(આ મારા શ્વાસની હોડી…. …અંડમાન, નવેમ્બર, ૨૦૧૩)
*
કિનારા આંબવા દોડી,
આ મારા શ્વાસની હોડી.
બધી મંઝિલ છે ફોગટ, જો
મળે મઝધારને છોડી.
અહીં સ્વપ્નો કલરફુલ છે,
અને જીવન છે રાખોડી.
ન આવો વાતમાં એની,
છે મનજીભાઈ હાંકોડી.
હકીકત યાદની છે આ જ,
હજી થોડી.. હજી થોડી…
અરીસા જેવી ઇચ્છાઓ,
મૂરખના જામ ! તેં ફોડી…
રુધિરના રથની સાથોસાથ,
ફકત મેં વેદના જોડી.
અવર છે વ્યર્થ સઘળું, જો
શીખી લો એક ડિઅરનો ‘ડી’.
શબદની ભીંત પર છું સ્થિર,
હુ ખીલો મૌનનો ખોડી.
લખું છું હું ગઝલ હરપળ,
તને ક્યારે મેં તરછોડી ?
વિરોધાભાસ તો જુઓ !
‘વિવેક’ છે ને છે વાતોડી.
-વિવેક મનહર ટેલર
(૨૦-૦૧-૨૦૧૩)
*
(અહીં સ્વપ્નો કલરફૂલ છે…. …સૂર્યાસ્ત, રાધાનગર બીચ, અંડમાન, નવે., ૧૪)
Ok Ok..not really deep or impressive thoughts..prasa nu pras ni ramat jevu lagyu..but its my personal opinion..we really hv high expectations from your evolving poetry..:)
અહીં સ્વપ્નો કલરફુલ છે,
અને જીવન છે રાખોડી.
– સરસ !
અવર છે વ્યર્થ સઘળું, જો
શીખી લો એક ડિઅરનો ‘ડી’.
શબદની ભીંત પર છું સ્થિર,
હુ ખીલો મૌનનો ખોડી.
વાહ્વિલિયમ શેક્સપિયરના પ્રસિદ્ધ નાટક ‘ઓથેલો’માં ડિઅર શબ્દપ્રયોગ છે. પોતાની પત્ની ડેસ્ડેમોનાને આપેલો રૂમાલ એક નાચનારી પાસેથી મળી આવે છે અને બેવફાઇની શંકાના આધારે વેનિસનો યુવાન લડવૈયો ઓથેલો પત્નીને ગળું દબાવીને મારી નાખે છે. એ જોઇને ડેસ્ડેમોનાની સહેલી અને ઓથેલોના દગાખોર સાથી ઇઆગોની પત્ની એમિલિઆ ચીસ પાડી ઊઠે છે…અને ઓમકારા …
સ્વાતંત્રય કોઇ પણ કિંમત મોઘું નથી, એ તો જીવનનો શ્વાસ છે. જીવવા માટે માણસ શું ન ચૂકવે?’ એવું મહાત્મા ગાંધીએ કહ્યું હતું. એટલે ડિઅર વાચક, આપણે ડિઅરનેસનો એટલે કે મોંઘવારીનો સામનો કરવો જ રહ્યો!
ન આવો વાતમાં એની,
છે મનજીભાઈ હાંકોડી.
🙂
@ મેહુલભાઈ:
આપના પ્રામાણિક અભિપ્રાય બદલ ખૂબ ખૂબ આભાર…
રુધિરના રથની સાથોસાથ
ફક્ત મે વેદના જોડી………!!!!
ુસુન્દર !! બહુત ખુબ વિવેક્ભાઇ.
ટૂંકી બહેરની મજાની ગઝલ…..!!!
કિનારા આંબવા દોડી,
આ મારા શ્વાસની હોડી.
ગઝલની શરૂઆતનો શેર ખૂબ ગમ્યો… પછી આગળ વાંચ્યું ને ફરી ફરી વાંચતાં એમ લાગ્યું કે આ પહેલા શેરની જેમ બીજો શેર પણ દાદ માંગી લે છે અને આમ કોઈ પણ શેરને દાદ આપ્યા વગર આગળ વધાયું નહીં… ગમતો શેર અહીં લખવાની શરૂઆત કરી તો ખયાલ આવ્યો કે કયો મૂકી દઉં કે પછી આખી ગઝલ ફરી અહીં અવતરણમાં મૂકું … ?
“ટૂંકી બહેરની ગઝલ લખવી આમ પણ જરા કઠિન છે અને ભાવકના પક્ષે ક્યારેક એ સમજવી વધુ કઠિન બની જતું હોય છે… ખૂબ ઝડપથી વંચાઈ જતી આવી ગઝલ હકીકતમાંતો એક-એક શેર પર અટકી-અટકીને વાંચવી જરૂરી બને છે કેમકે ખૂબ ઓછા શબ્દો ઝડપથી વાંચતી વખતે ક્યારેક ચોટ નજરમાં ન આવે એવું પણ બનતું હોય છે…”
અહીં સરસરી નજર નહીં પણ ધ્યાન આપીને વાંચવાની મજા લેવી જ રહી…
શ્રી વિવેકભાઇ,
છેલ્લા ૨-૩ મહિનાઓથી હું આપની કવિતા નો ચાહક થઇ ગયો છું.
તમારી કવિતા વાંચીને તમારી ઈર્ષા થાય છે…. જાણે શબ્દ અને વિવેક એકબીજાનો પર્યાય બની ગયા છે ….ખુબ સરળતા થી તમે કવિતા લખી શકો છો ….માં સરસ્વતી ના તમારી ઉપર પુરા આશીર્વાદ છે …
આપના તરફથી અમને હમેશા આવી સુંદર કવિતાઓ મળતી રહે …
ડૉ. અમિષ …..
LIKED IT….
સ-રસ ગઝલ થઈ છે વિવેકભાઈ… મજા પડી
ન આવો વાતમાં એની,
છે મનજીભાઈ હાંકોડી……મસ્ત શેર્…..વાહ વિવેક્ભાઈ
It again proves that you are a highly evolved poet. થોડામાં ઘણું કહી દેવાની આપની કુનેહનૅ સલામ.