(પ્રકાશના રંગો… ….કોન્દુરા ડાન્સ, દુબઈના રણમાં, ૧૦-૧૧-૨૦૧૨)
*
સૂકાઈ ગઈ છે બાંહોની ફસલ, આલિંગનોને શોધું છું,
ઉષર છાતીને માટે દરઅસલ આલિંગનોને શોધું છું.
ઘણા વરસો સુધી હું જિંદગીના હાથે બંધાઈ રહ્યો,
ફરી લખવી છે રોમેન્ટિક ગઝલ, આલિંગનોને શોધું છું.
ગઝલ લખવી છે પણ ખપતા નથી મુજને રદીફો, કાફિયા,
ન જોઈએ હઝજ, કામિલ, રમલ; આલિંગનોને શોધું છું.
ભરી બાંહોમાં તોડે પૂતળું વિશ્વાસનું, એવા નહીં,
ક્ષણોમાં શ્વાસ પૂરે એ અસલ આલિંગનોને શોધું છું.
ચસોચસતા હો એવી કે હવાની આવજા દુષ્કર બને,
સતત એવા અને એથી પ્રબલ આલિંગનોને શોધું છું.
ન કોઈ પૂર્વભૂમિકા, ન કોઈ કારણો દેવા પડે,
હું એવા બેસબબ ને બેદખલ આલિંગનોને શોધું છું.
ગળે મળતો રહું છું પ્રેમથી જે પણ મને અહીંયા મળે,
હું એ આલિંગનોમાં દરઅસલ આલિંગનોને શોધું છું.
-વિવેક મનહર ટેલર
(૨૫/૨૯-૧૧-૨૦૧૨)
*
“Uge che khali chatima puzal ” …. I can not understand this line. What VYANJANA is lying in it ???
ન કોઈ પૂર્વભૂમિકા, ન કોઈ કારણો દેવા પડે,
હું એવા બેસબબ ને બેદખલ આલિંગનોને શોધું છું.
ગળે મળતો રહું છે પ્રેમથી જે પણ મને અહીંયા મળે,
હું એ આલિંગનોમાં દરઅસલ આલિંગનોને શોધું છું.
Wah….
શોધતાં જે મળે તે ઇચ્છામાં હોય છે
પ્રેમમાં ક્યાં કોઇ ઇચ્છા હોય છે….
ભરી બાંહોમાં તોડે પૂતળું વિશ્વાસનું, એવા નહીં,
ક્ષણોમાં શ્વાસ પૂરે એ અસલ આલિંગનોને શોધું છું.
ચસોચસતા હો એવી કે હવાની આવજા દુષ્કર બને,
સતત એવા અને એથી પ્રબલ આલિંગનોને શોધું છું.
ન કોઈ પૂર્વભૂમિકા, ન કોઈ કારણો દેવા પડે,
હું એવા બેસબબ ને બેદખલ આલિંગનોને શોધું છું.
સરસ !
જો કે વાત આલિંગનની હોય ત્યારે ખાસ કરીને તારું જ લખેલું એક મજાનું ગીત સહજ યાદ આવી જાય … અહીં શબ્દોએ પ્રેમની ઇચ્છા કે અભિવ્યક્તિને જે ઉઘાડ આપ્યો છે એ ઉમદા છે –
તૂટે શરીર ઘસીઘસીને પડખાંઓ, કોરી પથારી પાછી વાગે,
પાંસળીની એક્કેકી તૂટે કરચલી એવી બથ્થ કેમ નથી મારે ભાગે ?
તૂટવા-તૂટવામાંયે કેવો ફરક છે, તું આવે તો તુંને બતાવું…
પાતળિયા ! શું ચાહવાનું નામ જ રિબાવું ?
https://vmtailor.com/archives/1020
Superb, Excellent, Heart-touching, indeed ! Congrats and thanks for sharing such a beautiful gazal.
આખ્ખી જ બહુ ગમી પણ આ વિશેષ્
ન કોઈ પૂર્વભૂમિકા, ન કોઈ કારણો દેવા પડે,
હું એવા બેસબબ ને બેદખલ આલિંગનોને શોધું છું……
કવિશ્રી ડો. વિવેક્ભાઈ,
સરસ ગઝલ, પ્રેમની અનુભૂતી વ્યક્ત કરવા માટેની રજુઆત………………..
અભિનદન………………….
ન કોઈ પૂર્વભૂમિકા, ન કોઈ કારણો દેવા પડે,
હું એવા બેસબબ ને બેદખલ આલિંગનોને શોધું છું……
વાહ ક્યા બાત હૈ
ગળે મળતો રહું છે પ્રેમથી જે પણ મને અહીંયા મળે,
હું એ આલિંગનોમાં દરઅસલ આલિંગનોને શોધું છું.— વાહ!!!
ન કોઈ પૂર્વભૂમિકા, ન કોઈ કારણો દેવા પડે,
હું એવા બેસબબ ને બેદખલ આલિંગનોને શોધું છું.
મસ્ત્……
ભરી બાંહોમાં તોડે પૂતળું વિશ્વાસનું, એવા નહીં,
ક્ષણોમાં શ્વાસ પૂરે એ અસલ આલિંગનોને શોધું છું.
સુન્દર્…
રૂટિન કરતા કંઇક અલગ લખવાની તાલાવેલીની સીધી અસર….સાવ નોખા પ્રકારનો રદિફ લઇને લખાયેલી ગઝલ….છેલ્લા બન્ને શેર બહુજ ગમ્યા વિવેકભાઇ….!
અલબત, આખી ગઝલમાં ભાવ સાતત્ય સુપેરે સધાયું છે અને એજ તો ખૂબી છે નિવડેલી કલમની…!
-અભિનંદન.
સરસ ગઝલ!
ન કોઈ પૂર્વભૂમિકા, ન કોઈ કારણો દેવા પડે,
હું એવા બેસબબ ને બેદખલ આલિંગનોને શોધું છું.
ગળે મળતો રહું છે પ્રેમથી જે પણ મને અહીંયા મળે,
હું એ આલિંગનોમાં દરઅસલ આલિંગનોને શોધું છું. … આ બે શેરમાં બહુ મજા આવી!વાહ વાહ!
સરસ
ગજબની ગઝલ… વાહ, વિવેકભાઇ, વાહ..આભિનંદન.
બહોત બહોત અચ્છે, વિવેકભાઈ !
ભરી બાંહોમાં તોડે પૂતળું વિશ્વાસનું, એવા નહીં,
ક્ષણોમાં શ્વાસ પૂરે એ અસલ આલિંગનોને શોધું છું.
વાહ વિવેકભાઈ,
આલીન્ગનના વિવિધ સ્વરૂપોનું સુંદર દર્શન તમે વર્ણવ્યુ છે. Reminds me of Oscar winning song “love is a many splandored thing” by Sammy Webster.
Truly a beautiful romantic rendition. Bravo!
પ્રણયના, વિષયના, મોહના, નહિ
વાત્સલ્યના અલીન્ગનો શોધું છું
Bhai Vivek !!
What cai say on this feelings? I am really speechless!!
ન કોઈ પૂર્વભૂમિકા, ન કોઈ કારણો દેવા પડે,
હું એવા બેસબબ ને બેદખલ આલિંગનોને શોધું છું.
સરસ !
શ્રી વિવેકભાઈ ,
દરેકે દરેક શેર કાબીલેદાદ કોઈ એક-બે ને ટાંકી અન્યાય ના થઇ શકે…ઉમદા,અનન્ય ગઝલ….
Fantastic Vivekbhai…..Lovely one,,,frm the bottom of ur heart n heart touching,,,,,,keep sharing more thx n rgerds
‘આલિંગના શોધું છું’ રદીફ દ્વારા પ્રેમની અભિવ્યક્તિને સરસ ઉઘાડ આપ્યો છે. આ શેર વિશેષ ગમ્યો.
ગળે મળતો રહું છે પ્રેમથી જે પણ મને અહીંયા મળે,
હું એ આલિંગનોમાં દરઅસલ આલિંગનોને શોધું છું.
ગળે મળતો રહું છે પ્રેમથી જે પણ મને અહીંયા મળે,
હું એ આલિંગનોમાં દરઅસલ આલિંગનોને શોધું છું.
વાહ……!
ભરી બાંહોમાં તોડે પૂતળું વિશ્વાસનું, એવા નહીં,
ક્ષણોમાં શ્વાસ પૂરે એ અસલ આલિંગનોને શોધું છું.
વાહ, વિવેકભાઈ, ખૂબ જ સુંદર રચના છે.
ન કોઈ પૂર્વભૂમિકા, ન કોઈ કારણો દેવા પડે,
હું એવા બેસબબ ને બેદખલ આલિંગનોને શોધું છું.
ન કોઈ પૂર્વભૂમિકા, ન કોઈ કારણો દેવા પડે,
હું એવા બેસબબ ને બેદખલ આલિંગનોને શોધું છું
હા, સુંદર શેર!
આપની રચના ખુબ સરસ છે …. એમાં થોડું મારા તરફથી ……
લાગણીઓના સરવાળા ને બદહવાસીની બાદબાકી
જન્મોજનમની પ્યાસ બુઝે એવું આલિંગન શોધું છું …….
………… સરલા સુતરિયા…..