‘સ્થળ’ કહું તો ‘રણ’ મળે,જો ‘જળ’ કહું – ‘મૃગજળ’ મળે,
આ નગરનું વ્યાકરણ – જો ‘મળ’ કહો તો ‘ટળ’ મળે !
ભીડ એ રીતે ગળી ગઈ છે નગરનાં લોકને
કે મળો જેને તમે, અંદરથી એ વિહવળ મળે.
શી રીતે ઇન્સાન આ અલગાવવાદી થઈ ગયો?
મસ્તકો ચીરું તો શેં સૌના દિમાગે વળ મળે.
ઝંખું છું જોવા હું મોંહે-જો-દડોના અશ્મિઓ,
શક્ય છે ઈચ્છી છે જે એ ત્યાં મને સળવળ મળે.
ને સમુંદરમાં ય જો લોહી ભળે, ખળભળ મળે,
ચંદ્રની સૌ કોશિશો બાકી હવે નિષ્ફળ મળે.
ઈચ્છું એ સગપણ લગી ઈચ્છેલી રીતે જઈ શકું,
એક, એવી એક, બસ ! સાચી મને અટકળ મળે.
કો’ ખભે સર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું,
આયખામાં, કાશ ! એવીયે અદીઠી પળ મળે.
ડૉ. વિવેક મનહર ટેલર
‘સ્થળ’ કહું તો ‘રણ’ મળે,જો ‘જળ’ કહું – ‘મૃગજળ’ મળે,
આ નગરનું વ્યાકરણ – જો ‘મળ’ કહો તો ‘ટળ’ મળે !
Beautiful word play…
મળે
તસ્વીરમાં તાસીર ક્યાં તારી મળે.
હસ્તરેખામા તક્દીર ક્યાં તારી મળે.
આસફરના માર્ગ સહૂ અળખામણા
સપનામળે તાબીર ક્યાં તરી મળે.
મોહમ્મદઅલી ભૈડુ”વફા”
As usual unusual gazal.
Not tailor-made dull, but full of ‘vivek’ running through words meaningful.
Hi, a nice blog you have here. You will surely get an bookmark 🙂 Fleshlight
great one ,realy for me to understand i have to read it for 3 times.
ખૂબ મજા આવી અભિનંદન.