
    આખુ વેકેશન મામાના ઘરે રોકાવા વયુ જાવાનુ ને… આઇસ્ક્રીમો ખાવાની…. ને સાઇકલ ચલાવત શિખવાનું.. ક્રિકેટ રમવાની….

  3. ખરી વાતા છે.. હું પણે ઘરે ફોન કરું તો વધારે વાતો તો મમ્મી જોડે જ થાય…પણ તોય પપ્પાની લાડકી. 🙂

  4. એની મમ્મી તો
    ખુલ્લું રડી પણ પડે…
    હું…
    હું શું કરું?

    Really Touchable…..

  5. સુંદર અછાંદસ
    ઘણા ખરાની સમસ્યાની સ રસ અનુભૂતિ અભિવ્યક્તી
    માતા-પિતા એમ માને છે કે, જાગેલા બાળકને ફરી સૂવાડવું એ જવાબદારી તેઓની છે. તેથી તેઓ સહેજ અવાજ થતાં જ બાળક પાસે દોડી જાય છે. આથી બાળકને આળપંપાળની ટેવ પડી જાય છે. માતા-પિતાને એમ લાગે છે કે, તેઓ બાળકની મદદ કરી રહ્યા છે. જ્યારે વાસ્તવમાં બાળક એવું શીખે છે કે, તે માતા-પિતાની મદદ વિના સૂઈ શકશે નહીં. માતા-પિતાની આળપંપાળ તેના માટે સૂવાની પૂર્વશરત બની જાય છે. આથી રાત્રે જાગેલું બાળક માતા-પિતાનું ધ્યાન ખેંચવા રડવા લાગે છે. આ જ રીતે નવજાત શિશુઓને સ્તનપાન કરાવીને સૂવાડવામાં આવે છે. તેઓ જ્યારે જાગે ત્યારે ફરી સૂવા માટે દૂધની અપેક્ષા રાખે છે. બાળકને જાતે સૂવાની ટેવ પાડવામાં ન આવે તો તેઓ જાતે સૂવાનું શીખી શકતા નથી. તેઓને એક તક આપીને આ વાત શીખવી શકાય છે.
    ત્યારે અખાની વાત અનોખી…
    પ્રાયે પ્રપંચ આળપંપાળ, પંડિતે તેહેનાં ગુંથ્યાં જાળ ;
    શ્ર્લોક સુભાષિત મીઠી વાણ્ય, તેણે મોહ્યા કવિ અજાણ્ય.
    કહે અખો મમૅ સમઝ્યા પખે સંસ્કૃતનું પ્રાકૃત કરી લખે.

  6. એની મમ્મી તો
    ખુલ્લું રડી પણ પડે…
    હું…
    હું શું કરું?

    સુંદર ! હ્દયને સ્પર્શી ગયું.

  7. બહુ જ સરસ મન ને સ્પર્શી ગયુ.
    મમ્મી ઘણુ બધુ કરી શકે પણ પપ્પા નુ શું?
    વીવેકભાઈ, આ બધુ તો દીકરાઓ નાના હોય ત્યાં સુધી જ,
    પછી તો પપ્પા જ વધુ હોય છે, રાહ જો જો…
    સરસ અભીવ્યક્તી…

  8. બહુ જ સરસ….! સરળ શબ્દોમા પોતાનેી લાગણેી ને વ્યક્ત કરવાનુ તો કોઇ તારેી પાસેથેી જ શેીખે….! હ્રદયશ્પર્શેી…..!ગમેી….!

  9. એની મમ્મી તો
    ખુલ્લું રડી પણ પડે…
    હું…
    હું શું કરું?

    હેટ્સ ઓફ્…………….!!!

  10. આટલા જ વહાલ થિ મા બાપ દિકરા ને મોટો કરે છે પણ પાંખ આવતા દુર દુર ઉડિ જાય છે અને આપણા હાથ મા રહિ જાય છે એકલો મોબાયલ…….તેના બચપણ નિ યાદો યાદ કરિ કરિ ને જિંદગિ લંબાતિ જાય …..ના તુટતિ જાય છે!!!!!!

  11. એની મમ્મી તો
    ખુલ્લું રડી પણ પડે…
    હું…
    હું શું કરું?

    હવે શુ બોલવુ મારે …….?

    ( મારિ આખ માથિ આસુ સરિ ગયા )

  12. ખુબજ સરસ અભીવ્યકતી……. બાપ ની ને દિકરા ની વચ્ચે હંમેશા એક સ્નેહ સભર પ્રાક્રુતિક દિવાલ જાણે અજાણે હોય છે. મનોવિગ્નાન ને મતે સમ લિંગ સંબધો મા આવુ રહેતુ હોય છે. અને આનાથી ઉલટુ બાપ ને દિકરી નો સંબંધ સાવ નિરાળો છે. જો તમારે દિકરી હશે તોજ હુ જે કહુ છુ તેનો ખ્યાલ આવશે. માં-દિકરો ને બાપ-દિકરી ના સંબંધો ની મનઃ સ્થિતી ખુબજ અલગ હોય છે. અને એને સમજવા માટે એટલે દિકરા ને સમજવા માં બનવુ પડે અને દિકરી ને સમજવા બાપ બનવુ પડે.
    ભરત ગઢવી – બોત્સવાના (આફ્રિકા)

  13. તમે જણાવ્યુઁ ને અમે વાઁચ્યુઁ તમારુઁ લખાણ.
    ભાઇશ્રેી મનહર ઉધાસની બે સેીડેી મગાવીને
    સાઁભળવાની ખાસ ભલામણ કરુઁ છુઁ.આપનુઁ
    ઉદભવેલુઁ કાવ્ય સાહજિક ને સરસ છે.
    ૧.અભિનઁદન..(દીકરો મારો લાડકવાયો..)
    ૨.અણમોલ….(દીકરી મારી લાડકવાયી..)
    આપનો ઘણો ઘણો જ આભાર !કુશળ ને ?

  14. દિકરિ વિનાનો બાપ કમનસિબ. દિકરા માના ને દિકરિયો બાપનિ આ મારુ માનવુ che. (Please xuse me not being able to type in Gujarati) Ramayan would not have happend if there were 100 daughters instead of kauravas)

  15. સરસ, પણ પદ્ય કરતા ગદ્ય જેવું વધારે લાગ્યું. માફ કરજો.

  16. શ્રી મનહરભાઈ,
    મા-બાપ તથા દિકરો અને દિકરી વચ્ચેના સબંધોનો નાજૂક પ્રશ્ન છેડ્યો છે. મા-બાપના મનોભાવોના
    વિષયનું વિશ્લેષણ કરીએ કે ન કરીએ હકીકત એમની એમ જ રહેવાની. તમારો પ્રશ્ન દિકરો શા માટે
    મા તરફ વધારે ઢળે છે? મારા વિચાર મુજબ દિકરો કુટુંબના વંશવેલા વધારનાર વ્યક્તિ છે. દિકરી પરાયા ઘરને પોતાનું બનાવે છે એટલે તરત જ પોતાના કુટુંબનો મિનારો રચાવાના સ્વપ્નો શરૂ થઈ જાય છે. જેની જવાબદારી દિકરાના ભાગે જ આવે છે. બીજું કારણ મામાં મમતાનો ગુણ છે જ્યારે બાપમાં કડકપણું હોય છે. તે દિકરાને ઉછેરતા જાણે અજાણે મા ન ગમતી દિકરાની ક્રુતિને
    અંકુશમાં લેવા બાપનો જ ડર બતાવતી હોય છે. ટૂંકમાં સ્ત્રી પુરૂષના કુદરતે મુકેલા નિર્સગીક ગુણોનું
    આ કારણ છે.
    ચન્દ્રકાંત લોઢબવિયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *