કેવી ભૂલ કરી !

Jungle by Vivek Tailor
(પગલાં એક-એક ક્ષણનાં…            ….નામેરી, આસામ, ૨૦૧૦)

*

કેવી ભૂલ કરી રે, મનવા ! કેવી ભૂલ કરી !
પેટ ચોળીને શૂળ ને જિંદગી પળમાં ધૂળ કરી.

એક-એક શ્વાસ ચડી બેઠા છે થેલા થઈ મણ-મણના,
સદી સદી લાંબા થઈ પડતાં પગલાં એક-એક ક્ષણનાં;
આખે આખું જીવતર પળમાં બની ગયું એક ભ્રમણા,
ક્યાંથી વાત શરૂ થઈ, ક્યાં ગઈ એ જ નરી વિટંબણા,
નાસમજીમાં સૂરજ જેવી બત્તી ગુલ કરી.

અણી ચૂક્યો તે વરસો સહેવું માથે ગયું લખાઈ,
દિલગીરીના કાંટા માંહે વસ્તર ગયું ચીરાઈ;
કંઈ કરવાનું પગલું પાછું એવું થ્યું હરજાઈ,!
બૂટ, દિશા, મારગ સૌ ગાયબ; પગ પણ ગયા કપાઈ,
હોઠ પાછળ આખી વસ્તીએ ફાંસી કબૂલ કરી.

– વિવેક મનહર ટેલર
(૨૫-૦૧-૨૦૧૫)

*

river by Vivek Tailor
(સમીસાંજના ઓળા…                             …..નામેરી, આસામ, ૨૦૧૦)

6 thoughts on “કેવી ભૂલ કરી !

  1. હોઠ પાછળ આખી વસ્તીએ ફાંસી કબૂલ કરી.

    Nice sir… Keep it up..

  2. અણી ચૂક્યો તે વરસો સહેવું માથે ગયું લખાઈ,
    દિલગીરીના કાંટા માંહે વસ્તર ગયું ચીરાઈ;
    કંઈ કરવાનું પગલું પાછું એવું થ્યું હરજાઈ,!
    બૂટ, દિશા, મારગ સૌ ગાયબ; પગ પણ ગયા કપાઈ,
    હોઠ પાછળ આખી વસ્તીએ ફાંસી કબૂલ કરી.

    awesomeeeee

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *