મને પડ્યો નથી કંઈ ફરક

tree by Vivek Tailor
(સલૂણુ એકાંત….    ….નામેરી, અરુણાચલ પ્રદેશ, નવે-૨૦૧૦)

* * *

થોડા દિવસો પહેલાં આપણે “ને હા, તું જો આવે તો” એમ કહીને પહેલી મુલાકાતે આવનાર સ્ત્રી માટેના પુરુષના મનોભાવ આકારતું એક ગીત માણ્યું… પહેલી મુલાકાત પૂરી થઈ ગઈ… હવે? સ્ત્રીને જાણવાની ઉત્કંઠા હોય ને કે હવે પુરુષ એના વિશે શું વિચારતો હશે? તો લ્યો… આ રહ્યું પહેલી મુલાકાત પછીના પ્રતિભાવોનું આ ગીત… એ જ ચાલમાં “ને હા”ના ઉઠાવવાળું આ ગીત કેવું લાગ્યું એ જણાવશો?

* * *

ને હા તું તો આવીને ચાલીય ગઈ, અહીંયા પડ્યો નથી કંઈ ફરક,
લગરક બદલાઈ નથી મારી આ દુનિયા, હું મસ્તરામ ખુદમાં ગરક.

ને હા હું મળીશ તો આમ અને તેમ
એમ મનસૂબા કંઈ કંઈ તેં બાંધ્યા;
યુગયુગથી ધીખેલા સહરાની આંખે જાણે
વરસાદી શમણાંઓ આંજ્યા,
આવું આવું કરતા આ ઝાંઝવા હડસેલી તું બોલી’તી, બાજુ સરક !
પણ મને પડ્યો નથી કંઈ ફરક.

ને હા જેમ ઇંતેજારી અદના એક આદમીની
એમ મારો અદનો હરખ;
મોસમને પકડીને બેસી રહેવાય નહીં,
શ્વાસ લીધો દેવો પરત,
ને તોય તારું ગીત જ્યાં પેન લઈ માંડ્યું ત્યાં કાગળ તો મરક મરક.
શું મને પડ્યો નથી કંઈ ફરક ?

– વિવેક મનહર ટેલર
(૦૧-૦૨/૧૦/૨૦૧૩)

*

rhino by Vivek Tailor
(વ્યાખ્યાયિત વિશાળતા….                ….કાઝીરંગા, આસામ, નવે-૨૦૧૦)

18 thoughts on “મને પડ્યો નથી કંઈ ફરક

  1. ફરક તો પડ્યો છે. જો કાગળ પણ ઋતુ ગાનથી મરક મરક હસે તો સવેદનશીલ કવિ
    હૃદયનું તો પૂછવું જ શું !!
    સરસ રચના .

  2. From
    અહીંયા પડ્યો નથી કંઈ ફરક,
    To
    શું મને પડ્યો નથી કંઈ ફરક ?

    Simply beautiful. …..

  3. ને હા જેમ ઈંતેજારી અદના એક આદમીની
    એમ મારો અદનો હરખ;
    મોસમને પકડીને બેસી રહેવાય નહીં,
    શ્વાસ લીધો દેવો પરત,
    ને તોય તારું ગીત જ્યાં પેન લઈ માંડ્યું ત્યાં કાગળ તો મરક મરક.
    શું મને પડ્યો નથી કંઈ ફરક ?

    – સરસ !

  4. યુગયુગથી ધીખેલા સહરાની આંખે જાણે
    વરસાદી શમણાંઓ આંજ્યા,
    આવું આવું કરતા આ ઝાંઝવા હડસેલી તું બોલી’તી, બાજુ સરક !
    પણ મને પડ્યો નથી કંઈ ફરક.
    વાહ
    મરક મરક સાથે તમારી જ વાત …
    પીંછા તણી હળવાશનો સમજાશે ખરો અર્થ,
    આકાશ સમી ખુલ્લી કબૂલાત કરી જો.
    બારી જો ખૂલે તો જ આ આકાશ ઊઘડશે,
    તું બહેરી દિવાલોને રજૂઆત કરી જો.

    અને સંવેદનશીલ કવિ હ્રુદય વિચારે
    તેં હજી ભાઈ, ભરપૂર ભીતર તણું
    પાત્ર જોયું નથી.

    પૃથ્વી તો લ્હેરથી જાય તરતી નભે,
    ને અલ્યા,ભાર લાગે તને કાં ખભે ?
    તેં જ તારું હજી આત્મનું અવનિમાં
    બીજ બોયું નથી,
    કાંઈ ખોયું નથી.
    -મકરંદ દવે
    જે લોકો એવું કહેતા ફરતા હોય છે કે ‘મને કોઈની પડી નથી’, ‘કોઈની પરવા નથી’, ‘કોઈ ફરક નથી પડતો’- વાસ્તવમાં તેમને …
    જાણવાથી કંઈ ફરક પડતો નથી,
    દુઃખ એ જાણી ગયાનું હોય છે.

  5. ને હા તું તો આવીને ચાલીય ગઈ, અહીંયા પડ્યો નથી કંઈ ફરક,
    લગરક બદલાઈ નથી મારી આ દુનિયા, હું મસ્તરામ ખુદમાં ગરક. વાહ્

  6. Vivekbhai,
    Like to explain in detail in Gujarati but I do not know how to type in Gujarati.
    I always enjoyed your every rachna. This is also your one of the awesome.
    Like it by heart. Next time when I come to Surat,definately will come to meet you. I deserve your one hug. God bless you and your entire family.

  7. ને હા હું મળીશ તો આમ અને તેમ
    એમ મનસૂબા કંઈ કંઈ તેં બાંધ્યા;
    યુગયુગથી ધીખેલા સહરાની આંખે જાણે
    વરસાદી શમણાંઓ આંજ્યા,

    સુંદર આભિવ્યક્તિ….દોસ્ત.

  8. એક ઇંતઝાર પછી નાની ઘટના ઘટી અને ત્યાર બાદ એનો પ્રતિભાવ… અને એ પ્રતિભાવમાં લાગણીઓનાં મોજાં… એની નિજ મસ્તીમાં કોઈક ક્ષણે લાગે શાંત છે ને કઈ ઘડીએ ઊછળી ઊછળીને ભેટવા આવી પહોંચશે એમ લાગે.. કવિની કલ્પના જ્યારે વાસ્તવિકતા સમું ચિત્ર ઊભું કરી જાણે ત્યારે એની સાર્થકતા જણાય છે…

  9. સુંદર મજાનું લયબધ્ધ ગીત….
    ને તોય તારું ગીત જ્યાં પેન લઈ માંડ્યું ત્યાં કાગળ તો મરક મરક.
    શું મને પડ્યો નથી કંઈ ફરક ? આ એકરાર વધારે પસંદ આવ્યો..

  10. અદ્ભુત વિવેકભાઇ,
    અમારિ સવાર સુધરિ ગઇ.
    આભાર અને અભિનન્દન્
    શશિકાન્ત શાહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *