तू न हो तो क्या हुआ ? (तस्बी गज़ल)

_MG_2172
(જરા જરા ઉજાસ…                        …શોજા, હિ.પ્ર. નવે.-2007)

*

[audio:http://urmisaagar.com/saagar/audio/TuNaHoToKyaHua.mp3]

*

હું લઈ રહ્યો છું શ્વાસ, તું નથી તો શું થયું ?
છે તું જ તુંનો ભાસ, તું નથી તો શું થયું ?

ચરણ, દિશા કે માર્ગ, ધ્યેય – કંઈ નથી રહ્યું…
…અને છે આ પ્રવાસ, તું નથી તો શું થયું ?

તું છે-નથીની વાતમાં યુગો છે અંધિયાર,
છતાં જરા ઉજાસ, તું નથી તો શું થયું ?

કોઈ નથી, કશે નથીની રણને ખાતરી
થઈ ત્યાં ઉગ્યું ઘાસ, તું નથી તો શું થયું ?

મેં રાત આખી રાત કાપવામાં કાઢી પણ
ટૂંકો પડ્યો પ્રયાસ, તું નથી તો શું થયું ?

તું ભૂલી ગઈ જે લઈ જવું હું એ જ વાપરી,
ગઝલ લખું છું ખાસ, તું નથી તો શું થયું ?

આ મેળે એકલું હજીય લાગતું નથી,
હશે તું આસપાસ ? તું નથી તો શું થયું ?

હશે તું આસપાસ, તું નથી તો શું થયું ?
લઈ રહ્યો છું શ્વાસ, તું નથી તો શું થયું ?

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૮-૨૦૦૮)

*

हिंदी में गज़ल लिखने का ना ही मुझे कौशल्य हाँसिल है, ना ही मुहावरा । इक प्रयोग के तौर पर फ़िर भी ये कोशिश की है । और फ़िर ये हिन्दी गज़ल भी तो नहीं, ये तो है महज़ इक अनुवाद । गौर फ़रमाईयेगा ।

मैं ले रहा हूँ साँस, तू न हो तो क्या हुआ ?
है तू ही तू का भास, तू न हो तो क्या हुआ ?

चरण, दिशा या मार्ग, ध्येय- कुछ नहीं रहा…
…और उस पे ये प्रवास, तू न हो तो क्या हुआ ?

तू है-नहीं की बात में युगों है अंधियार,
है फ़िर भी कुछ प्रकाश, तू न हो तो क्या हुआ ?

कोई कहीं नहीं का जब यकीं हुआ तभी,
उगी मरु में घास, तू न हो तो क्या हुआ ?

यूँ रात पूरी रात काटने में काटी पर,
कम ही पडा प्रयास, तू न हो तो क्या हुआ ?

तू भूल गई जो उसी को कर के इस्तमाल
ग़ज़ल लिखी है खास, तू न हो तो क्या हुआ ?

ये मैले में अकेला लगता क्युं नहीं अभी,
क्या तू है आसपास ? तू न हो तो क्या हुआ ?

क्या तू आसपास ? तू न हो तो क्या हुआ ?
मैं ले रहा हूँ साँस, तू न हो तो क्या हुआ ?

-विवेक मनहर टेलर
(१५-०८-२००८)

39 thoughts on “तू न हो तो क्या हुआ ? (तस्बी गज़ल)

  1. સીલસીલા ફીલ્મના એક ગીતમાંનો અમીતાભ યાદ આવી ગયો….તું ન હોતી તો કૈસા હોતા…ઐસા હોતા..વૈસા હોતા..!!! મઝા આવી ગઈ. ગીત, ગઝલ, મુક્તક, હાઈકુ, અછાંદસનનુ સરસ–સફળ ખેડાણ પછી આ નવી દીશામાં તમારા પ્રયાસનું દીલથી સ્વાગત છે દોસ્ત.

  2. સાહેબ, ગુસ્તાખી માફ્…….પણ ખાસ ધારદાર કે સબળ રચના ના લાગી..સાવ અન્ગત અભિપ્રાય આપ્યો છે.

  3. વાહ કવિ વાહ….
    મજા આવી ગઇ…

    તમારા શબ્દોને સ્વર સાથે માણવાનો અનોરો લ્હાવો છે… વારંવાર આવો લ્હાવો આપતા રહેશો ને ?

  4. કૈં ખસ મઝા ન આવેી. હીનદેી કાચુ છે.
    ‘પરબ’ મા છપાયેી છે તે બહુ જ સુન્દેર છે.

  5. તું નથી તો શું થયું એમ વારંવાર કહીને એને જુદા જુદા સ્વરૂપે સતત હાજર રાખીને સ્મરે છે- તસ્બીની જેમ જ.

    ગુજરાતીનો બીજી ભાષાઓમાં અને બીજી ભાષાઓનો ગુજરાતીમાં આવરો-જાવરો વધુને વધુ થતો રહે એ ખૂબ જરૂરી છે. હિન્દી ઉપરાંત તમે તો ઉર્દૂ ઉપર પણ હાથ અજમાવી શકો એમ છો.

    પઠનથી ગઝલ વધુ ખૂલે છે.

  6. તસ્બી ગ્ઝલ પોતાના અવાજમાં ખૂબ પઢી!
    હવે તો ઘેર ઘેર મુશાયરાની મૌજ!
    ये मैले में अकेला लगता क्युं नहीं अभी,
    क्या तू है आसपास ? तू न हो तो क्या हुआ ?
    क्या तू आसपास ? तू न हो तो क्या हुआ ?
    मैं ले रहा हूँ साँस, तू न हो तो क्या हुआ ?

    શુભાન અલાહ્

    હમ તો
    घर में आंगन था ही नही
    घर का भ्रम, आंगन का भ्रम
    बाडी के भ्रम में जी लेंगे हम
    तो क्या हुआ ??
    जी लेंगे हम
    અને
    મહેમુદની યાદ
    हमें काले हैइं तो क्या हुआ
    दिलवाले हैइं -२
    हमें तेरे तेरे तेरे चाहने वाले हैइं

  7. Dear Vivekbhai,

    Excellent gazal and equally excellent translation in Hindi! It almost feels that a Hindi speaking poet wrote it. Wonderful and may be you should try more translations of your poem in Hindi! I am impressed the way Hindi version came out! With best wishes and warmest regards,

    Dinesh O. Shah, Ph.D.

  8. કોઈ નથી, કશે નથીની રણને ખાતરી
    થઈ ત્યાં ઉગ્યું ઘાસ, તું નથી તો શું થયું ?

    સુંદર શે’ર્. બહુજ સુંદર રીતે સ્પર્શ કરી હ્ર્દયમા ઉતરી જાય છે.

  9. દીલને ખોટું આશ્વાસન આપવાની વાત છે–તું નથી તો શું થયું ? પરંતુ તે નથી તે જ વાત દીલને ખટકે છે. આ ખટકો આપે નીચેના શેરમાં થુબ જ સરસ વ્યકત કર્યો છેં.
    મેં રાત આખી રાત કાપવામાં કાઢી પણ
    ટૂંકો પડ્યો પ્રયાસ, તું નથી તો શું થયું ?
    જીંદગીનો પ્રવાસ પણ પોતીકાં માણસ વગર ધ્યેય વીનાનો ભાસે છે. છતાં પણ ઠાલું ઠાલું એમ કહેવું પડે છેં
    રાત આખી રાત કાપવામાં કાઢી પણ
    ટૂંકો પડ્યો પ્રયાસ, તું નથી તો શું થયું?

  10. ક્યા બાત હૈ !!

    રાષ્ટ્રભાષા હિન્દીમાં સ્વાતંત્ર્ય દિનની
    સાચા અર્થમાં ઉજવણી…..

    good one …….. !!

  11. આ મેળે એકલું હજીય લાગતું નથી,
    હશે તું આસપાસ ? તું નથી તો શું થયું ?

    દરેકને અલગ અલગ શેર ગમે તે સ્વાભાવિક છે. અને તેથી આમ આખી ગઝલ દરેકને કોઇ ને કોઇ રીતે સ્પર્શે એ સરાહનીય છે.

    અનુવાદ પણ સરાહનીય…

    અભિનંદન, વિવેકભાઇ

  12. ‘તું’ને જાણવા, એ અલોકિક ‘તું’ પામવા, અને આપણી ભીતર બેઠેલા એ નિરાકારને શોધવાનો સુંદર પ્રયાશ કર્યો છે.
    અભિનંદન…
    હિંદી માં મારી ચાંચ બહુ ડૂબે નહિં , પણ અમૂક શબ્દો ગુજ્હિન્દ જેવા લાગ્યા…

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  13. સુન્દર ગઝલ, સુન્દર છન્દ, મોટાભાગના શેરો સરસ છે, ઇશ્કે મિઝાઝીથી ઇશ્કે હકીકી સુધીની યાત્રા કરાવે છે.
    રઈશ

  14. વાંચું છું આ ગઝલ ખાસ, તું નથી તો શું થયું ?
    વાંચીને તને કરું હું યાદ, તું નથી તો શું થયું ?

    વિવેકભાઇ, તમે તો ભાઈ કમાલ છો.
    હવે તો તમારી ઓડિઓ રિલીઝની રાહ જોવી રહી

    નટવર મહેતા

  15. આપ ઇસી તરહ ગઝલ સુનાતે રહો ,

    હમે તો પસંદ હૈ, આપ કો પસંદ નાભી હો તો ક્યા હુવા.

  16. આયાસ દેખાઈ આવે છે. પંક્તીઓમાં જરા ક્લીષ્ટતા દેખાય છે તે પણ આ જ કારણે.શેર ૩,૪ અને ૬નો અન્વય કરવાતાં ખ્યાલ આવશે.

    વીષયનાવીન્ય તો તમારામાં હોય જ !

    પર’તુ સૌથી મહત્વનું તે તો તમારી ગઝલભક્તી !!
    ખુબ અભીનંદન…

  17. દાકતર વિવેક્ભઈ …. ” મજો.. આવી ગયો.. હાજિ …ઘની જ સૂન્દર રચના.. અને
    સરસ અને મધુર અવાજે ગાયૂ..

  18. સુંદર ગઝલ !
    આ પ્રયાસ પ્રયાસ નથી, તમારા પ્રયાસને પૂર્ણતા મળી છે.
    ગઝલપ્રેમી છો એટલે સંવેદનાઓ ભરપૂર છે તમારી પાસે.
    કવિ છો એટલે હંમેશ કલમ તો હાથમાં રમતી જ હોય,
    કલમ જેવી કાગળને સ્પર્શ કરે છે કે શબ્દો આપોઆપ
    કાગળ પર ઉતરતા જાય છે, સંવેદનાઓ અભિવ્યક્તિ સાથે
    વણાતી આગળ વધે છે, છંદ-લયનો ઓપ મળતો જાય છે
    અને એક સુંદર ગઝલ અવતરે છે.

    ચરણ, દિશા કે માર્ગ, ધ્યેય – કંઈ નથી રહ્યું…
    …અને છે આ પ્રવાસ….

    આ પંક્તિ ખૂબ ગમી. આ પ્રવાસ એકલાએ જ કરવાનો છે.

    ગુજરાતી અને હિન્દી નંને ભાષામાં ગઝલ માણવાની મઝા
    આવી. પઠન ભાવવાહી રહ્યું.

    ‘શબ્દો છે શ્વાસ મારા’ આપની ગઝલમાં સિધ્ધ થાય છે.
    ખૂબ ખૂબ અભિનંદન !

    પ્રવિણ શાહ

  19. ડો.વિવેક,
    સરસ રચના.એ વાંચી ને પેલી દેવજીભાઈ મોઢાની રચના,” આમ અચાનક જાવું ન્હોતું” યાદ આવી.હ્રુદયસ્પર્ષી ગઝલ્.
    હિન્દી અનુવાદ ગમ્યો.
    અભિનનદન,

  20. मैं ले रहा हूँ साँस, तू न हो तो क्या हुआ ?

    है तू ही तू का भास, तू न हो तो क्या हुआ ?

    क्या तू आसपास ? तू न हो तो क्या हुआ ?

    मैं ले रहा हूँ साँस, तू न हो तो क्या हुआ ?

    You did good by This Gazal in Hindi!

    Rajendra

    www,bpaindia.org
    http://www.yogaeast.net

  21. It is very nice approach on INDEPENDANCE DAY with RASTARBHASAHA, compliments to you Dr Vivekbhai, you can still do better in GUJARATI

  22. મેં રાત આખી રાત કાપવામાં કાઢી પણ
    ટૂંકો પડ્યો પ્રયાસ, તું નથી તો શું થયું ?

    તું ભૂલી ગઈ જે લઈ જવું હું એ જ વાપરી,
    ગઝલ લખું છું ખાસ, તું નથી તો શું થયું ?

    ઉમદા વિવેક અન્કલ્……..ઇર્શાદ ઇર્શાદ વિવેક અન્કલ્

  23. ચરણ, દિશા કે માર્ગ, ધ્યેય – કંઈ નથી રહ્યું…
    …અને છે આ પ્રવાસ, તું નથી તો શું થયું ?

    તું છે-નથીની વાતમાં યુગો છે અંધિયાર,
    છતાં જરા ઉજાસ, તું નથી તો શું થયું ?

    કોઈ નથી, કશે નથીની રણને ખાતરી
    થઈ ત્યાં ઉગ્યું ઘાસ, તું નથી તો શું થયું ?
    Wahh …..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *