તમે જ અમારા બાવન અક્ષર, તમે જ બાવન બા’રા,
તમે અમારી શોધના દરિયા, તમે એકમેવ આરા.
કલમ તમે છો, તમે જ કાગળ, તમે જ ફકત લખાયા,
તમે અમારી કવિતાઓમાં ભાવ થઈ પથરાયા;
‘તમે મળો’ની કુંજગલીમાં અમે પૂરણ ભૂંસાયાં,
તમે અમારી એક જ મંઝિલ, તમે હરએક ઉતારા.
તમે અકળ છો, તમે સકળ છો, તમે છૂપા પરગટમાં,
તમે અમારી એક એક ઘટના, તમે અમારા ઘટમાં
તવસાગરમાં ડૂબકી દઈને અમે જે પામ્યાં ઝટમાં,
ભવસાગરમાં એ મોતી ના પામે કોઈ મછવારા..
– વિવેક મનહર ટેલર
(૦૨-૧૨-૨૦૨૨)
Mahan Urdu shayar nee be paktee o …
Har zarra chamaktā hai anvār-e-ilāhī( Ish Prakash) se
Har saañs ye kahtī hai ham haiñ to, ḳhudā, bhī hai
Mahan Urdu shayar Akbar Ilahabadee nee be paktee o …
Har zarra chamaktā hai anvār-e-ilāhī( Ish Prakash) se
Har saañs ye kahtī hai ham haiñ to, ḳhudā, bhī hai
વાહ
સરસ ગીત
વાહ
તમે લખ્યું તે હૃદયે પહોંચ્યું, તમે કહ્યું તે સ્પર્શયું
તમે કહેલું ગીત આવતુંક અમ અંતરમાં ગુંજયું
સુંદર રચના શ્રી વિવેક સર…. આપનું કાવ્યતવ અદભુત અને શ્રેષ્ઠ હોય છે. આપની કવિતાઓ ઘણું બધું શીખવી જાય છે.
તવસાગરમાં ડૂબકી દઈને અમે જે પામ્યાં ઝટમાં,
ભવસાગરમાં એ મોતી ના પામે કોઈ મછવારા..
અંત વાંચીને અદ્ભુત તૃપ્તિ થઈ.
મજાનું ગીત સર
વાહ સમર્પણ ભાવનુ સરસ ગીત પૂરણ ભુંસાયા…
વાહ સમર્પણ ભાવનું સરસ ગીત
આપણું હોવું ઈશ્વર ને આધિન છે, એનાં વિના કશું પામીજ ના શકાય.તુ છે તો હું છું નો ભાવ અદ્ભૂત રીતે પ્રગટ થયો છે.શબ્દો એવાં તરલ છે કે પોતાના ભાવપ્રવાહમાં છેક કિનારા સુધી પહોંચાડે છે .
ખૂબ સરસ કવિરાજ 🙏
તમે જ અમારા બાવન અક્ષર, તમે જ બાવન બારા,
તમે અમારી શોધના દરિયા, તમે એકમેવ આરા. Aahaa ! 👌🏻 Ek pasandida gana yaad aa gaya…
– વિવેક મનહર ટેલર (૦૨-૧૨-૨૦૨૨) –
‘તમે જ બાવન બારા…સરસ મઝાની રચના…
સાથે મોહક તસ્વીરોની પણ મોજ….