લાલ રંગ…

red flower by vivek tailor
(યે લાલ રંગ કબ મુજે છોડેગા…. …અંગ્રેજી કબ્રસ્તાન, સુરત, ૧૭/૧૨/૨૦૧૪)

*

પાકિસ્તાનની એક શાળામાં સોળમી ડિસેમ્બરે આતતાયીઓએ કરેલા માસુમ ભૂલકાઓના નૃસંહારના નગ્ન નાચના અનુસંધાનમાં એક નાનકડી વાત… એક ભારતીય હોવાના નાતે.. એક મનુષ્ય હોવાના નાતે…

*
રોજની જેમ જ
આજે પણ
જાતજાતના રંગના સૂરજ
કોરા કાગળ પર ઊગી આવ્યા હતા.
પીળો સૂરજ… ભૂરો સૂરજ… લીલો સૂરજ…
વાદળી.. પોપટી… જાંબલી… નારંગી… મોરપિંચ્છ…
નાચતો સૂરજ… ગાતો સૂરજ…
ખાતો… પીતો… રમતો… કૂદતો…
ને અચાનક
ઘડ-ધડ-ધડ-ધડ કરતીક એક લાલ પીંછી બધા પર ફરી વળી.
ભરયુવાનીમાં કપાળથી કંકુ ખરે
એમ
પૂર્વમાં જ આથમી ગયેલા બધા સૂરજ
આકાશને પૂછતા ગયા –
આ લાલ રંગ આપણે જ ભેગાં મળીને બનાવ્યો હતો ને
બીજા પર નાંખવા માટે ?
હવે… આકાશ શું બોલે ?

– વિવેક મનહર ટેલર
(૧૬/૧૨/૨૦૧૪)

*

design by vivek tailor
(સમયના પ્રહાર….                  …અંગ્રેજી કબ્રસ્તાન, સુરત, ૧૭/૧૨/૨૦૧૪)

7 thoughts on “લાલ રંગ…

  1. કેટલું બધું અધમ કામ !
    જીવન દમ ભરવાનું શરુ કરે તે પહેલાં જ ભમ દઈને ધમ થઈ ગયું?
    સૂર્ય પણ પૂર્વમાં ઊગીને આગળ વધવાનું ભૂલી ગયોને ‘ને પૂર્વમાં જ આથમી ગયો?
    ઓ મારા પ્રભુ,આ બધું જોવા અમને કેમ જીવતા રાખ્યા?અમારો જવાનો સમય તમે એમને કેમ આપી દીધો?

  2. મારુ રુદય રડી ઉઠે છે આ દાનવી ક્રુત્ય વિશે વાન્ચિને તેમજ ટીવી ઉપર જોઇ. આ પ્રસન્ગે લગભગ ૧૬૫ નિર્દોષ માનવીઓ તાજ મહાલ હોટેલમા પાકીસ્તાનિ ટેરરીસ્ટો દ્રારા માર્યા ગયા હતા તે પણ યાદ આવે છે. નાનપણ્મા સાભળેલી એક કહેવત પણ યાદ આવી ગઈ. ” સાપ કરડે તો મદારીને “. પાકીસ્તાને હજુ સુધી એ ટેરરીસ્ટના ઉપરિને ભારતને હવાલે નથિ કર્યો. ભારતે આ બનાવોમાથી ઘણુ શીખવાનુ છે. કે કોઈુ ગ્રુપ કે પક્ષ બિજા નાગરિકોના હક્કો ન લઈ લે. ભારતમા ઘણી વાર એક યા બીજા પક્ષ દ્દ્વારા શહેરો ફર્જિયાત બન્ધ કરવામા આવે છે. કોઇ લોકશાહીમા આવુ ન ચાલે.

  3. What a dastardly act? These were not human beings and they will not be going to the heavens as they thought would go by following the Quoraan. Quoraan does not preach killing and or violence of young or old or any humans. These are terrorists and they have been winning lately. But there are more good people in the world than bad. And one day the good people will rise and the bad people will loose. It happened at the end of the 1st World War and again in the WWII. Yes, with lot of lost lives. There comes a time when even the literate have to take to the sword. May be this loss of innocent lives will start a chain reaction of responses to these dastardly fellows.

  4. હિંસાનું કોઈ ક્રુત્ય માફીને લાયક હોઈ શકે નહીં.

    તમારા ફોટોઝની નીચે અંગ્રેજી કબ્રસ્તાન લખ્યુ ચેી, તે બ્રિટીશ લોકોનું ચ્હે કે લોકલ Christian લોકોને પણ દફનાવે ચ્હે ત્યાં?

    (sorry for my terrible typing. could not figure out how to type ‘chhe’)

  5. @ બ્રિન્દાજી:

    સુરતના કતારગામ વિસ્તારમાં અંગ્રેજી અને વલંદા લોકોના બે કબ્રસ્તાન છે જે હવે ઐતિહાસિક સ્થળ બની ગયાં છે. જે તે સમયે ત્યાં અનુક્રમે અંગ્રેજી અને વલંદા લોકોને દફનાવવામાં આવતા….

  6. અય પરવરદિગાર આવા ઘાતકી અધમ લોકો કે જેઓએએ નિર્દોષ બાળકોને મારી નાખ્યા . તેઓને તું દોઝખમાં કેમ નથી મોકલી દેતો .?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *