*
સરસ મજાના ઇન્દ્રધનુષી રંગ લગાવું ગાલે,
ફાગણિયાના ફાલે, રમીએ ભીનાંભીનાં વહાલે,
ને તું ના આવે એ ચાલે?
કેસૂડા તત્પર છે લઈને હાથ કલમ ને કિત્તા,
તું આવે તો ગીતો લખશે, ના આવે તો કિટ્ટા;
સજીધજીને તારા માટે ખડી છે સૃષ્ટિ આ, લે;
હૈયું નાચે ધ્રબાંગ તાલે, તારી ખોટ જ સાલે,
ને તું ના આવે એ ચાલે?
ઊભો છું સદીઓથી લઈને નજરોની પિચકારી,
દિલમાં ઊતરી અંદરથી છે રંગવાની તૈયારી;
અરમાનોની ટોળી જો ને, પૂરજોશમાં મ્હાલે,
આજ કરીએ જીવ-શિવ એક, કાલની વાતો કાલે,
ને તું ના આવે એ ચાલે?
– વિવેક મનહર ટેલર
(૧૦-૦૩-૨૦૨૦)
Saras..
Nice
Nice.
Colourful moods in romantic song.
Wish you a happy colour of festival- Holi.
Wow… વાંચતા જ તરત હૃદયસુધી પહોંચી જાય અને જ્યાં હોવ ત્યાંજ રંગાઈ ગયા નો અહેસાસ કરાવતું એકદમ મઝાનું ગીત…
ખૂબ સરસ ફાગણી ગીત .
અભિનંદન વિવેકભાઈ.
રંગોત્સવની શુભેચ્છાઓ.
સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર….