समय समय बलवान है…

Bahauddin Makbara, Junagadh by Vivek
(પછીતેથી…                 …બહાઉદ્દીન મકબરા, જૂનાગઢ, ૨૫-૦૨-૨૦૧૩)

*

તને ખોટું તો નથી લાગતું ને, યાર ?
રોજ જ
જ્યારે જ્યારે
હું તારા ઘર પાસેથી
-એ તારું ઘર જ છે ને?-
પસાર થાઉં છું
ત્યારે ત્યારે
ચાલુ ગાડીએ
અને ચાલુ મોબાઇલે
બે ઘડી
હાથ સહેજ છાતીએ અડાડીને
અને
માથું બે’ક ડિગ્રી નમાવીને
આંખ એકાદ પલભર બંધ કરી લઉં છું.
તારા ઘર પાસે
– એ તારું જ ઘર છે ને?-
ખાલી થોભાતું નથી, બસ…
સમય, પ્રભુ ! સમય…

-વિવેક મનહર ટેલર
(૧૯-૦૩-૨૦૧૩)

*
Bahauddin Makbara, Junagadh by Vivek
(વિહંગાવલોકન…               …બહાઉદ્દીન મકબરા, જૂનાગઢ, ૨૫-૦૨-૨૦૧૩)

12 thoughts on “समय समय बलवान है…

  1. આપણા બધાની વાસ્તવિકતાનો સચોટ ચિતાર…………………………ખુબ ગમ્યુ, આપણે જ આપણને સ્વિકારીએ ત્યારે જ પ્રભુ પાસે જવાય છે……………….

  2. આપણે સમય પાસેથી પસાર થઇએ છીએ કે સમય આપણી પાસેથી પસાર થાય છે?
    કે પછી સમય ભ્રમણા છે…
    કે પછી નિરીક્ષક…

  3. Arvind Vora, Rajkot. (Gujarat)

    ખુબ સરસ્.
    પ્રભુ નિ પ્રથ્થ્નાનિ ખુબ સરસ અને સરલ્ વાત્

  4. દર રવિવારે સ્વામિ નારાયણ ની સભા ભરો તો આવી કવિતા લખવી પડે નહિ.

  5. @ હસમુખભાઈ:
    મારા માટે તો કવિતા જ ઇશ્વર છે…
    હું કોઈ સંપ્રદાય કે ધર્મમાં માનતો જ નથી… હું માત્ર મનુષ્યધર્મમાં જ માનું છું અને એનું જ પાલન કરું છું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *