(રણ મહીં ખીલ્યો છું….. ….નુબ્રા વેલી, લદાખ, જુન-૨૦૧૩)
*
સહુ મિત્રોને દિવાળીની શુભકામનાઓ તથા નૂતન વર્ષની હાર્દિક વધાઈ….
*
સ્હેજ ખરડાયો છું એ તકલીફ છે ?
ખૂબ પંકાયો છું એ તકલીફ છે.
રણ મહીં ખીલ્યો છું એ તકલીફ છે,
સાવ વણમાંગ્યો છું એ તકલીફ છે.
હું કશું સમજ્યો નથી એવું નથી,
હું બધું સમજ્યો છું એ તકલીફ છે.
તેં ગુમાવ્યાની છે તકલીફ કે પછી,
હું બધું પામ્યો છું એ તકલીફ છે ?
ધર્મ તારો, કર્મ એનું, તે છતાં
હું જ શસ્ત્રાયો છું એ તકલીફ છે.
રાત્રે તારામાં ભળું છું, ના ગમ્યું ?
તારો પડછાયો છું એ તકલીફ છે ?
યાદ ખર્ચી ખર્ચીને જીવવા જતાં
હું જ ખર્ચાયો છું એ તકલીફ છે.
– વિવેક મનહર ટેલર
(૨૪-૦૮-૨૦૧૪)
*
Waahhh
Waah. .Sunder
હું કશું સમજ્યો નથી એવું નથી,
હું બધું સમજ્યો છું એ તકલીફ છે.
સરસ !
Sundar
Taklif chhe… navi radif.. waah kavi!!
સુંદર ગઝલ
one of the best gazal of Vivek Tailor.
વાહ્, વાહ્, શુ સુન્દર ગઝલ રચના !