*
સદીઓથી આ છાતીમાં અટકી રહેલા પ્રગાઢ ઉન્મત્ત આલિંગનનું શું કરવું તે યાદ કરીને કહેજે આ વેળા તું,
કે હજી પણ રહીશું એમ જ આઘું ?
યુગોયુગોથી ખાલી ખખડતી રેતી જેવી નદી થઈને કોરા આ આકાશની નીચે આમ સતત ઝૂરવાનું ક્યાં લગ ફાવે ?
ગાભ વિનાના કોરાકોરા આભની કોરીકોરી આંખોમાં પણ એકદા એકાદું યે નાનું-મોટું કોઈ સપનું તો આવે;
આઠ પ્રહર ને બારે મહિના ડેરા તંબુ નાંખીને પથરાઈ રહેલી વૈશાખી ધખધખતી ધાખે તડ પડે તો સારું,
કદીક તો ડોકિયું કરે ચોમાસુ.
એક અંતરો પૂરો થઈ અધવચ્ચે અટ્ક્યા ગીતના જેવો જલદ મૂંઝારો છાતીના અંધિયાર કૂવામાં ડચ્ ડચ્ ડચ્ ડચૂરાતો,
સૂર્યકિરણથી લીલના ગાઢા લીસ્સા બંધિયારપણાના અતળ અકળ સૌ પડળ વીંધીને જળનો ગાલ ન પંપાળાતો,
એમ જ સંજોગના કડિયાને સમયની ઇંટ ઉપર ઇંટ ચણવા દઈને એક-એક ભીંત ભીંત કરતાં શહેર વચ્ચે ચણાઈ ગ્યું આખું,
તું જ કહી દે મારે શું કરવાનું ?
સદીઓથી આ છાતીમાં અટકી રહેલા પ્રગાઢ ઉન્મત્ત આલિંગનનું શું કરવું તે યાદ કરીને કહેજે આ વેળા તું,
કે હજી પણ રહીશું એમ જ આઘું ?
– વિવેક મનહર ટેલર
(૦૮-૦૧-૨૦૧૬)
*
અરે વાહ શું પોઝ છે…લાગે છે દિલ ગાર્ડ્ન ગાર્ડન છે !!
મસ્ત રચના શાલ ઓઢી ને ઃ)
Waaaaaaaaaaaah……
Can’t remember to forget you… ઃ)
સરસ રચના અને સરસ ફોટોગ્રાફ,ખુબ સરસ……….અભિનદન અને આભાર……
congrats .After a long time
wah …saras
એક અંતરો પૂરો થઈ અધવચ્ચે અટ્ક્યા ગીતના જેવો જલદ મૂંઝારો છાતીના અંધિયાર કૂવામાં ડચ્ ડચ્ ડચ્ ડચૂરાતો,
એમ જ સંજોગના કડિયાને સમયની ઇંટ ઉપર ઇંટ ચણવા દઈને એક-એક ભીંત ભીંત કરતાં શહેર વચ્ચે ચણાઈ ગ્યું આખું,
તું જ કહી દે મારે શું કરવાનું ?
Waah …!
“એમ જ સંજોગના કડિયાને સમયની ઇંટ ઉપર ઇંટ ચણવા દઈને એક-એક ભીંત ભીંત કરતાં શહેર વચ્ચે ચણાઈ ગ્યું આખું,
તું જ કહી દે મારે શું કરવાનું ?”
સરસ રચના
“આ વેળા…”
ખરેખર અદ્ભુત છે…
વેળાનું ઉદ્બોધન ગમ્યું…
વર્તમાનતા દર્શાવવાની નીતી અને…બંધમાં કૈંક વાતોની કહેવાની પદ્ધતિઓ જામો પાડ્યો હો…
ખુબ સુંદર રચના…
આભાર…