બે-ચાર પળનું આપણું રોકાણ સઘળું છે


(ચઢાણ…                …બાઝ બહાદુરનો મહેલ, માંડુ, નવેમ્બર- ૦૫)

*

મારી ને તારી પ્રીતમાં જોડાણ સઘળું છે,
પાણીના બે અણુ સમું બંધાણ સઘળું છે.

જો શાંત થઈ ગયાં તો પછી કંઈ જ ના બચે,
શ્વાસોની આ ગલીમાં તો રમખાણ સઘળું છે.

લૂંટાવું તારા હાથે, એ નિશ્ચિત હતું, ઓ કાબ !
છે હાથ, છે કળા ને ધનુષ-બાણ, સઘળું છે.

ચઢતાં જે થાક લાગ્યો, ઉતરતાં ન લાગ્યો એ,
સમજાયું, દેહ શૂન્ય છે, ખેંચાણ સઘળું છે.

આગળ ખબર નથી અને પાછળ કશું નથી,
બે-ચાર પળનું આપણું રોકાણ સઘળું છે.

શબ્દોને વાવ્યા લોહીમાં તો શ્વાસ થઈ ઊગ્યા,
મારા કવનમાં કંઈ નથી, ભેલાણ સઘળું છે.

-વિવેક મનહર ટેલર

8 thoughts on “બે-ચાર પળનું આપણું રોકાણ સઘળું છે

  1. Dear Dr. Vivek bhai!

    Your command over words is impressive. Though I have close contacts with medical profession, I have come across very few doctors who can write with such an ease. Keep up this good work!

  2. કાબ = કાબો = લૂંટારો; કચ્છ તરફ વસતી એક લૂંટારૂ અને ચાંચિયા જાતનો માણસ.
    આ સાંભળ્યું હશે:
    સમય સમય બલવાન હૈ, નહીં મનુષ બલવાન;
    કાબે અર્જુન લૂંટિયો, વહી ધનુષ, વહી બાણ.

    ભેલાણ= બગાડ; નુક્સાન; બરબાદી. (ઢોર ખેતરમાં ઘુસી જઈ પાકને નુક્શાન કરે તે)

  3. Vivek sir : aapni ane Vihang Vyas ni kavitao vanchta mane ek common laagni thai chhe – mara talpadi bhasha na gyaan vishe sharam 🙁

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *