હું ને તું ભેટ્યાં કે શું?

હું ને તું…. …હિમાલયન બુલબુલ, પાલમપુર, 2022

*

હું ને તું ભેટ્યાં કે શું?
ના.. ના.. ના..
આપણ બે જુદાં જ ન હોઈએ તો ભેટ્યાંને ભેટ્યાં જ કહીશું કે કંઈ બીજું?

આંખોમાં તું છે તો લોહીમાં જે વાંભવાંભ હિલ્લોળા લે છે એ કોણ?
બાંહોમાં હોય એ જ તું હો તો હૈયામાં ધકધક જે થાય છે તે કોણ?
કહે, ઓગળશે બંનેની સમજણ સૌ પહેલાં કે ઓગળીશું આપણ બે પહેલું?
નક્કી કર, હું ને તું ભેટ્યાં કે શું?

અળગાં જે હોય એને બાંધીય શકાય કોઈક રીતે ને કંઈકે સમ-બંધમાં,
અલગાવ જ લાગવા ન દે એ લગાવ અહીં વિકસ્યો છે ફૂલ ને સુગંધમાં;
આવા આપણા વળગવાને વળગણ કહીશું કે નામ દઈશું અદ્વૈત સમું ઊંચું?!
બોલ સખી, હું ને તું ભેટ્યાં કે શું?

– વિવેક મનહર ટેલર
(૦૨/૦૩-૦૭-૨૦૨૨)

*

હું અને તું… … દીવ, ૨૦૨૨

25 thoughts on “હું ને તું ભેટ્યાં કે શું?

  1. વાહ, સુંદર વિચારની પ્રસ્તુતિ કરવામાં આવી છે

  2. દ્વેત છતાંય અદ્વેતનું ભાવનાત્મક આલેખન. 👌

  3. વાહ બાથ ભરીને ભેટવાનું મન થાય એવી રચના મોજ સર

  4. વાહ વાહ,
    ઓગળતું સતત આંખોમાં જોઈને, અસ્તિત્વ ક્યાં રહ્યું એકેનું અલગ..

    છોને રહ્યાં ગાઉ દૂર, ભેટ્યાં હા આપણે, જાણે શ્યામ સંગ મીરાંનું મિલન.

    વાહ
    ક્યા બાત 👌👌

  5. બોલ સખી, હું ને તું ભેટ્યાં કે શું?

    – વિવેક મનહર ટેલર, Gamtano Gulal vishe shu lakhu Kavi/Dr.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *