(એ નજર… ….અરુણાચલના રસ્તાઓ પર, ૧૧-૧૧-૨૦૧૦)
*
હજારોની ભીડ ચીરીને
એ નજર
એ એક નજર
એ જ નજર
ક્ષણાર્ધમાં
ક્ષણાર્ધ માટે જ મને વીંધી ગઈ…
અને તીવ્ર થતા તડકા સામે બાષ્પીભૂતાતા ઝાકળની જેમ
આખી ભીડ…
આ જ નજરના હીંચકા પર
જિંદગીના
કંઈ કેટલાય ખુશનુમા વરસો હીંચ્યા હતા.
આ જ નજરના ઝરણામાં
કંઈ કેટલાય સ્મરણો નાહી-ધોઈને ઉજળાં થયાં હતાં.
આ જ નજરના રસ્તે ચાલીને
કંઈ કેટલીય ઇચ્છાઓ આંટણિયાળી થઈ હતી.
આ જ નજરના છાંયડામાં
જન્મોજનમના કોલ વાવ્યા હતા.
આ નજર મારી નજરમાં
એમની એમ જ અકબંધ લઈને
સદીઓથી
હું ત્યાં જ ઊભો હતો.
કોઈ તડકો-ટાઢ-વરસાદ-ધુમ્મસ કે આંધી
એને લગરીક પણ ધુંધળી કરી શક્યાં નથી.
આજે
અચાનક
સદીઓ પછી
એ ચિરાંકિત નજર ફરીથી રૂ-બ-રૂ થઈ.
ભીડ ગાયબ.
સમય-શબ્દ-સ્થળ-સૃષ્ટિ કંઈ જ ન રહ્યું…
ચંદ શ્વાસોની ચાલુ આવ-જા સિવાય
નિશ્ચેત દેહ લઈને
હું
એ નજરને
કાગળ પર શી રીતે ચાક્ષુષ કરવી
એ વિમાસણમાં
કદાચ સદીઓ સુધી ત્યાં જ ઉભો રહીશ…
– વિવેક મનહર ટેલર
(૨૮-૦૪-૨૦૧૦)
*
પ્ર્યાર કો બુસ ચહિય અએક જ નજ્રર , જિન્દ્ગિ ભ્રર ન ભુલેગિ વો બર્સત કિ રાત …………..બુસ આજ વાત નિ ભુજ સર્સ્સ રજુવાત ચે ……………આનદ આવે……………….અભિનદ્નન ….ધ્ન્યવાદ્……………………………………..આભાર્……….
હું
એ નજરને
કાગળ પર શી રીતે ચાક્ષુષ કરવી
એ વિમાસણમાં
કદાચ સદીઓ સુધી ત્યાં જ ઉભો રહીશ…
બહુ સરસ ….
વાહ! બોત ખુબ!
વાહ …. બહુત સુન્દર
Very Nice, Sir.
Tame shabdo thi aamara patang ne kapi j nakhyo chheeee !!!
Dhanyavaad Dear Dr.Vivekbhai
thank u with regards
અભિનંદન, મજાની કવિતા.
સમય-શબ્દ-સ્થળ-સૃષ્ટિ કંઈ જ ન રહ્યું…
ચંદ શ્વાસોની ચાલુ આવ-જા સિવાય
નિશ્ચેત દેહ લઈને
હું
એ નજરને
કાગળ પર શી રીતે ચાક્ષુષ કરવી
એ વિમાસણમાં
કદાચ સદીઓ સુધી ત્યાં જ ઉભો રહીશ…
ખૂબ સરસ
હિ કેમ ચ્હ ખુબ સરસ્
………………..
ઝેર દુનિયાનુ પછી ક્યાંથી ચડે…………..!
આંખ કોઈની અમી પાયા કરે…………….!!
સુંદર રચના…..
અતિ સુંદર 😉
અતિ સુંદર 😉
નીચી નજર ઉચી થાય ધિમે ધિમે એમ મન વિંધાયું આજ
નાનપણમાં અબુધ અવસ્થામાં અણસમજમાં સુંદરતા જોવાના કેટલાય સપના
આવી કોઈક પળે મોટી ઉમરે નાના બની જોવાય ત્યારે દિલમાં એક અનેરો
ન કલ્પી શકીએ એવૉ આનંદ થાય છે જે તમે શબ્દોમાં ઉતાર્યો. વાહ ! ખુબ ખુશી મળી.
સર તમે કોઇ પણ ચિત્ર કે વિષય પર આટલી સુંદર રીતે લખી લ્યો છો…
કઇ રીતે….? એ પણ કેટલુ બધુ કઇ જાવ છો…? ફ્ક્ત એક ચિત્ર પર…!!!
બહુ સરસ કવિતા.મજા પડઈ ગઈ.
નજર વિશેની તમારી નજર ગમી ગઈ. સુંદર…
સરસ રચના, બધે નજરના જ કમાલ છે ને? એક નજર જ કાફી હોય છે, એ જ તો કાયમની યાદ બની રહે છે…………..
રમેશ પટેલ (પ્રેમોર્મિ)
શ્બ્દો છે શ્વાસ મારા આ તમારીજ ઉક્તીને તમે આ કવિતામાં
યથાર્થ કરી આપી છે
“કદાચ સદીઓ સુધી ત્યાં જ ઉભો રહીશ…”
કદાચ આવું સુંદર વાંચવા હું પણ કદાચ સદીઓ સુધી રાહ જોઇશ
ખુબ ખુબ સુંદર, અંતરના અભિનંદન.
બહુ સુંદર અછાંદસ! ચોટદાર અંત વધુ ગમ્યો.
સુધીર પટેલ.
it’s tooo goood 🙂
સુંદર અછાંદસ રચના.
આ જ નજરના છાંયડામાં
જન્મોજનમના કોલ વાવ્યા હતા.
આ નજર મારી નજરમાં
એમની એમ જ અકબંધ લઈને
સદીઓથી
હું ત્યાં જ ઊભો હતો.
કોઈ તડકો-ટાઢ-વરસાદ-ધુમ્મસ કે આંધી
એને લગરીક પણ ધુંધળી કરી શક્યાં નથી…
એક સોનેરી યાદ માં આટલુ ખોવાઈ જવાની કલ્પના માત્રથી જ રોમાંચ નો અનુભવ થઇ ગયો વિવેકભાઈ !!!
સુંદર કલ્પના
અચાનક
સદીઓ પછી…..
ફરી આ અછાંદસ વાંચવું ગમ્યું…