(ભાવિને કરી શકાય છે શું સ્કૅન?… …જુન-૨૦૦૮)
*
મને એ સમજાતું નથી
કે આવડા નાના છોકરાને
સૉરી કહેવામાં શું તકલીફ પડતી હશે !
આમ તો જે કહેવા-કરવાનું
આપણે શીખવીએ છીએ,
એ તરત શીખી જાય છે.
ક્યારેક જબરદસ્તી કરવી પડે
પણ તોય વાંધો નથી આવતો.
આમ કર કહીએ એટલે થોડું મોઢું બગાડે
તોય કરી તો દે જ છેવટે.
પણ સાલું, આ સૉરી કહેવામાં ક્યાં બ્રેક લાગી જાય છે !
નાની અમથી ભૂલ…
પણ શિષ્ટાચાર તો શીખવવો જ પડે ને !
સૉરી બોલ, જોઉં..!
આટલું સૉરી નથી બોલાતું ?!
મારી સામે જો…
એક તીખી નજર સામે ઊઠી
અને મને ક્યાંક કશુંક ભોંકાઈ ગયું.
એની એ આંખોમાં અટકી ગયેલા સૉરીની પાછળ
મારો જ ગુસ્સો,
મારો જ ઊંચો અવાજ,
મારી જ હઠ,
મારી જ એક થપ્પડ
અને
થોડાક પાણીની પછીતે
એ
આખ્ખો ઊભો હતો !
-વિવેક મનહર ટેલર
(૦૨-૦૬-૨૦૦૮)
જે કામ મોટાભાગના મોટાઓથી પણ નથી થતું, અને આસાનીથી તો નથી જ થતું, એ કામ છોકરાઓ કરશે, તરત જ અને એકદમ આસાનીથી કરશે, એવી આશા રાખી શકાય?
સરસ કવિતા…
કંઇક વિચારતા કરી દે એવી…
સરસ કાવ્ય ખરેખર અહમને ઓગાળવો દુષ્કર કામ છે
દરેક ને લાગુ પડે…સરસ
nice one.
સરસ
નાની અમથી ભૂલ…
પણ શિષ્ટાચાર તો શીખવવો જ પડે ન !
સૉરી બોલ, જોઉં..!
“Sorry” Word is Small But It is heart touch word for every body.
Ajay Nayak “Dhadkan”
પહેલી વાત:
ભૂલ થઇ તો તેનો સ્વીકાર કરવામાં કંઈ નાનમ નડવી જોઈએ નહિ…
પણ એકવાર “સૉરી” બોલો તેનો અર્થ એ થવો જોઈએ કે આવી ભૂલ બીજીવાર નહિ થાય તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવશે.
One more thing:
When you say “Sorry” that doesn’t mean that you are wrong and the other is right.
it only means that you value the relationship more than your personal ego.
એની એ આંખોમાં અટકી ગયેલા સૉરીની પાછળ
મારો જ ગુસ્સો,
મારો જ ઊંચો અવાજ,
મારી જ હઠ,
મારી જ એક થપ્પડ
અને
થોડાક પાણીની પછીતે
એ
આખ્ખો ઊભો હતો !
વડીલો આટલી વાત સમજી શકે તો..?
બહુ જ સરસ વીચાર.
સાત વરસથી બાળ ઉછેરના અનુભવે કહું કે, આપણે સૌએ આ સમજવા જેવી વાત છે. હઠ છોડવી અને ‘સોરી’ કહેવું, અને તે પણ જાહેરમાં – એ બહુ જ કઠણ કામ સૌને માટે છે – બાળકથી માંડીને વડીલો સૌને માટે.
પણ એમાં જ તો માનવતાની ગરીમા છે ને?
સુંદર શરુવાત – હવે આગળ શું થશે એવેી ઉતસુક્તા જગાડતો મધ્ય
અંત્મા પહોચતા ્ થોડેીક િનરાશા આપેી જાય છે. ક્યાંક કશુક ખુટે છેે.સામન્ય રેીતે બહુજ સ્પશ્તટ એવા કિવ ગુંચવાય ગયા છે. ક્ંઇક કેહ્વુ છે પણ અર્થ સ્ફુટ નથેી થતો.
like last lines most…but still something is missing..i felt so…
but thought is excellent….as usaual nice poem…
congratulations
સરળ-ભાષામાં, સુંદર અભિવ્યક્તિ.
ક્યારેક જબરદસ્તી કરવી પડે
પણ તોય વાંધો નથી આવતો.ને
મારો જ ગુસ્સો,
મારો જ ઊંચો અવાજ,
મારી જ હઠ,
મારી જ એક થપ્પડ
અહીં તો ચાઈલ્ડ એબ્યુઝમાં જેલ ભેગાં કરી દે!
હજુ પણ જેલમાં છે.
બાળકને શિષ્ટાચાર શીખવવો અને શારીરિક કે માનસીક ત્રાસ આપવો -બે વચ્ચે પાતળી રેખા છે.
જાણીતા નેતાએ અગત્યની સભામાં ખલેલ કરવા બદલ તેના પુત્રને તમાચો માર્યો તો તેની માએ તેને તમાચો માર્યો…કહેવાની જરુર ન પડી કે તું તારા પુત્રને…
બાકી સોરી ફક્ત શબ્દોથી થોડું કહેવાય છે?
શિષ્ટાચાર? એ વળી કઈ બલા? છોકરાઓને તો બસ એમની જ દુનીયા સાચી…
હ્મ્મ્મ્ આયુષ્ય ઘણું લાંબું અને તકલીફ વગરનું છે. સમ્પત્તી સરસ છે. અણધાર્યો લાભ મોટો મળશે. અભ્યાસ ઠીકઠાક. ગૃહસ્થજીવન ઠીકઠાક્. સ્વતન્ત્ર વ્યવસાય કરશે.
થોડો આડે પાટે ચડી ગયો, નહીં? આપણો હાથ આપણું ભવીષ્ય બતાવે અને બનાવે છે. આપણાં જ હાથ પાસે એને બદલવાની શક્તી પણ છે.
વડેીલો એ સમજ્વા જેવેી વાત .. ગુસ્સાથેી બાળકનેી પાસે સોરેી કહેવડાવવુ અને આપણેી જ ધાક થેી બાળક નુઁ સોરેી બોલતા અચકાવુ…!!…
बगीचामां हसता फुलो जोईने जेटलो आनन्द थाय तेटलोज आनन्द हसता-रमता भुलकाओने जोईने थाय. पण बगीचामा फुलो उगे अने हसे ए माटे माळीए सार-सम्भाळ तेवी पडे छे. एवीज रीते मानव-शीशुनु पण सङ्गोपन करवु पडे छे. ए सङ्गोपन करनारनो अभीगम केवो होवो घटे एनु बोलकु चीत्रण करवा माटे धन्यवाद!
હું માફી નથી માંગી શક્તો,
મેં કરેલા દ્રોહની,
મે કરેલા ગુનાઓની,
પણ આજે મેં સહી એ સૌ પીડાઓની માફી માંગવી છે!
સોરી,
પણ હું માફી નથી માંગી શક્તો !
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
“થોડાક પાણીની પછીતે…” હૃદયને પીગળાવવા માટે એકલી એ જ પંક્તિ સક્ષમ છે.
— જયદીપ.
કૈક વિચારતા કરી મુકે ચ્હે તમારી આ કવિતા
આર.કે
બાળકનો સારો ઉછેર કરવાનિ વેતરણમા મા-બાપનો ઉછેર ભુલાઈ જાય છે.
સરસ વાત……
કહે છે બાળકમાં માતા પિતાની જ છાયા હોય છે.
સારું કે ખોટું … ….
એની એ આંખોમાં “અટકી” ગયેલા સૉરીની પાછળ
મારો જ ગુસ્સો………….,
આ વાક્ય પાસે જ turning point છે.
‘સૉરી’ બોલ્યા કે હૃદયમાંથી એની સાથે બધો ‘સૉરો’ પણ નીકળી જાય.
સાવ સસ્તામાં આવડો મોટો લાભ બીજે ક્યાંયથી ક્યારે ય પણ ના થાય.
Dear Vivekbhai,
Very nice presentation. Enjoyed by heart.
Regards.
Sudhir Patel.
કેટલી સરસ અને સરળ રજૂઆત. ચોટદાર અભિવ્યક્તી.
Dr. Vivekbhai, it is touching to heart and every parents needs to learn how to put in action to teach their sons. agreat message through by you congrates!!!!!!
થપ્પડ મારીને સોરી કહેવડાવી મિથ્યા અહમ્ પોષનારા પુજ્ય! એવા માતા-પિતાઓ…
થોભો અને તમારા પોતાના બાળકની આંખમા ‘અહીથી આગળ નથી વધવાનુ’ એવુ રેડ સિગ્નલ ઓળખો..
જીવનભર અર્થહીન સોરી કહેતા ફરવુ પડે પછી …
Dear Dr. Vivekbhai,
Thank you for message conveying poem.
You might have read books in Gujarati by Dr. Vijaliwala.
You may inspire to write many such poems on themes glorifying messages to elders , children and society.
Continue writing poems for the upliftment of mankind.
Kishor
સુંદર અવલોકન.. સુંદર શબ્દોમાં તેનુ નિરુપરણ
વાહ, સરસ નાજુક સવેદનનુ આલેખન…વિચાર માગતી વાત…..
Perfect observation……..Children will say you “thanks” for understanding them.
સરસ, વિવેક ભાઈ,
એક સુંદર મનોવૈગ્યાનિક કવિતા.વૈચારીક આલેખન…..
છંદ બધું જ નથી ક્યારેક અછાંદસ પણ આવું સરસ હોઈ શકે…
અભિનંદન.
સોંસરવી ઉતરિ જાય એવિ રચના… અભિનંદન
ખુબ સરસ. અતિ સન્વેદન્શિલ રચના. નાના બાળકનુ મન વાન્ચ્વુ એટલુ આસાન નથી.
અદભુત!!!!!!
જાતને ઢંઢોળે એવી રચના.આપણે જેને હઠ માનીએ છીએ એ ખરેખર તો બાળકનું સ્વમાન હોય છે. આપણે સમાધાન શીખવી શીખવીને એનુ સ્વમાન ખતમ કરી નાખીએ છીએ.
એક્દમ સાચુ…બહુ સરસ્…
wonderfully expressed….something to think about…
બાળમાનસ નિર્દોષ અને નિખાલસ હોય છે. આપણે સૉરી કહેતાં અચકાઇએ પણ છેવટે કહી દઇએં But we do not mean it. બાળક આ વાત પચાવી શકતું નથી. ખરેખર સૉરી થયા વિના સૉરી કેમ કહેવાય? એ પ્રશ્ન તેને સતાવતો હોય છે.
સરસ રચના.
વાહ ….સ-ચોટદાર ….રચના …..ધન્યવાદ …)