(શતસહસ્ત્ર ઘોડલાં….. ….દુબઈ, નવે. ૨૦૧૨)
*
તેં ના પાડી જ કઈ રીતે ?
ભ્રૂકુટિ ચડી ગઈ.
શતસહસ્ત્ર ઘોડલાંઓ
પાછલા પગે ઊભા થઈને
દિશાઓને ધમરોળી દેતા ઝનૂનથી આગળ વધે
એમ
વિકરાળ મોજાં જેવો હું
સાતમા આકાશની ઊંચાઈએ ઊછાળું છું મારી જાતને
ને
ભફાંગ કરતોકને ફંગોળું છું તારા ‘ના’ના પથરા પર,
તારા અસ્તિત્વને ચૂર-ચૂર કરી ડૂબાડી દેવા…
…
..
.
ફીણ-ફીણ
લીરે-લીરા
ચીરે-ચીરા
મીણ-મીણ…
– વિવેક મનહર ટેલર
(૨૧-૦૭-૨૦૧૪)
*
(સૌમ્ય સૌંદર્ય…. ….અંદમાન, નવે. ૨૦૧૩)
Music of words. ..sunder
અહમ – ક્રોધ … અને પરિણામ ને અંતે વ્યાપતી વેદના… –
ભફાંગ કરતોકને ફંગોળું છું તારા ‘ના’ના પથરા પર,
તારા અસ્તિત્વને ચૂર-ચૂર કરી ડૂબાડી દેવા…ઓહોહો આટલો બધો ગુસ્સો..?
અતિશય કારમી વેદનામાં ભ્રૂકુટિ ચડી ગઈ ને શતસહસ્ત્ર ઘોડલાંઓ ઉભા પગે થઈ ગયા…!!
અહં-ego-ગુસ્સો આ બધું બહુ ખરાબ વસ્તુ છે. બહુ ગુસ્સે થાવ તો પછી ભફાંગ થઈનેજ પડવાના………………………… પછી પથરો નાનો હોય કે મોટો…………….