(કાયમી સહેવાસ… …લીલો પતરંગો, ખીજડિયા, ૦૩-૦૨-૨૦૧૨)
*
કાયમી સહેવાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો,
સો ટકા વિશ્વાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.
જે ઘડીએ વાસ્તવિક્તાઓ મને ઘેરી વળી,
શાશ્વતી અજવાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.
એક જૂની ખીલી ડંખી સાથના ચપ્પલમાં જ્યાં,
બેયને ઉલ્લાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.
સાતની વાત જ નથી, બસ, બે જ પગલાંની ભીતર
હું જ તારી ખાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.
ભીંત ચારે બાજુથી એવી ધસી કે છાતીમાં
બે’ક ખુલ્લા શ્વાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.
-વિવેક મનહર ટેલર
(૦૩-૦૪-૨૦૧૨)
*
(હમ સાથ સાથ હૈ… ….પેલિકન, લાખોટા તળાવ પાસે, જામનગર, ૦૫-૦૨-૧૨)
એક જૂની ખીલી ડંખી સાથના ચપ્પલમાં જ્યાં,
બેયને ઉલ્લાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.
ભીંત ચારે બાજુથી એવી ધસી કે છાતીમાં
બે’ક ખુલ્લા શ્વાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.
awesome
chello sher to jamavat thayo che.. Aapan ne ‘gaay’ kari de aevo..
Wah..
ભ્રમના ભાંગવાની ઘડીને વધાવવાની જ હોય. આખરી શેરની ભીંસ સ્પર્શી જાય છે.
ભીંત ચારે બાજુથી એવી ધસી કે છાતીમાં
બે’ક ખુલ્લા શ્વાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.
ક્યા બાત હૈ…..
સાતની વાત જ નથી, બસ, બે જ પગલાંની ભીતર
હું જ તારી ખાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.
ખૂબ જ સુંદર ગઝલ….
ચન્દ્ર્કાંત શહે તેમના “અર્થ છે ખરો” કાવ્યમા કહ્યુ છે તેમ સાત પગલાના સખ્યમા ચૂચવેછે ચોર્યાસી
લાખના ચક્કર–
સળવળાટ કરતી લાગણીઓ સ્પર્શી ગઈ આ છેલ્લી વાતમાં…ભીંત ચારે બાજુથી એવી ધસી કે છાતીમાં
બે’ક ખુલ્લા શ્વાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો….એક ચીલો જ અહીં ચાલે છે..તમે થ્ંભી જાવ કે થાકી જાવ..!!
કાયમી સહેવાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો,
સો ટકા વિશ્વાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.
જે ઘડીએ વાસ્તવિક્તાઓ મને ઘેરી વળી,
શાશ્વતી અજવાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.
કોઈ એક સમી સાંજે જિંદગીની એક ક્ષણ આ ભ્રમને સમક્ષ કરે પણ પછીય જો આ ભ્રમને જિંદગી માની ચાલે એવી વાસ્તવિકતાના અજવાસ કરતાં લાખ અંધારા ભલા !
સાતની વાત જ નથી, બસ, બે જ પગલાંની ભીતર
હું જ તારી ખાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.
અહીં ‘બે જ પગલાંની ભીતર’ સચોટ આપે છે…
જે વિચાર -( હું જ તારી ખાસ) જિંદગીનાં શ્વાસ બની ગયા હોય એ ભ્રમ સાબિત થાય ત્યારે જે દુઃખ સ્પર્શે એને આટલા ઓછાં શબ્દોમાં કહી જવું … એ હાર્દ લાગ્યું.
ભીંત ચારે બાજુથી એવી ધસી કે છાતીમાં
બે’ક ખુલ્લા શ્વાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો
ખીલે બંધાઈ ગયેલી ગાય – એક ખયાલને લઈને લખાયેલી આખી ગઝલ… એ ખયાલને ન માત્ર સ્પષ્ટ કરે છે પણ એ ખયાલ પર વિચાર કરવા મજબૂર પણ કરે છે… અહીંથી તરત હટી જવું શક્ય નથી…
આયાસ – અનાયાસ જે પણ હોય પણ સરસ જ !
ભીંત ચારે બાજુથી એવી ધસી કે છાતીમાં
બે’ક ખુલ્લા શ્વાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.
અનોખી રીતે સ્પર્શી જતી ગઝલ.
સુન્દર
good one!
ૃVery touchy.bhram bhangava chata bandhai rahevanu dukh j chat ini bhis vadhare che.
In This kavita It Talks About Reality, Of Course It Is when Love Become expectation , I Get In Lot Of Truble.
Few Of us Were Lucky That we Married Through Arrange Marriage, Atleast We Can Be Be Off The Hook Certain Time……
It Is Give And Take And Be Realistic ,
શાશ્વતી અજવાસનો, ખુલ્લા શ્વાસનો ભ્રમ ભાગવાની વાત ગમી–સ્પર્શી ગઈ.
જોરદાર છાતી ભિ સાવાનો ભા થયો
સ રસ
ગઝલના આ શેર
કાયમી સહેવાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો,
સો ટકા વિશ્વાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.
વાહ્
સુખ કે આનંદના ભ્રમથી જે અનુભવાતું હતુ તે ભ્રામક હતું
તો તે ભ્રમ છુટી ગયો તો જે સુખ કે આનંદ ગયો તે પણ
ભ્રામક સુખ કે ભ્રામક આનંદ જ ગયોને?
વાસ્તવિકતામાં તો તેવું સુખ કે આનંદ હતો જ નહીં.
ભ્રમ છે એમ સમજાઈ જાય પછી તેમાં મમત્વ રહે જ નહીં
જે ઘડીએ વાસ્તવિક્તાઓ મને ઘેરી વળી,
શાશ્વતી અજવાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો
માણસના જીવનને તણખલાની સાથે સરખાવતા ફિલસૂફે મોટા મેદાનમાં પ્રવેશ કર્યો, ત્યાં જ તેનો ભ્રમ ભાંગી ગયો. મેદાન આખું લીલા ઘાસથી ઢંકાઈ ગયું હતું, ને તેના પર ચરનારાં અસંખ્ય ઢોર શાંતિથી ફરી રહ્યાં હતાં. જે તૃણને તે તુચ્છ માનતો હતો, તે કેટલાય પશુનું તૃપ્તિનું કારણ બનતું હતું.
યાદ્
અંજાઈ આંખ એનું વદન જોઈ ના શકી
એવો બધે ઉજાસ હતો, પણ ગજબ હતો
સઘળાને એનો ભ્રમ હતો જોતા રહી ગયા
એ નો’તો જાણે ભાસ હતો, પણ ગજબ હતો
એક સ્પષ્ટ અને એટલી જ સ્વચ્છ ‘ઉઘાડ’ જેવી ઝળહળિત ગઝલ…વાહ વિવેકભાઇ…બહુજ ગમી ગઝલ.
જય હો…!
Done justice with subject.
A good GAZAL.
Keep it up Vivekbhai!!!!
વિવેક્ભાઈ જે લખે છે તે હ્યદય વલોવી નાંખે તેવું લખે છે.
શબ્દો નથી કહેવાના. બસ એટલું જ કહી શકાય કે વાહ ભાઈ વાહ !!
કદચ આ ગઝલ વન્ચિ ને સમજ સુધર્વ નો પ્રયત્ન કરે એવિ સરસ ગઝલ ચ્હે.
વોન્દેર્ફુલ્લ ;not wonderfull realy wonderfull ;liked it ,plvery nice wording
“સીંચીને હૈયાનુ અમૃત
કર્યું મજબુત ઉપવન
પડ્યો દુકાળ લાગણીનો ને
પળમા થયું નષ્ટ ઉપવન
શીદ બાંધવા ઘર રેતના
ને શીદ રાખવી આશ
નિજની જિંદગી જીવવાનો
સહુને અધિકાર”
વિવેક ભાઈ કદાચ મારા કાવ્યની આ પંક્તિ તમારી વ્યથા નો જવાબ હોઈ શકે. શીદ બાંધવા રેતના ઘર જે કાયમી સહવાસ ના ભ્રમ ને ભાંગી નાખે.
કાયમી સહેવાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો,
સો ટકા વિશ્વાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.
વિશ્વાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.
શ્વાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.
🙂
ગઝલના તમામ શેર સરસ છે પણ્.
સાતની વાત જ નથી, બસ, બે જ પગલાંની ભીતર
હું જ તારી ખાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો….આ શેર વધુ ગમ્યો.
એક જૂની ખીલી ડંખી સાથના ચપ્પલમાં જ્યાં,
બેયને ઉલ્લાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.
વાહ … મજાની ગઝલ …મત્લા, મક્તા બંને સરસ.
Hello milind ji, tamane 1 var junagadh ma sambhdela, khoob maja aveli… tamaru lakhan khoob sundar ane hriday sparshee chhe, kaymi avu j lakhata rahejo…
khoob khoob subhechchha..